SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth જેમ કમલિની ઉપર બેસે તેમ કપૂરની રજ જેવા સફેદ વસ્ત્રથી શોભતી તે એક શિબિકામાં આરૂઢ થઈ. હસ્તીઓ, ઘોડેસ્વારો, પાયદળ અને રથોથી પૃથ્વીને આચ્છાદિત કરતા મહારાજા મરૂદેવીની જેમ સુંદરીને પછવાડે ચાલ્યા. તેને બે પડખે ચામર ઢોળાતા હતા, મસ્તકે શ્વેત છત્ર શોભતું હતું અને ચારણ ભાટો તેના વ્રત સંબંધી ગાઢ સંશ્રયને વખાણતા હતા. ભોજાઈઓ તેના દીક્ષોત્સવનાં મંગળિક ગીતો ગાતી હતી અને ઉત્તમ સ્ત્રીઓ પગલે પગલે તેના ઉપરથી લૂણ ઉતારતી હતી. એવી રીતે સાથે ચાલનારા અનેક પૂર્ણ પાત્રોથી શોભતી તે પ્રભુના ચરણથી પવિત્ર થયેલા અષ્ટાપદપર્વત ઉપર આવી. ચંદ્રસહિત ઉદયાચળની જેમ પ્રભુએ અધિષ્ઠિત કરેલા તે ગિરિને જોઈ ભરત તથા સુંદરી ઘણો હર્ષ પામ્યાં. સ્વર્ગ અને મોક્ષમાં જવાની જાણે નિસરણી હોય તેવા તે વિશાળ શિલાવાળા પર્વત ઉપર તે બંને ચડ્યાં અને સંસારથી ભય પામેલા પ્રાણીઓને શરણ તુલ્ય, ચાર દ્વારવાળા અને સંક્ષિપ્ત કરેલી (જંબુદ્વીપની) જગતિ (કોટ) હોય તેવા સમવસરણ સમીપે આવ્યા. સમવસરણના ઉત્તર દ્વારના માર્ગથી તેમણે યથાવિધિએ પ્રવેશ કર્યો. પછી હર્ષ અને વિનય વડે પોતાના શરીરને ઉચ્છવાસિત તથા સંકોચિત કરતા તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, પંચાગે ભૂમિનો સ્પર્શ કરી નમસ્કાર કર્યો. તે સમયે જાણે રત્નભૂતળમાં સંક્રાત થયેલા પ્રભુના બિંબને જોવાને તેઓ ઇચ્છતા હોય તેમ જણાતું હતું. પછી ચક્રવર્તીએ ભક્તિથી પવિત્ર થયેલી વાણી વડે પ્રથમ ધર્મચક્રી (તીર્થંકર) ની સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! અછતા ગુણોને કહેનારા મનુષ્યો અન્ય જનોની સ્તુતિ કરી શકે છે, પણ હું તો તમારા છતા ગુણોને કહેવાને પણ અસમર્થ છું, તેથી આપની સ્તુતિ કેમ કરી શકું ? તથાપિ દરિદ્ર પુરુષ પણ જેમ લક્ષ્મીવંતને અલ્પ ભેટ કરે છે તેમ તે જગન્નાથ ! હું આપની સ્તુતિ કરીશ. હે પ્રભુ ! ચંદ્રના કિરણોથી શેફાલી જાતના વૃક્ષોનાં પુષ્પો ગળી જાય છે. તેમ તમારા ચરણકમળના દર્શન માત્રથી પ્રાણીઓના અન્ય જન્મનાં કરેલાં પાપો પણ ગળી જાય છે. તે સ્વામી ! જેની ચિકિત્સા ન થઈ શકે એવા મહામોહરૂપી સંનિપાતવાળા પ્રાણીઓને વિષે પણ અમૃત ઔષધિના રસ જેવી તમારી વાણી જયવંતી વર્તે છે. હે નાથ ! વર્ષાઋતુની વૃષ્ટિની જેમ ચક્રવર્તી અને રંકજન ઉપર સદશ ભાવવાળી તમારી દૃષ્ટિ પ્રીતિસંપત્તિના એક કારણરૂપ છે. હે સ્વામી ! દૂર કર્મરૂપી બરફની ગાંઠને ગાળી દેવામાં સૂર્યની જેવા આપ અમારી જેવાના પુણ્યથી જ પૃથ્વી પર વિચરો છો. હે પ્રભુ! શબ્દાનુશાસનમાં વ્યાપી રહેલા સંજ્ઞાસૂત્રની જેવી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમય તમે કહેલી ત્રિપદી જયવંતી વર્તે છે હે ભગવન્! જેઓ તમારી સ્તુતિ કરે છે તેઓને આ છેલ્લો ભવ થાય છે, તો જેઓ તમારી સેવા અને ધ્યાન કરે તેની તો વાત જ શી કરવી ?' આવી રીતે ભગવંતને સ્તવી નમસ્કારી ભરતેશ્વર ઈશાન ખૂણામાં યોગ્ય સ્થાને બેઠા. પછી સુંદરી, ભગવાન્ ઋષભદેવને વાંદી અંજલિ જોડી ગદ્ગદ્ અક્ષરવાળી ગિરાથી બોલી- “હે જગત્પતિ ! આટલા કાળ સુધી હું આપને મનથી જોતી હતી પણ આજે તો ઘણા પુણ્યથી અને ભાગ્યોદયથી આપના પ્રત્યક્ષ દર્શન થયાં છે. આ મૃગતૃષ્ણા જેવા મિથ્યા સુખવાળા સંસારરૂપી મરૂપ્રદેશમાં અમૃતના દ્રહ જેવા તમે લોકોને પુણ્યથી જ પ્રાપ્ત થયા છો. હે જગન્નાથ ! આપ મમતારહિત છો તો પણ જગત ઉપર તમે વાત્સલ્ય રાખો છો, નહીં તો આ વિષમ દુઃખના સમુદ્રથી તેનો કેમ ઉદ્ધાર કરો ! હે પ્રભુ! મારી બેન બ્રાહ્મી, મારા ભત્રીજાઓ અને તેમના પુત્રો એ સર્વ તમારા માર્ગને અનુસરીને કૃતાર્થ થયા છે, ભરતના આગ્રહથી મેં આટલો કાળ વ્રત ગ્રહણ ન કર્યું તેથી હું પોતે ઠગાઈ છું. હે વિશ્વતારક ! હવે મને દીનને તમે તારો; આખા ઘરમાં ઉદ્યોત કરનાર દીપક ઘડાને શું ઉદ્યોત નથી આપતો ? આપે છે જ, માટે તે વિશ્વનું રક્ષણ કરવામાં વત્સલ ! આપ પ્રસન્ન થાઓ અને સંસારસમુદ્રને તરવામાં વહાણ સમાન દીક્ષા મને આપો.' સુંદરીના એવાં વચન સાંભળી “હે મહાસત્ત્વ ! તને શાબાશ છે એમ કહી સામાયિક સૂત્રોચ્ચારપૂર્વક પ્રભુએ તેને દીક્ષા આપી, પછી તેને મહાવ્રતરૂપી વૃક્ષોના - 285 - - Sundari & 98 Brothers
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy