SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth તેમ ભરતરાજા શોકથી પીડિત થયા અને વૃક્ષ જેમ જળબિંદુને મૂકે તેમ ઘણા શોકરૂપી અગ્નિથી પીડિત થયેલા તેઓ અશ્રુજળ છોડવા લાગ્યા. પછી દુર્વાર દુઃખથી પીડિત થયેલા તેઓ અંતઃપુર પરિવાર સહિત પાદચારીપણે અષ્ટાપદ તરફ ચાલ્યા. રસ્તે કઠોર કાંકરાને પણ તેમણે ગણ્યા નહીં, કારણ કે હર્ષની જેમ શોકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી દબાયેલા તેમનાં ચરણમાંથી રુધિરની ધારા થવા લાગી, તેથી જાણે અળતાના ચિહ્નવાળી હોય તેવી તેના ચરણનાં પગલાંની પદ્ધતિ પડતી ગઈ. પર્વત ઉપર ચડવામાં એક ક્ષણ વાર પણ ગતિમાં વિદન ન થાઓ એમ ધારી તેઓ સામા આવેલા લોકોને પણ ગણતા નહોતા. તેના માથા ઉપર છત હતું તો પણ તે ઘણા તપ્ત થઈને ચાલતા હતાં, કારણ કે મનનો તાપ અવૃતવૃષ્ટિથી પણ શાંત થતો નથી. શોકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથનો ટેકો આપનારા સેવકોને પણ માર્ગમાં આડા આવેલાં વૃક્ષોની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતી નાવ જેમ તીરનાં વૃક્ષોને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારોને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉત્સુક એવા તે પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાહ પણ જોતા નહોતા. વેગે ચાલવાથી ઊછળી ઊછળીને છાતી ઉપર અથડાવાને લીધે તૂટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા નહોતા. પ્રભુના ધ્યાનમાં તેનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાલકોને ફરી ફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદાર પાસે બોલાવતા હતા. ધ્યાનમાં રહેલા યોગીની જેમ તે રાજા બીજું કાંઈ જોતા નહોતા અને કોઈનું વચન સાંભળતા નહોતા, ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગ વડે માર્ગને જાણે ટૂંકો નાનો કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણ વારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને જાણનારા ચક્રી અષ્ટાપદ ઉપર ચડ્યા. શોક હર્ષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચક્રવર્તી ઉપાસના કરવા લાગ્યા. પ્રભનો આવો પ્રભાવ વર્તતા છતાં ઇન્દ્રો ઉપર કેમ બેસી રહ્યા છે !' એમ જાણ્યું હોય તેમ તે સમયે ઈન્દ્રનાં આસનો ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણી ચોસઠ ઈન્દ્રો તે વખતે પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે ઓળખી લીધા હોય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. આ અવસર્પિણીના ત્રીજા આરાના નવાણું પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘમાસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાન્ત, અભિજિતનક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાદર કાયયોગમાં રહી બાદર મનયોગ અને બાદર વચનયોગને સંધી દીધા. પછી સૂક્ષ્મ કાયયોગનો આશ્રય કરી બાદર કાયયોગ, સૂક્ષ્મ મનયોગ તથા સૂક્ષ્મ વચનયોગને સંધ્યા. છેવટે સૂક્ષ્મ કાયયોગનો પણ અસ્ત કરીને સૂક્ષ્મક્રિય નામના શુક્લધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામનો શુક્લધ્યાનનો ચોથો પાયો, જેનો પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલો જ માત્ર કાળ છે તેનો આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુઃખથી રહિત, અષ્ટકર્મ ક્ષીણ કરી સર્વ અર્થને નિષ્ઠિત (સિદ્ધ) કરનાર, અનંત વીર્ય, અનંતસુખ અને અનંત ઋદ્ધિવંત-પ્રભુ બંધના અભાવથી એરંડફળના બીજની જેમ ઉર્ધ્વ ગતિવાળા થઈને, સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકાગ્રને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણોને પણ અનશનવ્રત લઈ ક્ષપક શ્રેણીમાં આફ્ટ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન વચન કાયાના યોગને સર્વ પ્રકારે સંધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમ પદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે, સુખના લેશને પણ નહીં જોનારા નારકીઓનો પણ ક્ષણ વાર દુઃખાગ્નિ શાંત થયો. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવર્તી વજથી પર્વતની જેમ તત્કાળ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડ્યા. ભગવંતના વિરહનું મોટું દુઃખ આવી પડ્યું, પરંતુ તે સમયે દુઃખ શિથિલ થવામાં કારણરૂપ રુદનને કોઈ જાણતું નહોતું, તેથી ચક્રીને એ જણાવવા માટે તથા તેને હૃદયનો ખુલાસો - 55 રેa Trishashti Shalaka Purush
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy