SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth તે પર્વત ઉપર નવી ઉત્પન્ન થયેલી નીલચૂલિકાના ભ્રમને આપતા હતા. હવે પૂર્વોક્ત મધ્ય દેવછંદની ઉપર શૈલેશી ધ્યાનમાં વર્તતી હોય તેવી, દરેક પ્રભુના પોતપોતાના દેહના માન જેવડી, પોતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજેલા હોય તેવી - ઋષભસ્વામી વગેરે ચોવીસ અહંતોની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપના કરી. તેમાં સોળ પ્રતિમા સુવર્ણની, બે રાજવર્ત રત્નની (શ્યામ), બે સ્ફટિક રત્નની (ઉજ્જવળ), બે વૈર્ય મણિની (નીલ) અને બે શોણ મણિની (રક્ત) હતી. તે સર્વ પ્રતિમાઓના રોહિતાક્ષ મણિના (રક્ત) આભાસવાળા અંતરત્નમય (શ્વેત) નખો હતા, અને નાભિ, કેશના મૂળ, જિહુવા, તાળું, શ્રીવત્સ, સ્તનભાગ તથા હાથપગનાં તળિયાં-એ સુવર્ણના (રક્ત) હતા; પાંપણો, આંખની કીકીઓ, રૂવાટાં, ભમર અને મસ્તકના કેશ અરિષ્ટરત્નમય (શ્યામ) હતાં; ઓષ્ઠ પરવાળામય (રક્ત) હતા; દાંત સ્ફટિક રત્નમય (શ્વેત) હતા, મસ્તકનો ભાગ વજમય હતો; અને નાસિકા અંદરથી રોહિતાક્ષ મણિના પ્રતિસેક (આભાસ) વાળી-સુવર્ણની હતી. પ્રતિમાની દૃષ્ટિઓ લોહિતાક્ષ મણિના પ્રાંત ભાગવાળી અને અંકમણિથી બનાવેલી હતી. એવી રીતે અનેક પ્રકારના મણિથી બનાવેલી તે પ્રતિમાઓ અત્યંત શોભતી હતી. તે દરેક પ્રતિમાની પછવાડે એક એક યથાયોગ્ય માનવાળી છત્રધારાની રત્નમય પ્રતિમા બનાવી હતી અને તે છત્રધાર પ્રતિમાએ કુટક પુષ્પની માળાએ યુક્ત મોતી તથા પરવાળા વડે ગૂંથેલા અને સ્ફટિકમણિના દંડવાળા શ્વેત છત્ર ધરી રાખ્યાં હતાં. દરેક પ્રતિમાની બે બાજુએ રત્નની ચામર ધરનારી બે પ્રતિમાઓ અને આગળ નાગ યક્ષ, ભૂત અને કંડધારની બે બે પ્રતિમાઓ હતી. અંજલિ જોડીને રહેલી અને સર્વ અંગે ઉજ્જવળ એવી તે નાગાદિક દેવોની રત્નમય પ્રતિમાઓ જાણે ત્યાં તેઓ પ્રત્યક્ષ બેઠા હોય તેવી શોભતી હતી. દેવછંદા ઉપર ઉજ્જવળ રત્નના ચોવીસ ઘટાઓ, સંક્ષિપ્ત કરેલા સૂર્યબિંબ જેવા માણિક્યનાં દર્પણો, તેની પાસે યોગ્ય સ્થાને મૂકેલ સુવર્ણની દીવીઓ, રત્નના કરંડિયા, નદીની ભમરીની જેવી ગોળાકાર પુષ્પચંગેરિઓ, ઉત્તમ જંગલુછણા, આભૂષણના ડાબલા, સોનાનાં ધૂપિયાં તથા આરતીઓ, રત્નોના મંગળદીવા, રત્નોની ઝારીઓ, મનોહર રત્નમય થાળો, સુવર્ણના પાત્રો, રત્નનાં ચંદનકળશો, રત્નના સિંહાસનો, રત્નમય અષ્ટમાંગલિક સુવર્ણના તેલના ડાબલા, ધૂપ રાખવા માટે સુવર્ણના પાત્રો, સુવર્ણના કમલહસ્તક- એ સર્વ ચોવીસે અર્વતની પ્રતિમા પાસે એક એક ચોવીસ ચોવીસ રાખ્યાં હતાં. એવી રીતે નાના પ્રકારનાં રત્નનું અને રૈલોક્યમાં અતિ સુંદર એવું તે ચૈત્ય ભરતચક્રની આજ્ઞા થતાં તત્કાળ સર્વ પ્રકારની કલાને જાણનારા વાદ્ધકિરને વિધિ પ્રમાણે બનાવી આપ્યું. જાણે મૂર્તિમાન્ ધર્મ હોય તેવા ચંદ્રકાંત મણિના ગઢથી, તથા ચિત્રમાં આલેખેલા ઈહામૃગ (હાર), વૃષભ, મગર, તુરંગ, નર, કિન્નર, પક્ષી, બાળક, રૂરૂમૃગ, અષ્ટાપદ, ચમરીમૃગ, હાથી, વનલતા અને કમળોથી જાણે ઘણાં વૃક્ષોવાળું ઉદ્યાન હોય તેવી વિચિત્ર અને અદ્ભુત રચનાથી તે ચૈત્ય અધિક શોભતું હતું. તેની આસપાસ રત્નના સ્તંભો ગોઠવેલા હતા. જાણે આકાશગંગાની ઊર્મિઓ હોય તેવી પતાકાઓથી તે મનોહર લાગતું હતું, ઊંચા કરેલા સુવર્ણના ધ્વજદંડોથી તે ઉન્નત જણાતું હતું. અને નિરંતર પ્રસરતા-ધ્વજાની ઘૂઘરીઓના અવાજથી વિદ્યાધરોની સ્ત્રીઓની કટીમેખલાના ધ્વનિને અનુસરતું હતું. તેની ઉપર વિશાળ કાંતિવાળા પધરાગમણિના ઈંડાંથી, જાણે માણિક્ય જડેલી મુદ્રિકાવાળું હોય તેવું તે શોભતું હતું. કોઈ ઠેકાણે જાણે પલ્લવિત હોય, કોઈ ઠેકાણે જાણે બખ્તરવાળું હોય, કોઈ ઠેકાણે જાણે રોમાંચિત થયું હોય અને કોઈ ઠેકાણે જાણે કિરણોથી લિપ્ત હોય તેવું તે જણાતું હતું. ગોરૂચંદનના રસમય તિલકોથી તેને લાંછિત કરેલું હતું. તેના ચણતરના સાંધે સાંધા એવા મેળવ્યા હતા કે જાણે તે એક પાષાણથી બનાવેલું હોય તેવું જણાતું હતું. તે ચેત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી. તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરુ પર્વતની જેવું તે શોભતું હતું. તેના દ્વારની બંને તરફ ચંદન રસથી લીંપેલા બે કુંભો મૂકેલા હતા, તેથી દ્વારસ્થળમાં નિષ્પન્ન થયેલાં બે પંડરીક કમળથી — 59 - Trishashti Shalaka Purush
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy