SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth તમે પરિવાર સહિત આ જ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કરશો' પ્રભુની એ આજ્ઞા અંગીકાર કરીને સંવેગવાળા તેઓ પ્રભુના જેવી મધુર વાણીથી બીજા શ્રમણો પ્રત્યે પ્રમાણે આ કહેવા લાગ્યા- પુંડરીક ગણધરનું નિર્વાણ : “હે મુનિઓ ! જયની ઇચ્છાવાળાઓને સીમાડાની ભૂમિને સાધનાર કિલ્લાની જેમ મોક્ષની ઇચ્છાવાળાઓને આ પર્વત ક્ષેત્રના પ્રભાવથી સિદ્ધિને આપનારો છે, તો હવે આપણે મુક્તિના બીજા સાધન રૂપે સંલેખના કરવી જોઈએ. તે સંલેખના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. સાધુઓએ સર્વ પ્રકારના ઉન્માદ અને મહારોગના નિદાનનું શોષણ કરવું તે દ્રવ્ય સંલેખના કહેવાય છે, અને રાગ, દ્વેષ, મોહ અને સર્વ કષાયરૂપ સ્વાભાવિક શત્રુઓનો વિચ્છેદ કરવો તે ભાવ સંલેખના કહેવાય છે. એ પ્રમાણે કહીને પુંડરીક ગણધરે કોટિ શ્રમણોની સાથે પ્રથમ સર્વ પ્રકારના સૂક્ષ્મ અને બાદર અતિચારની આલોચના કરી અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતનું આરોહણ કર્યું, કારણ કે વસ્ત્રને બે-ત્રણ વખત ધોવું તે જેમ વિશેષ નિર્મળતાનું કારણ છે, તેમ અતિચારથી વિશેષ રીતે શુદ્ધ થવું તે વિશેષ નિર્મળતાનું કારણ છે. પછી “સર્વ જીવો મને ક્ષમા કરો, હું સર્વના અપરાધ ખમું છું, મારે સર્વ પ્રાણીઓની સાથે મૈત્રી છે, કોઈની સાથે મારે વેર નથી' એવી રીતે કહીને આગાર રહિત અને દુષ્કર એવું વિચરિમ અનશન વ્રત તેમણે સર્વ શ્રમણોની સાથે ગ્રહણ કર્યું. ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલા તે પરાક્રમી પુંડરીક ગણધરના સર્વ ઘાતકર્મો જીર્ણ દોરડાની જેમ ચોતરફથી ક્ષય થઈ ગયાં. બીજા સર્વ સાધુઓના ઘાતકર્મ પણ તત્કાળ ક્ષય થઈ ગયાં, કારણ કે તપ સર્વને સાધારણ છે. એક માસની સંલેખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પુંડરીક ગણધરને કેવળજ્ઞાન થયું અને પછી બીજા સર્વ સાધુઓને કેવળજ્ઞાન થયું. શુક્લ ધ્યાનને ચોથે પાયે સ્થિત થયેલા તે અયોગીઓ બાકી રહેલા અઘાતી કર્મનો ક્ષય કરી મોક્ષપદ પામ્યા. તે વખતે દેવતાઓએ સ્વર્ગમાંથી આવીને મરુદેવીની જેમ ભક્તિથી તેમના મોક્ષગમનનો ઉત્સવ કર્યો. ભગવાન ઋષભસ્વામી જેમ પ્રથમ તીર્થંકર થયા તેમ એ પર્વત પણ ત્યારથી પ્રથમ તીર્થરૂપ થયો. એક સાધુ સિદ્ધ થાય તે સ્થાન પણ પવિત્ર તીર્થ કહેવાય છે, તો જ્યાં સંખ્યાબંધ મહર્ષિઓ સિદ્ધ થયા તેની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિશે શું કહેવું ? એ શત્રુંજય ગિરિ ઉપર રાજાએ મેરુ પર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારું રત્ન શિલામય એક ચૈત્ય કરાવ્યું અને અંતઃકરણની મધ્યમાં ચેતનાની જેમ તેની મધ્યે પુંડરીકજીની પ્રતિમા સહિત ભગવંત ઋષભસ્વામીની પ્રતિમા સ્થાપના કરી. ભગવાન્ ઋષભદેવજી જુદા જુદા દેશમાં વિહાર કરીને, ચક્ષુદાનથી અંધની જેમ ભાવિ પ્રાણીઓને બોધિબીજ (સમકિત)ના દાનથી અનુગ્રહ કરતા હતા. કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુના પરિવારમાં ચોરાસી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખને પચાસ હજાર શ્રાવકો, પાંચ લાખને ચોપ્પન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસોને પચાસ ચૌદ પૂર્વી, નવ હજાર અવધિજ્ઞાની, વીસ હજાર કેવળજ્ઞાની, અને છસો વૈક્રિયલબ્ધિવાળા, બાર હજારને સાડાછસો મન:પર્યવજ્ઞાની, તેટલા જ વાદીઓ, અને બાવીસ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માઓ થયા. વ્યવહારમાં જેમ પ્રજાનું સ્થાપન કર્યું હતું તેમ આદિ તીર્થકરે ધર્મમાર્ગમાં એ પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દીક્ષા સમયથી લક્ષ પૂર્વ ગયા તે સમયે પોતાનો મોક્ષકાળ જાણી એ મહાત્મા પ્રભુ અષ્ટાપદ તરફ પધાર્યા. તે પર્વતની નજીક આવેલા પ્રભુ સહિત મોક્ષ રૂપી મહેલનાં પગથિયાં જેવા તે પર્વત ઉપર ચડ્યા. ત્યાં દશ હજાર મુનિઓની સાથે ભગવતે ચતુર્દશ તપ (છ ઉપવાસ) કરીને પાદપોપગમન અનશન કર્યું. વિશ્વપતિ પ્રભુને આવી રીતે રહેલા જાણીને પર્વતપાલકોએ તે વૃત્તાંતનું તરત જ ભરત રાજાને નિવેદન કર્યું. પ્રભુએ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યાનું સાંભળીને જાણે અંતઃકરણમાં શલ્ય પેઠું હોય Trishashti Shalaka Purush - 54 -
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy