SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth પ્રતિમાની નીચે એનાં લાંછન છે, જેથી દર્શનાર્થી આ કયા તીર્થકર ભગવાનની પ્રતિમા છે તે જાણી શકશે. પ્રત્યેક પ્રતિમાજી કીમતી રત્નોમાંથી કોતરવામાં આવી છે. રંગો મળવાની મર્યાદાને કારણે દરેક તીર્થકરનો મૂળ રંગ મેળવવો મુશ્કેલ છે. અગાઉ નક્કી થયા પ્રમાણે ધાર્મિક નિયમ અનુસાર આ પ્રતિમાઓ સ્થાપિત થઈ છે. પ્રતિમાનાં કદ એમની નિયત જગ્યા અનુસાર નક્કી કરેલ છે. નીચેની બે સૌથી ઊંચી ૯'-૧૧” (પ્રતિમા ૧ અને ૨), પછીની ચાર ૭”-૯" ઊંચાઈમાં (પ્રતિમા ૩ થી ૬), પછીની આઠ ૫'-૭” ઊંચાઈમાં (પ્રતિમા ૭ થી ૧૪) અને છેલ્લી ૧૦ ૩'-૫" ઊંચાઈમાં (પ્રતિમા ૧૫ થી ૨૪) સૌથી નાની છે. આને ધર્મગ્રંથોને આધારે મૂળ ઊંચાઈના પ્રમાણસર ભાગે બનાવવામાં આવી છે. કથાઓની કોતરણી શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. પ્રારંભમાં આ વાર્તાઓને બે ભાગમાં (૨-ડી) દર્શાવવાનું વિચાર્યું હતું. પર્વતની બાજુના નીચેના ભાગમાં અગાઉની બે ડિઝાઈન (૨-ડી) પ્રમાણે કોતરણી કરવાની હતી, પણ આગળ જતાં શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ એટલે બધાને રત્નોમાં (૩-ડી) જુદા જુદા કોતરવાનું નક્કી થયુ. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને સંબંધિત ઘટનાઓ છે. આવી કુલ ચોવીસ કથાઓ કોતરણી સાથે મળશે. અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલન : પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની પ્રાપ્ય સામગ્રીને ઝેરોક્ષ રૂપે ૨૦ વોલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. ભગવાન ઋષભદેવનું જીવન, ચક્રવર્તી ભરતદેવની આસ્થા, ગુરુ ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રા વિશેની સામગ્રી આમાંથી મળી રહેશે. બીજી બાજુ, કેલાસ, માનસરોવર અને અષ્ટાપદ અંગેની ભૌગોલિક માહિતી અને પ્રવાસીઓના અનુભવો આમાંથી મળી રહે છે. અષ્ટાપદ તીર્થનું પ્રાચીન ગ્રંથોમાં મળતું વર્ણન અને એને લગતી કથાઓની પ્રમાણભૂત સામગ્રી આમાં એકત્રિત કરી છે. અષ્ટાપદ તીર્થના રત્નમય મંદિરના સંદર્ભમાં રત્નોની સમજ અને એના મોડેલ માટે કરવામાં આવેલા પ્રયાસોનું આલેખન મળે છે. અષ્ટાપદ વિશે પ્રાચીન ગ્રંથોમાંથી મેળવેલા પ્રમાણભૂત આધારો અને ઉલ્લેખો ઉપરાંત અષ્ટાપદ તીર્થની સ્તુતિઓ, સક્ઝાયો અને પૂજાઓનો પણ આમાં સમાવેશ કર્યો છે. આમ અષ્ટાપદ વિશેની તમામ માહિતી ધરાવતા આ વોલ્યુમની ૨ ડીવીડી પણ તૈયાર કરવામાં આવી છે અને એની સાથોસાથ વીસ વોલ્યુમના વિષયો દર્શાવતી અનુક્રમણિકાની પુસ્તિકા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ બધા વોલ્યુમની સામગ્રીમાંથી સંચય કરીને દસ ટકા જેટલી સામગ્રી અલગ તારવવામાં આવી છે, તેમ જ સંશોધકોને માટે ઉપયોગી એવી માહિતી તારવીને અલાયદી સીડીમાં મૂકી છે. આ પ્રકારના સાહિત્યની વિશેષ શોધ માટે હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાના ગ્રંથાલયમાં તિબેટી ગ્રંથોની તપાસ કરવામાં આવી છે. આ ગ્રંથોમાં રહેલી માહિતી જ્યારે બહાર આવશે ત્યારે જૈન ધર્મની પ્રાચીનતા વિશે કેટલીય નવી નવી બાબતો પર પ્રકાશ પડશે. * પ્રદર્શન અને સેમિનાર : અષ્ટાપદ મોડેલ અને ત્રણે ચોવીસી (તીર્થકરની ૭૨ પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આવું કરવાનું કારણ એ કે વિશાળ ઘર્મપ્રિય જનસમૂહ $ 111 - -Shri Ashtapad Maha Tirth
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy