SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth પરિવાર આશ્લિષ્ટ થતો નહોતો; જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈચ્છતી હોય તેમ જ સ્તુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી; ચોતરફ દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જોકે તેઓ સંજ્ઞા રહિત છે, તો પણ જાણે તેમને નમસ્કાર કરતા હોય તેવા જણાતા હતા. પંખાના વાયરાની જેમ મૃદુ, શીતળ અને અનુકૂળ પવન તેમની નિરંતર સેવા કરતો હતો; સ્વામીથી પ્રતિકૂળ (વામ) વરતનારાનું શુભ થાય નહીં એમ જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઊતરી તેમની પ્રદક્ષિણા કરી જમણી બાજુએ અતિક્રમણ કરતાં હતાં; ચપળ તરંગોથી જેમ સાગર શોભે તેમ જઘન્ય કોટી સંખ્યાવાળા અને વારંવાર ગમનાગમન કરતા સુરઅસુરોથી તેઓ શોભતા હતા; ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યો હોય તેવા આકાશમાં રહેલા છત્રથી તેઓ શોભતા હતા; અને જાણે ચંદ્રના જુદા કરેલા સર્વસ્વ કિરણોના કોશ હોય તેવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરો તેમની ઉપર ઢોળાતા હતા; નક્ષત્ર ગણોથી ચંદ્રમાની જેમ તપથી પ્રદીપ્ત થયેલા અને સૌમ્ય એવા લાખો ઉત્તમ શ્રમણોથી તેઓ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સાગરમાં અને દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રફુલ્લિત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને દરેક શહેરમાં ભવ્યજનોને પ્રતિબોધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન્ ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. અત્યંત શ્વેતપણાને લીધે જાણે શરદઋતુના વાદળાનો એક ઠેકાણે કલ્પલો ઢગલો હોય, ઠરી ગયેલા ક્ષીર સમુદ્રનો લાવી મૂકેલ વેલાકૂટ હોય અથવા પ્રભુના જન્માભિષેક વખતે ઈન્દ્ર વૈક્રિય કરેલા ચાર વૃષભના રૂપ માંહેનો ઊંચાં શૃંગવાળો એક વૃષભ હોય એવો તે ગિરિ જણાતો હતો. નંદીશ્વરદ્વીપ માંહેની પુષ્કરિણી (વાવડી)માં રહેલા દધિમુખ પર્વતોમાંથી આવેલો જાણે એક પર્વત હોય, જંબૂદ્વીપરૂપી કમલનો જાણે એક બિસખંડ (નાળ) હોય અને પૃથ્વીનો જાણે શ્વેત રવમય ઊંચો મુગટ હોય તેવો તે પર્વત શોભતો હતો. નિર્મળ તથા પ્રકાશવાળો હોવાથી દેવગણો તેને હંમેશાં જળથી સ્નાન કરાવતા હોય અને વસ્ત્રોથી જાણે લૂંછતા હોય તેવો તે જણાતો હતો. વાયુએ ઉડાડેલા કમલના રેણુઓ વડે તેના નિર્મળ સ્ફટિક મણિના તટને સ્ત્રીઓ નદીના જળ જેવો દેખાતી હતી. તેનાં શિખરોના અગ્રભાગમાં વિશ્રામ લેવાને બેઠેલી વિદ્યાધરોની સ્ત્રીઓને તે વૈતાઢય અને શુદ્ર હિમાલયનું સ્મરણ કરાવતો હતો. સ્વર્ગ ભૂમિનું જાણે અંતરીક્ષ દર્પણ હોય, દિશાઓનું જાણે અતુલ્ય હાસ્ય હોય અને ગ્રહ-નક્ષત્રોને નિર્માણ કરવાની મૃત્તિકાનું અક્ષય સ્થળ હોય એવો તે જણાતો હતો. તેના શિખરોના મધ્ય ભાગમાં ક્રીડાથી શ્રાંત થયેલાં મૃગો બેઠેલાં હતાં, તેથી તે અનેક મૃગલાંછન (ચંદ્ર)ના વિભ્રમને બતાવતો હતો. નિઝરણાની પંક્તિઓથી જાણે નિર્મળ અર્ધવસ્ત્રને છોડી દેતો હોય અને સૂર્યકાંત મણિઓના પ્રસરતા કિરણોથી જાણે ઊંચી પતાકાવાળો હોય તેવો તે શોભતો હતો. તેના ઊંચાં શિખરના અગ્રભાગમાં સૂર્ય સંક્રમ થતો, તેથી તે સિદ્ધ લોકોની મુગ્ધ સ્ત્રીઓને ઉદયાચલનો ભ્રમ આપતો હતો. જાણે મયૂરપત્રથી રચેલાં મોટાં છત્રો હોય તેવાં અતિ આÁપત્રવાળાં વૃક્ષોથી તેમાં નિરંતર છાયા થઈ રહી હતી. ખેચરોની સ્ત્રીઓ કૌતુકથી મૃગના બચ્ચાંઓનું લાલનપાલન કરતી, તેથી હરણીઓના ઝરતા દૂધ વડે તેનું સર્વ લતાવન સિંચાતું હતું. કદલી પત્રના અર્ધા વસ્ત્રવાળી શબરીઓના નૃત્યને જોવાને માટે ત્યાં નગરની સ્ત્રીઓ નેત્રોની શ્રેણી કરીને રહેતી હતી. રતિથી શ્રાંત થયેલી સર્પિણીઓ ત્યાં વનનો મંદ મંદ પવન પીતી હતી; તેના લતાવનને પવનરૂપી નટે ક્રીડાથી નચાવ્યું હતું, કિન્નરોથી સ્ત્રીઓ રતિના આરંભથી તેની ગુફાઓને મંદિરરૂપ કરતી હતી, અને અપસરાઓના સ્નાન કરવાના ધસારાથી તેના સરોવરનું જળ તરંગિત થયેલું હતું. કોઈ ઠેકાણે સોગઠાબાજી રમતા, કોઈ ઠેકાણે પાનગોષ્ઠી કરતા અને કોઈ ઠેકાણે પણિત (પણ) બાંધતા યક્ષોથી તેના મધ્ય ભાગમાં કોલાહલ થઈ રહ્યો હતો. તે પર્વત ઉપર કોઈ ઠેકાણે કિન્નરોની સ્ત્રીઓ, કોઈ ઠેકાણે ભિલ લોકોની સ્ત્રીઓ અને કોઈ ઠેકાણે વિદ્યાધરની સ્ત્રીઓ, ક્રિીડાનાં ગીત ગાતી હતી. ૩ અહીં સુધીના સર્વે અતિશય દેવકૃત છે. - 49 – - Trishashti Shalaka Purush
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy