SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth ક્રોડ સાગરોપમ પહેલાં શ્રી ભરત ચક્રવર્તી થયા. તેમણે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર શ્રી જૈનમંદિર બંધાવ્યું. ધન્ય હો ! ભરતેશ્વરજીને, ધન્ય હો ! નવાણું ભાઈઓને ! એ આપણા પિતરાઈઓએ જિનબિંબો વગેરે સ્થાપી ઘણાં પુણ્યનાં કામ કર્યા. આગળ કાળનો પ્રભાવ વિષમ જાણીને, શ્રી ભરત ચક્રવર્તીએ તીર્થની રક્ષા માટે દંડવત્ન વડે એક એક યોજનનાં એક એક પગથિયાં એવાં આઠ યોજનનાં આઠ પગથિયાં કરાવ્યાં. ધન્ય હો ! આ તીર્થને, ધન્ય હો ! ભરત ચક્રવર્તીને ! કવિરત્ન શ્રીદીપવિજયજી મહારાજ જણાવે છે કે આવા તીર્થના રક્ષક પુરુષોએ અપૂર્વ યશકીર્તિ ઉત્પન્ન કરી. સુકૃતરૂપ પુણ્યની કમાણી કરી અને છેવટે તે જ ભવમાં મુક્તિ મેળવી. સાંભળ “સજનીજી રે” એવા શબ્દોથી આ ભાવ સૂચક ફળપૂજાની ઢાળ કહી || ૧ થી ૮ | ઢાળ | (ગોપી મહિ વેચવા ચાલી, મટુકીમાં ગોરસ ઘાલી-એ દેશી) ચિંતી તિહાં સાઠ હજાર, તીર્થ રક્ષાના લાભ અપાર છે. અષ્ટાપદ આગળ ખાઈ, કરીએ તો સુકૃત થાઈ ૧ પહોળી ચાર ગાઉ પ્રમાણો, શેત્રુંજા મહાતમમાં વખાણો . ખરી રજ રેણ નાગ નિકાઈ, નાગ આવી કહે સુણ ભાઈ રા કરી બાળક બુદ્ધિ ઉપાધિ, નાગ લોકના છો અપરાધી અપરાધ જુઓ મનમાંહિ, બાળી ભસ્મ કરું ક્ષણમાંહિ તેવા પણ ઋષભવંશી છો સપૂતા, તેથી ક્રોધ અમે નથી કરતા ભુવન રત્ન તણાં જે કહાય, રજ રેણુથી મેલા થાય ૫૪ અમ હિતશિક્ષા સુણો સંતા, હવે માફ કરો ગુણવંતા છે. કહી નાગ ગયા જે વારે, ચક્રી નંદન એમ વિચારે પા ગંગા નીરથી ભરીએ જો ખાઈ, બાહુકાળ રહે થિર ઠાઈ છે ઈમ ચિંતીને દંડરતનથી, ગંગા ખોદીને લાવ્યા જતનથી દા ગંગાજળથી ખાઈ ભરાય, નીર પહોતાં નાગનિકાય છે. ધમધમતા સુર સમકાળે, સાઠ હજાર પ્રજાને શા તીરથ બહુ ભાવસમ હોતા, સહ બારમે સ્વર્ગે પહોતાં કહે દીપવિજય કવિરાજ, જુઓ તીર્થતણા સામ્રાજ્ય દ્રા અર્થ – સાઠ હજાર પુત્રોને તીર્થરક્ષાનો અપાર લાભ જાણી એક વિચાર હૃદયમાં ઉત્પન્ન થયો. અષ્ટાપદ તીરથનાં પગથિયાં યોજન યોજન પ્રમાણવાળાં તીર્થરક્ષાને માટે ભરત ચક્રવર્તીએ કર્યો છે, છતાં પણ જો ફરતી ખાઈ કરવામાં આવે તો વિશિષ્ટ પ્રકારે તીર્થરક્ષાનું પુણ્ય થાય અને આશાતના દૂર થાય. સાઠ હજાર પુત્રોએ ચક્રવર્તીના વિશિષ્ટ પ્રકારના દંડરત્નાદિકના બળથી ચાર ગાઉ પ્રમાણ પહોળી તીર્થની ચારે બાજુએ ખાઈ કરાવી. આ વાત “શત્રુંજય માહાભ્ય’માં વખાણી છે. આ ખાઈ કરતાં પૃથ્વીનું દળ અધોભાગમાં ઢીલું પડી જવાથી રજ રેણું વગેરે નાગલોકના રહેવાના સ્થાન સુધી ખરી પડી. તે વખતે નાગનિકાયના ઇંદ્ર આવીને તેમને (સાઠ હજાર પુત્રોને) ઠપકો આપ્યો. તમે બાળકબુદ્ધિ વાપરી છે, નાગલોકના અપરાધી બન્યા છો. અમે તમને બધાને બાળીને ભસ્મ કરી દઈશું, પરંતુ આપ સર્વે Ashtapad Tirth Pooja - 352 છે
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy