SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth પૂર્વક પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. આ સ્થળે દેવોએ રત્નના ત્રણ સ્તૂપ કર્યા હતા.* અષ્ટાપદ પર્વત કેલાસ હોવાનો અભિપ્રાય કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિના ચોથા ભૂમિકાંડમાં કર્યો છે : નતાદ્રિતુ વૈનાતોડખાપ: દિવ7: I૬૪.’ શ્રીજિનપ્રભસૂરિએ અષ્ટાપદગિરિ-કલ્પમાં તે જ અભિપ્રાયનું સમર્થન કરેલું છે. “તીસે ગ્ર ઉત્તરદ્ધિસમાવારસનોખું વિમો નામ વેન્નાલાપમદા રબ્બો નવરો ડટ્ટ ગોપુવો*' તે (અયોધ્યા નગરી) ની ઉત્તર દિશાએ બાર યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ આવેલો છે, જેની ઊંચાઈ આઠ યોજન છે અને જેનું અપરનામ કૈલાસ છે; આ જ અભિપ્રાયનું વિશેષ સમર્થન ન્યાયાભોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ જૈનતત્ત્વદર્શના ઉત્તરાર્ધમાં કરેલું છે. તેના એકાદશ પરિચ્છેદમાં જણાવ્યું છે કે : श्रीऋषभदेवजीका कैलास पर्वतके उपर निर्वाण हुआ..... जब भरतने कैलास पर्वतके उपर सिंहनिषद्या नामा मंदिर बनाया, उसमें आगे होनेवाले तेईस तीर्थंकरोंकी और श्रीऋषभदेवजीकी अर्थात् चौवीस प्रतिमाकी स्थापना की। और दंडरत्नसे पर्वतको ऐसा छीला कि जिस पर कोई पुरूष पगोंसे न चढ सके । उसमें आठ पद (पगथिये) रक्खे। इसी वास्ते कैलास पर्वतका दूसरा नाम 'अष्टापद' कहते है। तबसे ही कैलास महादेवका पर्वत कहलाया। महादेव अर्थात् बडे देव, सो ऋषभदेव। जिसका સ્થાન વૈજ્ઞાશ પર્વત જ્ઞાનના (પૃ. ૪૦૬-૪૨૦) હાલની ભૂગોળ પ્રમાણે કેલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે ર૫ માઈલ પર આવેલો છે, જેને ત્યાંના લોકો કંગરીપો કહે છે. આ પર્વતનું શિખર બારે માસ બરફથી છવાયેલું રહે છે; એટલે તે રજતાદ્રિ કે સ્ફટિકાચલનું નામ સાર્થક કરે છે. ત્યાંનું હવામાન ઘણું જ ઠંડું અને તોફાની હોવાથી તેના પર આરોહણ કરવું એ ઘણું જ કઠિન ગણાય છે. આજ સુધીમાં અનેક સાહસિક પ્રવાસીઓએ તેના પર અમુક ઊંચાઈ સુધી આરોહણ કર્યું છે અને તે સંબંધી બને તેટલી પ્રામાણિક હકીક્ત મેળવવાની કોશિશ કરેલી છે. જૈન શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમ-શરીરી હોય અર્થાત્ તે જ ભવમાં મોક્ષે જનાર હોય, તે જ તેની યાત્રા કરી શકે છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે- ‘ચરમ-સીરો સાહૂ સારૂઢઃ નવર, કન્નો ઉત્ત' (અ. ૧૦ ગાથા ૨૯૦) અર્થાત્ જે સાધુ ચરમ-શરીરી હોય તે જ નગવર એટલે અષ્ટાપદ-પર્વત પર ચડી શકે છે, અન્ય નહિ. આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રના દસમા પર્વના નવમા સર્ગમાં આ પ્રમાણે કરેલો છે : 'योऽष्टापदे जिनान् नत्वा, वसेद रात्रिं स सिध्यति।' જે અષ્ટાપદ-પર્વત પર રહેલી જિન-પ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે, શ્રીગૌતમસ્વામીએ ચરણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને તથા ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમ-શરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે. વિ.સં. ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા ષડૂાવશ્યક-બાલાવબોધમાં “વારિ-ટૂ-સ * જુઓ જંબુદ્દીપપ્રાપ્તિ-સૂત્ર ૩૩. * વિવિધ તીર્થકલ્પ સિં. જૈ.ગ્રં.પૃ.૯૧. - 89 – Prabodh Tika
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy