SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના વંશના સુપુત્રો છો તેથી અમે ક્રોધનો ઉદય દબાવી દઈ કાંઈ કરી શકતા નથી. હવેથી આવું કામ કરતા નહિ, કારણ કે તમારા આ પ્રયત્નથી અમારા રત્નનાં ભવનો રજરેણુથી મેલાં થઈ ગયાં છે. તે પછી નાગદેવો પોતાના સ્થાનમાં ગયા. ત્યાર પછી ભવિતવ્યતા બળવાન હોવાથી અને અષ્ટાપદ જેવા મહાતીર્થની આશાતના દૂર કરવા માટે રક્ષણ અતિઆવશ્યકતા ભરેલું લાગવાથી એક જુદો વિચાર કરે છે. એકલી ખાઈથી બરાબર રક્ષણ ન થાય માટે ગંગાનદીનાં પાણીથી એ ખાઈ આપણે ભરી દઈએ કે જેથી ઘણા કાળપર્યંત તીર્થરક્ષા થાય. આમ ચિંતવી દંડરત્નના બળથી ગંગા નદીનું પાણી આકર્ષી ખાઈ ભરાવી. ત્યારબાદ પાણીનાં મોટાં પૂરો નાગનિકાયને મલીન કરવા લાગ્યાં. તેથી નાગલોકનો ક્રોધ પાછો ફરી વિકરાળરૂપે પ્રગટ થયો. આથી સાઠ હજાર કુમારોને બાળીને ભસ્મ કર્યા. પરંતુ તીર્થના રક્ષણનો ભાવ હોવાથી અને સમુદાય કર્મના ઉદયને ભોગવીને બધા સાઠે હજાર કુમારો બારમે દેવલોકે ગયા. શ્રી દીપવિજયજી મહારાજ જણાવે છે કે જુઓ જુઓ ! શ્રી અષ્ટાપદતીર્થનું સામ્રાજ્ય તથા સાઠ હજાર કુમારોની તીર્થભક્તિ ! ॥૧ થી ૮।। ॥ મંત્રઃ પૂર્વવત્ જાણવો. ॥ શ્લોક ॥ કટુકકર્મ વિપાકવિનાશનં, સરસપકવફલકૃતઢોકનમ્ ॥ વિહિતવૃક્ષફલસ્ય વિભોઃ પુરઃ, કુરુત સિદ્ધિફલાય મહાજનાઃ ॥૧॥ અર્થ હે મહાન્ જનો ! (પૂજાના રસિક જીવો) કટુક કર્મના વિપાકને નાશ કરનાર, સરસ પકવ ફલથી કરાયેલું એવું વૃક્ષના ફલનું ભેટણું વિધિસર પ્રભુની આગળ મુક્તિના ફળને અર્થે ધરો ॥૧॥ = ॥ અષ્ટમ નૈવેદ્ય પૂજા પ્રારંભ ॥ (દોહા) નૈવેદ્ય પૂજા આઠમી, ભાતિ શત પકવાન્ન ।। થાળ ભરી જિન આગળે, વિયે ચતુર સુજાણ ॥૧॥ - અર્થ સહિત થાળ ભરીને જિનેશ્વર ભગવાનની આગળ સ્થાપન કરો ॥૧॥ Shri Ashtapad Maha Tirth હે ચતુર સુજાણ ! (પૂજારસિક જીવો !) આઠમી નૈવેદ્ય પૂજામાં હજારો જાતિનાં પકવાન્ન ॥ ઢાળ આઠમી ॥ (શ્રાવણ વરસે રે સ્વામી. મેલી ન જાઓ રે અંતરજામી-એ દેશી) ભરતેશ્વરને ૨ે વારે, અષ્ટાપદ થયું તે વારે ॥ ચક્રી સગરથી રે ખાઈ, અષ્ટાપદ ગિરિરાજ વડાઈ ॥૧॥ વંદો તીરથ ૨ે વારુ, ચોવીશ જિન પડિમા જગતારુ ॥ વંદો તીરથ૦ ॥ પંચમ આરો અંત પ્રમાણો ॥ બાવીસ જિનપતિ ગુણરત્નાકર ॥ ॥ વંદો∞ ॥ ચોવીશ૦ ॥૨॥ અજિત જિનેશ્વરથી રે જાણો, પચાસ લાખ ક્રોડ રે સાગર, અડધો આરો ગુણ રત્નાકર .. 353 - Ashtapad Tirth Poojal
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy