SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth સિંનિષદ્યા પ્રાસાદની સ્થાપના : ત્યારબાદ તે ચિતાસ્થાનમાં ત્રણ મોટાં સ્તૂપોને કરીને સર્વ ઇન્દ્રોએ નંદીશ્વર દ્વીપે જઈ હર્ષથી પ્રભુનાં નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને અષ્ટાબ્દિક ઉત્સવ કર્યો. ત્યાંથી પોત-પોતાનાં સ્થાને આવી, તે સર્વે દેવો, હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા વિદનની શાંતિને માટે ભગવંતનાં અસ્થિનું પૂજન કરવા લાગ્યા. અહીં ચિતાની નજીકની ભૂમિ પર ભરતરાજાએ વાર્ધકીરત્નની પાસે એક સુંદર પ્રાસાદ કરાવ્યો. ત્રણ કોશ ઊંચા અને એક યોજન લાંબા પહોળા તે પ્રાસાદને તોરણોથી મનોહર ચાર દ્વારા રચાવ્યાં. તે ચારે કારની પાસે સ્વર્ગમંડપ જેવા મંડપો કર્યા. તેની અંદર પીઠિકા, દેવચ્છેદ અને વેદિકા બનાવ્યાં. તેમાં સુંદર પીઠિકા પર કમલાસન પર રહેલી અને આઠ પ્રાતિહાર્યસહિત રત્નમય ચાર શાશ્વત અહંતોની પ્રતિમાઓ ભરત નરેશ્વરે સ્થાપના કરી. અને દેવછંદ ઉપર પોતપોતાનાં પ્રમાણ, લાંછન તથા વર્ણસહિત ચોવીસ પ્રભુની મણિરત્નમય પ્રતિમાઓ ભરાવી. ત્યાં પ્રત્યેક પ્રતિમાની ઉપર ભરતેશ્વરે ત્રણ છત્રો, ચામરો, ધ્વજાઓ તેમ જ તે પ્રભુની આરાધના કરનારા યક્ષો અને કિન્નરોને ત્યાં સ્થાપિત કર્યા. ત્યાર બાદ ત્યાં ભારતે પોતાના પૂર્વજોની, બંધુઓની, તેમ જ બ્રાહ્મી અને સુંદરીની તથા ભક્તિથી નમ્ર એવી પોતાની મૂર્તિને ભાવથી ત્યાં સ્થાપન કરી. તે વિશાળ મંદિરની ચોમેર ભરતેશ્વરે ચૈત્યવૃક્ષો, કલ્પવૃક્ષો, સરોવરો, કૂવા, વાવડીઓ તથા ઊંચાં વિશ્રાંતિ સ્થાનો કરાવ્યાં. મૂલમંદિરની બહાર પ્રભુ શ્રી ઋષભદેવસ્વામીનો ઊંચો સ્તૂપ તેમણે કરાવ્યો. તેની આગળ પોતાના બંધુમુનિઓનાં તેમ જ અન્ય મુનિઓનાં મણિસમૂહમય સ્તૂપો તે અવસરે ભરતનરેશ્વરે કરાવ્યા. એની ચોમેર ભૂચર મનુષ્યોથી દુર્ભેદ્ય એવા લોખંડના દ્વારપાલો કર્યા અને ત્યાં ભરત ચક્રવર્તીની આજ્ઞાથી મંદિરની રક્ષાને માટે અધિષ્ઠાયક દેવતાઓ અધિષ્ઠિત થયા. આ પ્રમાણે સિંહનિષદ્યા પ્રાસાદને ત્યાં અષ્ટાપદ પર્વત પર વિધિપૂર્વક કરાવીને ભરતેશ્વરે તેમાં ઉત્સવપૂર્વક સાધુમુનિવરોના સમૂહની પાસે પ્રતિમાઓનો પ્રતિષ્ઠા સમારોહ કરાવ્યો. ત્યાર બાદ પવિત્ર તથા શ્વેત વસ્ત્રોને ધારણ કરીને ભરત રાજાએ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્રણ વખત નિસીહી કહીને, મંદિરમાં પ્રભુની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. મંદિરમાં રહેલ પ્રભુ પ્રતિમાઓનો ભરતેશ્વરે પવિત્ર એવા જલથી અભિષેક કર્યો. કોમળ વસ્ત્રોથી જાણે સૂર્યબિંબને તેજસ્વી કરતા હોય તેમ પ્રભુ પ્રતિમાઓનું ભરત મહારાજાએ અંગભૂંછણ કર્યું, ત્યાર બાદ સુગંધમય જાણે સુંદર જ્યોત્સા સમૂહ હોય તેવા ચંદનથી ભરત નરેશ્વરે પ્રભુજીને પોતાના યશથી પૃથ્વીને વિલેપન કરતા હોય તેમ વિલેપન કર્યું. તેમ જ સુગંધી એવા વિવિધ પ્રકારનાં પુષ્પોથી તેમણે પ્રભુપૂજન કર્યું. આ રીતે અંગપૂજા કર્યા બાદ ભરતેશ્વરે પ્રભુપ્રતિમા સમક્ષ જાણે કસ્તુરીની વેલ કરતા હોય તેવી રીતે ધૂપ કર્યો. ત્યાર બાદ પ્રભુજીથી દૂર જઈને સન્મુખ રહેલા મણિપીઠ પર શુદ્ધ તાંદુલો-અક્ષતોથી અષ્ટમાંગલિકોને ભરત ચક્રવર્તીએ આલેખ્યા અને ફળોનો સમૂહ ત્યાં તેમણે પ્રભુજી સમક્ષ મૂક્યો. ત્યાર બાદ ચોમેર રહેલા અજ્ઞાનરૂપ અંધકારના સમુદાયને પોતાના દીવાઓની ક્રાંતિથી જાણે અપહાર કરતા હોય તેવા મંગલદીવાની સાથે ભરતેશ્વરે ત્યાં આરતી ઉતારી. ઉપરોક્ત દ્રવ્યપૂજા કર્યા બાદ ભક્તિના સમૂહથી જેની રોમરાજી ઉલ્લસિત થઈ છે, એવા પરમ શ્રદ્ધાળુ ભરત ચક્રવર્તીએ હર્ષાશ્રુરૂપ મોતી અને વાણીરૂપ સૂત્રથી ગૂંથેલા હારરૂપ પ્રભુસ્તુતિ આ પ્રમાણે કરી; “હે ત્રણ જગતના આધાર ! ઘર્મના ઉદ્ધારને ધારણ કરનારી અને સ્વર્ગ તથા નરકની સીમાસમાન Shri Shatrunjay Mahatmya - 68 ,
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy