SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth યુગપ્રધાનોનું અસ્તિત્વ પણ આપણા નાનકડા આર્યપ્રદેશમાં નહિં, કિંતુ બૃહદ્ આર્યાવર્તમાં એ બન્ને અવશ્ય આવેલાં છે. તે આપણા ભારતવર્ષથી લાખો માઈલ દૂર આવેલો છે. આપણા આર્યપ્રદેશ કરતાં અનેકગણા મુનિ સમુદાયો, આચાર્ય ભગવંતો તથા અનેક દેશો - નગરોના શ્રી સંઘો વગેરે બૃહદ આર્યાવર્તમાં વીતરાગ ધર્મની આરાધના વડે આત્મહિત સાધી રહેલા છે. સંક્ષિપ્તમાં કહી શકાય કે, આપણું હાલનું દશ્ય જગત આખાયે ભરતક્ષેત્રના, દક્ષિણાર્ધ ભરતના મધ્ય ખંડના ૨૫ આર્ય દેશો પૈકી કોઈ એક દેશ (સંભવિત સુરાષ્ટ્ર)નો જ કોઈ એક આર્ય પ્રદેશ જ છે અને શ્રી સગર ચક્રવર્તી દ્વારા આકર્ષિત થયેલા લવણ સમુદ્રનાં પાણીના ધસારાના કારણે બનેલા નાના-મોટા પ્રદેશો યા તો હીપોમાં વહેંચાઈ જઈને દ્વીપસમૂહ બનેલો છે. આપણા આ દ્વીપસમૂહ સ્વરૂપી આર્યપ્રદેશમાં શ્રી ગૌતમ સ્વામીના તથા શ્રી સુધર્મ સ્વામીના સમયમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં થયેલા શ્રી કેશી ગણધરના શિષ્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ શ્રી જૈન સંસ્કૃતિનો પ્રચાર કરીને શ્રીમાળ (ભીનમાળ) બંદરના વન્શિક (વહાણવટા દ્વારા વેપાર કરનાર) ગૃહસ્થ કુટુંબોને પ્રતિબોધ આપીને શ્રીમાળી કુળના શ્રાવક કુળની સ્થાપનાની શરૂઆત કરી. તેઓશ્રીના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ આદિએ ત્યારબાદ ઓશિયા બંદરમાં શ્રી ઓશવાળ તથા પદમાવતમાં શ્રી પોરવાડ કુબેરની સ્થાપના કરીને, પ્રતિબોધ કરીને શ્રાવક બનાવ્યા. આ રીતે તેઓશ્રી તથા તેઓશ્રીની પરંપરામાં થયેલા આચાર્ય ભગવંતો તથા સાધુ મુનિરાજોએ આ ભૂમિ ઉપર વિચરીને અનેક ગ્રામ-નગરોમાં વસેલા ગૃહસ્થોને શ્રાવક બનાવીને ગામેગામ શ્રી શ્રાવકસંઘોની સ્થાપના કરી. હાલમાં, ભારતભરમાં તથા જગતના બીજા દેશોમાં વસી રહેલા તમામ જૈનો ઉપરોક્ત પ્રતિબોધિત થયેલા શ્રીમાળ, ઓશવાળ, પોરવાડ આદિ આ જૈન કુળોના પરિવારના જ વંશજો છે. અસલ મૂળ મગધ, કાશી, કોશલ આદિ દેશોના શ્રાવકસંઘોનો પરિવાર અહીં ઉપલબ્ધ નથી, પરંતુ કોઈ કોઈ વ્યક્તિ કદાચિત આ ભૂમિ પર આવી હોય પણ આવી હોય તો પણ તે બહુ ઓછા પ્રમાણમાં જ. બાકીના બધા શ્રી સંઘોના પરિવારો તો હાલમાં બૃહદ્ આર્યાવર્તમાં જ શ્રી જૈન ધર્મની આરાધના કરીને આત્મહિત સાધી રહ્યા છે. તેવી જ રીતે, શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના અનેક કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના સાધુ-મુનિ મહારાજાઓ તથા શ્રી આચાર્ય ભગવંતો પણ વિપુલ સંખ્યામાં એ બૃહદ આર્યાવર્તમાં જ વિચરીને આત્મસાધના કરી રહેલા છે. આપણા આ દ્વીપસમૂહ આર્યપ્રદેશમાં તો એક માત્ર શ્રી વજસેનસૂરીશ્વરજી (શ્રી વજસ્વામીના પટ્ટધર) આ ભૂમિ ઉપર પધારીને સોપારક પટ્ટણના શ્રી ઈશ્વર શ્રેષ્ઠી તથા તેમના જ પુત્રો શ્રી નાગૅદ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આદિને પ્રતિબોધિને શિષ્ય બનાવેલા છે અને તેમનાથી જ આ ભૂમિ ઉપર શ્રી મહાવીર પ્રભુની શિષ્યપરંપરા વિચરવા લાગી. આ રીતે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી સ્વયંપ્રભસ્વામી સૂરિની એક પરંપરા તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના શ્રી વજસેનસૂરિની પરંપરા એમ બે પરંપરા આ ભૂમિ પર વિસ્તાર પામેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પરંપરામાં થયેલ શ્રી ઉપકેશ ગચ્છ તથા શ્રી કોટ ગચ્છના મુનિરાજો તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુની તેરમી પાટે થયેલા શ્રી વજસ્વામીના પટ્ટધર શ્રી વજસેનસૂરિની પરંપરા (એટલે કે કોટિક ગણ, વઈરી શાખા)ના ચાર કુળ (શ્રી નાગૅદ્ર કુળ, શ્રી ચંદ્ર કુળ, શ્રી નિવૃત્તિ કુળ અને શ્રી વિદ્યાધર કુળ) માં વહેંચાયેલા સાધુ-મુનિરાજાઓની પરંપરાના સાધુ, મુનિરાજો હાલમાં વિચરી રહેલા છે. જ્યારે તે સિવાયના બીજા કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના આચાર્ય ભગવંતો સહિત – 129 - Where is Ashtapad?
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy