SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth ભાગીરથીકુમાર રાજાની આજ્ઞા સ્વીકારીને દંડરત્ન લઈ અષ્ટાપદ પાસે ગયો ત્યાં અઠ્ઠમભક્તની તપશ્ચર્યા કરીને દર્ભના સંથારા ઉપર રહીને જ્વલનપ્રભ નાગનું ધ્યાન ધરતો તે બેઠો. પછી અઠ્ઠમભક્ત સમાપ્ત થતાં તે જ્વલનપ્રભ નાગ ભાગીરથિ પાસે આવ્યો. પછી ભાગીરથિએ અર્થ, બલિ, ગંધ, માલ્ય અને ધૂપ વડે તેનો સત્કાર કર્યો, એટલે તે બોલ્યા, “તારું શું કાર્ય કરું ?” કુમારે કહ્યું, “તમારી કૃપાથી દંડરત્ન ગ્રહણ કરીને મહાનદી ગંગાને એક માર્ગે સમુદ્રગામિની કરીશ.” એટલે નાગે કહ્યું, “જા, જલદી તેમ કર. ભારતમાં જે નાગો છે તે સર્વે મારા વશવર્તી છે.” પછી ભાગીરથિકમાર રથ ઉપર બેસીને દંડરત્ન વડે ગંગાનદીને. હસ્તિનાપુરને સ્પર્શ કરે તેમ કુરુજનપદનાં મધ્યમાં થઈને અને કોસલા જનપદની દક્ષિણમાં થઈને, ખેંચી જવા લાગ્યો. પશ્ચિમમાં જ્યાં નાગોનાં ભવનને (નદીના પ્રવાહથી) ઇજા આવતી હતી ત્યાં તે બલિ આપતો હતો. તે સમયથી નાગબલિ શરૂ થયો. પ્રયાગની ઉત્તરે થઈ, કાશીની દક્ષિણે થઈ, કોઈક સ્થળે વિધ્યમાં થઈ, મગધ જનપદની ઉત્તરે અને અંગ જનપદની દક્ષિણે થઈ, હજારો નદીઓ વડે વૃદ્ધિ પામતી ગંગાને તેણે સાગરમાં ઉતારી. ત્યાં ગંગાસાગર નામનું તીર્થ થયું. જનુએ તેને પૂર્વે ખેંચી હતી, તેથી તે નદી જાહ્નવી હેવાય છે. પછી ભાગીરથિએ ખેંચી તેથી ભાગીરથી કહેવાય છે. ગંગા મહાનદીને સાગરમાં ઉતારીને ભાગીરથિ સાકેત નગર ગયો, અને સગર ચક્રવર્તીને કહ્યું કે, “મેં ગંગાને સાગરમાં ઉતારી છે.” ગાથા ततो अव्वत्तगं पुत्तं, भागीरहि भरहसामियं ठविय । पव्वज्जमब्भुवगतो अजियजिणिंदस्स पासम्मि ।। (અર્થાત્ પછી નાના પુત્ર ભાગીરથિને ભરતના સ્વામી તરીકે સ્થાપિત કરીને સગરે શ્રી અજિતનાથ જિનેશ્વર પાસે દીક્ષા લીધી) સગર રાજાના પુત્રોએ ભેદી નાખ્યું હતું, તેથી તે ભવન (અમારું ભવન) “સાગરભિન્ન” (સગરના પુત્રો વડે ભેદાયેલું) કહેવાય છે. ત્યાં હું જ્વલનપ્રભ નાગની ભાર્યા તરીકે ઉત્પન્ન થઈ. મારો પુત્ર આ એણીપુત્ર રાજા ઉદ્યાનમાં મારું આયતન કરાવીને, ત્યાં મારી મૂર્તિ સ્થાપિત કરીને દરરોજ ગંધ, માલ્ય અને ધૂપ વડે પૂજા કરે છે. હું પણ પૂર્વગ્નેહથી સાન્નિધ્ય કરતી તેને ઈચ્છિત ભોગો આપું છું. પછી પુત્રીની ઈચ્છાવાળો તે કોઈ એક વાર અઠ્ઠમભક્તથી મને આરાધીને કહેવા લાગ્યો, “મને પુત્રી આપ.” સંભ્રાન્ત થયેલી હું ‘તેને પુત્રી કેવી રીતે થાય ?' એનો વિચાર કરવા લાગી. એ સમયે નાગરાજ ધરણ અષ્ટાપદ પર્વત ઉપર જતો હતો. અમે પણ ત્યાં ગયાં અને ધર્માચાર્યો-શાન્ત અને પ્રશાન્ત નામે અણગારો જેઓ અવધિજ્ઞાની હતા તેમને વિનય પૂર્વક વંદન કર્યા અને ત્યાં અમે સંશયો પૂછવા લાગ્યાં. હવે નાગરાજ ધરણે તે ભગવંતોને પૂછયું, “હું સુલભ બોધિવાળો છું કે દુર્લભ બોધિવાળો? અહીંથી ઉદ્વર્તિત થઈને હું કયાં પેદા થઈશ ?” એટલે તેઓએ નાગરાજ ધરણને કહ્યું, “તું આ ઇન્દ્રપણાથી ઉદ્વર્તિત થઈને ઐરવત વર્ષમાં અવસર્પિણીમાં ચોવીસમો તીર્થંકર થઈશ. અલ્લા, અક્કા, સતેરા, સૌત્રામણિ, ઈન્દ્રા અને ઘનવિદ્યુતા એ તારી જે છ અગ્રમહિષીઓ છે તેમાંની અલ્લા સિવાય બાકીની પાંચ તારા ગણધર થશે. તેઓ પૈકી એક દેવી અલ્લા આજથી સાતમે દિવસે ઉદ્વર્તિત થઈને આ ભારતવર્ષમાં એણીપુત્ર રાજાની પુત્રી થશે. અર્ધભરતના સ્વામી (કષ્ણ)ના પિતા સાથે ભોગો ભોગવીને, સંયમ સ્વીકારીને તે સિદ્ધિમાં જશે.' એ સાંભળીને સન્તુષ્ટ થયેલો નાગરાજ ધરણ દેવીઓની સાથે જે પ્રમાણે આવ્યો હતો તે પ્રમાણે પાછો ગયો. - 25 – -Vasudev Hindi
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy