SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth ઉત્તર ભરતક્ષેત્રમાં કુલ ૧૬,૦૦૦ દેશો અને દક્ષિણ ભરતક્ષેત્રમાં પણ ૧૬,૦૦૦ દેશો આવેલા છે. તેમ જ દક્ષિણ ભરતાર્ધના મધ્ય ખંડમાં ૫,૩૨૦ તથા પૂર્વ ખંડ અને પશ્ચિમ ખંડમાં ૫૩૩૫/ ૫૩૩૬ દેશો છે. વળી, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ૫૩૨૦ દેશો પૈકી ૨૫॥ દેશો જ મધ્ય આર્ય દેશો છે, જ્યારે મધ્ય ખંડના ૫,૨૯૪ દેશો અને પાંચેય ખંડેના મળીને કુલે ૩૧,૯૭૪ દેશો તો તમામેતમામ અનાર્ય દેશો છે. સમગ્ર ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે ૫૩,૮૦,૬૮૧ યોજન, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે ૧૮ લાખ યોજન, અને દક્ષિણાર્ધ મધ્ય ખંડનું ક્ષેત્રફળ આશરે ૬ લાખ યોજન (આ બધું પ્રમાણાંગુલના માપનું છે.) અને દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં ૫,૩૨૦ આશરે ૬ લાખ યોજનમાં ક્ષેત્રફળમાં પથરાયેલા છે, જેથી દરેક દેશનું સરેરાશ ક્ષેત્રફળ આશરે ૧૨૫ યોજન લગભગ છે. (તેમાં કોઈ દેશો નાના અને કોઈ દેશો ઘણા મોટા હોઈ શકે છે.) આ સરેરાશ લક્ષમાં લેતાં આર્યાવર્તના ૨૫॥ આર્ય દેશો પણ આશરે ૧૨૫ યોજન ક્ષેત્રફળના ગણાય. પછી ભલે તેમાં કોઈ દેશ નાના હોય કે કોઈ દેશ ઘણા મોટા હોય. જો આપણો ભારતવર્ષ પ્રમાણાંગુલથી ગુણીએ, તો આશરે ૦॥ યોજન લાંબો અને ૦॥ યોજન પહોળો ગણાય (૧,૮૦૦ માઈલ ૩૬૦૦ માઈલ = ૦૫ યોજન) જ્યારે હાલમાં આપણને ઉપલબ્ધ ભૂમિ (એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમ જ આટલાંટિક, પ્રશાંત આદિ મહાસાગરો તથા દક્ષિણ ધ્રુવ ખંડ વગેરે શકય મુસાફરીવાળી તમામ ભૂમિ) આશરે ૨૦,૦૦૦ માઈલ લાંબી અને ૨૦,૦૦૦ માઈલ પહોળી છે. આ થયું શક્ય મુસાફરી દ્વારા ઉપલબ્ધ ભૂમિનું માપ જે પ્રમાણાંગુલથી ૨૦,૦૦૦ : ૩૬૦૦ = ૬ યોજન લાંબી અને ૬ યોજન પહોળી એટલે આશરે ૩૬ ચોરસ યોજન પ્રમાણાંગુલ માપથી થાય છે. આ રીતે, આપણી વર્તમાન દૃશ્ય જગતની સમગ્ર ભૂમિનું કુલ ક્ષેત્રફળ આશરે ૩૬ ચોરસ યોજનનું થાય છે, જ્યારે ઉપર જણાવેલા એક એક આર્ય દેશનું ક્ષેત્રફળ આશરે ૧૨૫ ચોરસ યોજન થાય છે. આ રીતે દશ્ય જગતનો સમગ્ર ભૂમિ વિસ્તાર એક દેશ કરતાં પણ ઘણો નાનો છે. અને તે પણ એક દેશના લગભગ ત્રીજા ભાગ જેટલો છે, અને તેથી આ ભૂમિને એક દેશ કહેવો તેના કરતાં પણ એક પ્રદેશ (દેશનો વિભાગ) કહેવો એ વધુ સંગત છે. હવે આ પ્રદેશ ભરત ક્ષેત્રમાં કયા ભાગમાં આવેલો છે, તે વિચારવું જરૂરી છે. આપણા આ પ્રદેશ (સમગ્ર દશ્ય જગત)ની ચારે બાજુ ખારાં પાણીના સમુદ્રો ફેલાયેલા છે. આ ખારું પાણી તે શ્રી સગર ચક્રવર્તીએ શ્રી સિદ્ધાચલ તીર્થની રક્ષા નિમિત્ત આકર્ષી લાવેલું લવણ સમુદ્રનું ખારું પાણી છે. વળી, આ ભૂમિમાં ૨૪ કલાક સૂર્યપ્રકાશનું પણ અસ્તિત્વ છે, જે દક્ષિણ ભારતના મધ્ય ખંડના છેક દક્ષિણ છેડે હોવાની ખાસ સંભાવના છે. આપણા દશ્ય જગતમાં ધર્મનું પણ અસ્તિત્વ છે. વળી, આપણા દશ્ય જગતમાં સુર્ય, ચંદ્ર, આદિનું પરિભ્રમણ, ચોવીશ કલાકના સૂર્યપ્રકાશનું અસ્તિત્વ, છ-છ માસના રાત્રિ -દિવસના કિરણો વગેરે વર્તમાન ભૂમિનું સ્વરૂપ ઢાળિયા ટેકરા સ્વરૂપ દર્શાવે છે. જે વર્તમાન ભૂમિનો પરિધ ૨૪,૦૦૦ માઈલનો અને વ્યાસ ૮,૦૦૦ માઈલનો હોવો જોઈએ. તેને બદલે ૧૨,૦૦૦ માઈલ વ્યાસ થાય છે (વિષુવવૃત્તથી ૬,૦૦૦ માઈલ ઉત્તર તરફ અને ૬,૦૦૦ માઈલ દક્ષિણ તરફ મુસાફરી શકય છે.) તેના ઉપરથી ભૂમિનું સ્વરૂપ ઢાળિયા-ટેકરાનું સિદ્ધ થાય છે. આ ભૂમિ પણ નાના મોટા દ્વીપોમાં વહેંચાઈ ગયેલી છે. જેમાં ભૂતકાળના ત્રણ (૧. યુરોપ a 127 a Where is Ashtapad?
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy