SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth ગૌતમસ્વામીએ પુંડરીક અધ્યયનની વ્યાખ્યા કરી તે સાંભળીને તેના મનનો સંદેહ દૂર થતા તે દેવ પ્રતિબોધ પામ્યો. આયુષ્ય પૂર્ણ થવાથી દેવલોકમાંથી ચ્યવને કુબેરનો જીવ ધનગિરિ અને સુનંદાના પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ તેઓ દશ પૂર્વધારી વસ્વામી થયા. અષ્ટાપદ ઉપરથી ઊતરતાં ગૌતમસ્વામીએ કૌડિન્ય, ચિત્ર, સેવાલિ સંજ્ઞાથી ઓળખાતા ૧૫૦૩ તાપસોને પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. શ્રી વીર ભગવાને કહેલા પુંડરીક અધ્યયનનું અહીં અધ્યયન કરવાથી દશ પૂર્વી પુંડરીક મુનિરાજ દશમા દેવલોકમાં ઈન્દ્રની સરખી ઋદ્ધિવાળા દેવ થયા. નલ રાજાની પ્રિયા દમયંતીએ પોતાના આ છેલ્લા ભવથી પૂર્વના ચોથા ભવમાં અષ્ટાપદ તીર્થ ઉપર જઈ ભાવપૂર્વક તપસ્યા કરીને ત્યાં ચોવીશે ભગવાનને રત્નજડિત સોનાનાં તિલકો ચડાવ્યાં હતા. તેથી તે પુણ્યના પ્રભાવથી ત્યાંથી મરીને તે ઘૂસરી (રબારણ) યુગલધર્મિણી અને સૌધર્મ દેવલોકમાં ધન (કુબેર) ભંડારીની દેવીપણે ઉત્પન્ન થઈ. દેવલોકનાં સુખ ભોગવીને પછી છેલ્લા ભવમાં દમયંતી થઈ. દમયંતીના ભવમાં તેના કપાળમાં અંધારમાં પણ પ્રકાશ કરનારું દેદીપ્યમાન તિલક જન્મથી ઉત્પન્ન થયું હતું. વિદ્યાધર વાલી નામના ઋષિ અષ્ટાપદ ઉપર કાઉસગ્નધ્યાનમાં રહ્યા હતા તે વખતે તેમને જોઈને દશગ્રવી (રાવણ) ને પહેલાનું વેર યાદ આવતાં અત્યંત ક્રોધથી પર્વતને જ ઉપાડીને લવણ સમુદ્રમાં નાંખી દેવાના વિચારથી જમીન ખોદીને પર્વતની નીચે પેસી એક હજાર વિદ્યાઓનું સ્મરણ કરીને અષ્ટાપદને ઉપાડવા લાગ્યો. અવધિજ્ઞાનથી આ વાત વાલી મુનિરાજના જાણવામાં આવતાં મંદિર તીર્થની રક્ષા કરવા માટે પોતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યો તેથી દશગ્રીવનું શરીર સંકુચિત થઈ ગયું અને મોઢે લોહી વમતો રાડો પાડીને બહાર નીકળી આવ્યો. આ વખતે જબરી રાડ પાડેલી તેથી તેનું નામ રાવણ પડ્યું. રાવણ વાલી મુનિરાજને ખમાવીને પોતાને સ્થાને ગયો. અષ્ટાપદ પર્વત ઉપર જિનમંદિરમાં સંગીત કરતાં દેવયોગથી વીણાનો તાર તૂટતા લંકાપતિ રાવણે પોતાની ભુજામાંથી સ્નાયુ કાઢી વીણામાં જોડી દઈને સંગીત ચાલુ રાખ્યું પણ સંગીતના તાનનો ભંગ થવા ન દીધો તે વખતે ચૈત્યવંદન કરવા માટે આવેલ ધરણેન્દ્ર રાવણની આવા પ્રકારની ભક્તિ અને સાહસથી તુષ્ઠમાન થઈને અમોઘવિજયા નામની શક્તિ તથા અનેકરૂપકારિણી વિદ્યા રાવણને આપી. આવા અષ્ટાપદ તીર્થની જેઓ યાત્રા-સેવા-ભક્તિ કરે છે તેઓ ખરેખર પુણ્યવંત અને ભાગ્યશાળી છે. (આ અષ્ટાપદકલ્પ શ્રીમાનું જિનપ્રભસૂરિજીએ વિ.સં. ૧૩૮૭ ના ભાદરવા માસની દશમીને દિવસે શ્રી હમીર મહંમદના રાજ્યકાળમાં શ્રી યોગિનીપુરમાં રહીને રચી પૂર્ણ કર્યો.) આમ સાહિત્યિક ઉલ્લેખોને આધારે અષ્ટાપદની મહત્તા જાણવા મળે છે. અષ્ટાપદ એ અત્યંત પવિત્ર અને પાવન તીર્થધામ તરીકે સુપ્રસિદ્ધ હતું તે આજે તો લુપ્ત થયેલ છે. પરંતુ આવા સાહિત્યિક ઉલ્લેખો દ્વારા કોઈ ભાળ મળશે તો પણ મોટો લાભ થયો ગણાશે. Ashtapad - 122 રે
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy