SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth માલતી મરૂઓ મોગરો, કેતકી જાઈ ફૂલ ॥ જિનવરહિત જતના કરી, પૂજો ભાવ અમૂલ ॥ ૨ ॥ અર્થ હે ભવિજીવો ગુણના હેતુને માટે આ ભવ અને પર ભવનાં સુખ પ્રાપ્ત કરાવનારી અને મુક્તિવધૂનાં સંકેતરૂપ ત્રીજી પુષ્પપૂજા કરો. ॥ ૧ ॥ માલતી, વળી, મરૂઓ તથા મોગરો, કેતકી જાઈ વગેરેનાં ફૂલ યતનાપૂર્વક પ્રભુનાં અંગ ઉપર ચઢાવીને અમૂલ્ય એવો ભાવ હૃદયમાં પ્રભુની પુષ્પપૂજાથી લાવો ॥ ૨ ॥ ॥ ઢાળ ॥ (વેણ મ વાજ્યો રે, વિઠ્ઠલ વારૂ તમને—એ દેશી) ઈંદ્રે કીધી કરણી ॥ પ્રભુની રાજનીતિ હવે વર્ણવું, કોસ અડતાલીસ ફરતો મંડપ, જેમ દોય રાણી પરણી ॥ ૧ ॥ અવસર પામી રે પ્રથમ જિણંદનો, જીત ઉત્સર્પિણીમાં રે કુલગરની એ રીત ॥ એ આંકણી ॥ સિંહાસન ઉપર પ્રભુ થાપે, જળઓધે નવરાવે ॥ ચમર છત્રને રાજચિહ્ન વળી, અલંકાર પહિરાવે ॥ અ૦ રા યુગલ સહુ જળ લેઈ આવે, ઠામ નહિ અભિષેક ॥ જમણે અંગૂઠે જળ સિંચે, મન આણી સુવિવેક ॥ અ૦ ॥૩॥ જુગલ સહુનો વિનય જાણી, વિનીતા નયરીવાસી ॥ નયરી અયોધ્યા એહિ જ વિનીતા, મંદિર જાળ ઉજાસી ॥ ૨૦ ॥૪॥ એકસો પચવીશ યોજન માને, દક્ષિણ દરવાજેથી ॥ એકસો પચવીશ યોજન માને, મધ્ય વૈતાઢય પર્વતથી ॥ અ૦ ॥૫॥ નયરી અયોધ્યા બેટુ મધ્ય ભાગે, બીજુ વિનીતા નામ ॥ જંબુદીવપન્નત્તિમાંહિ, કહે ગણધર ગુણગ્રામ 11 240 1111 તે વિનીતાનો રાજા થઈ, પંચ શિલ્પ પ્રગટાવે ॥ વીસ વીસ એક એકની પાછળ, એકસો શિલ્પ બતાવે ॥ અ૦ ॥શા પુરુષકળા બહોતર ને ચોસઠ, નારીકળા પ્રગટાવે ॥ લેખન ગણિત ક્રિયા અષ્ટાદશ, ઈમ સહુ નિત્ય બતાવે ॥ અ૦ ॥૮॥ નિજ નંદનને નામે મહોટા, મહોટા દેશ વસાવે ।। રાજનીતિ સેવા ચતુરંગી, આ રાજ ખંડ સોહાવે ॥ અ૦ ॥ કુમરપણે લખવીસ પૂર્વને, ત્રેસઠ લખ પૂર્વરાજ ॥ વરસ ત્રાસી લખ પૂરવ પ્રભુની, ગૃહવાસે જિનરાજ | અ૦ ૧૦ના ચૈત્ર વદી આઠમને દિવસે, લઈ સંયમ શુભ ધ્યાન ॥ ચાર હજાર મુનિવર સાથે, પુરિમતાલ ઉદ્યાન ॥ અ૦ ॥૧૧॥ નમો સિદ્ધાણં પદ ઉચ્ચરતાં, પ્રગટે ચોથું જ્ઞાન ॥ અવઠિય ભાવ અનંતા જિનના, ભૂત ભવિષ્ય વર્તમાન ॥ અ૦ ॥૧૨॥ % 340 Ashtapad Tirth Pooja
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy