SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth કોઈ એવી ઉત્તમ નગરી હશે જે મૂળ અયોધ્યા નગરી હશે જે આજે નષ્ટ થઈ ગઈ છે. આ સંશોધનનો વિષય છે કે વર્તમાન કાળે પ્રાપ્ત કૈલાસ અષ્ટાપદની આસપાસ કોઈ વિશાળ નગરી હતી કે નહીં ? દક્ષિણ ભરતાર્ધ ક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલી અને જ્યાં પાંચ તીર્થંકરોનો જન્મ થયો છે એવી અયોધ્યા નગરીથી ઉત્તર દિશામાં બાર યોજન દૂર જેનું બીજું નામ કૈલાસ છે એવો અષ્ટાપદ નામનો શ્રેષ્ઠ પર્વત છે. તે આઠ યોજન ઊંચો છે અને શુદ્ધ સ્ફટિકની શીલાઓવાળો હોવાથી આ દુનિયામાં ધવલગિરિ એ નામથી તે પ્રસિદ્ધિને પામ્યો છે. આજકાલ પણ અયોધ્યાના સીમાડાનાં ઊંચાં ઝાડો ઉપર ચડીને ઊભા રહેવાથી સ્વચ્છ આકાશ હોય ત્યારે તેનાં સફેદ શિખરો દેખાય છે. વળી, તે મોટાં સરોવરો, ઘણાં વૃક્ષો, ઝરણાનાં પાણી અને અનેક જાતનાં પક્ષીઓથી યુક્ત છે. વાદળાંનો સમૂહ જેનાથી બહુ નજીકમાં થઈને ચાલે છે, ‘‘માનસ’” સરોવર જેની પાસે જ આવેલું છે અને અયોધ્યામાં રહેનાર લોકો જેની નજીકની ભૂમિમાં અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે તે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભદેવ ભગવાન તેમના બાહુબલી વગેરે નવાણું પુત્રો એમ ૧૦૮ એક જ સમયમાં માઘ વદી (ગુજરાતી પોષ વદી) તેરસને દિવસે મોક્ષે ગયા છે. તેઓનાં શરીરના અગ્નિસંસ્કાર માટે રચેલી ભગવાનની, ઈક્ષ્વાકુ વંશના મુનિઓની અને અન્ય મુનિરાજની એમ ત્રણ ચિતાઓને સ્થાને દેવોએ ત્રણ સ્તૂપો (શૂભો) બનાવ્યા અને ત્યાં ભરત ચક્રવર્તીએ “સિંહનિષદ્યા’’ નામનું ચાર દ્વારવાળું બહુ વિશાળ જિનમંદિર બંધાવ્યું (આ ઠેકાણે આ કલ્પમાં આ મંદિરની રચનાનું બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે) જેની અંદર ચોવીસ તીર્થંકરોની સ્વસ્વ વર્ણ, લાંછન અને માન-પ્રમાણની મૂર્તિઓ અને પોતાની તથા પોતાના નવાણું ભાઈઓના ૯૯ મળીને કુલ એકસો (મૂર્તિ સહિત) સ્તૂપો ભરતરાજાએ કરાવ્યા છે. લોકો તે તીર્થની આશાતના ન કરે એ હેતુથી ભરતરાજાએ લોઢાના યંત્રમય ચોકીદારો કરાવ્યા અને દંડરત્નથી તે અષ્ટાપદને કોટના કંદોરાની માફક એક યોજનનાં આઠ પગથિયાંવાળો કરી નાખ્યો ત્યારથી તેનું અષ્ટાપદ એવું નામ પડ્યું. કાળક્રમે સગર ચક્રવર્તીના જન્રુ વગેરે સાઠ હજાર પુત્રોએ આ તીર્થની રક્ષા કરવા માટે અષ્ટાપદની ચારે તરફ ચક્રવર્તીના દંડરત્ન વડે ઊંડી ખાઈ ખોદીને ગંગા નદીનો પ્રવાહ વાળી લાવીને તેમાં નાખ્યો. ગંગાના પ્રવાહથી આખી ખાઈ ભરાઈ ગઈ તેથી તે તીર્થ સાધારણ મનુષ્યોને માટે અગમ્ય-ન જઈ શકાય તેવું થયું. ફક્ત દેવો અને વિદ્યાધરોને માટે જ યાત્રાનું સ્થાન બની ગયું તે ખાઈને પાણીથી ભરી દીધા પછી ગંગાનો પ્રવાહ ચારે તરફ ફેલાઈ નજીકના દેશોને ડુબાડવા લાગ્યો. લોકોનું તે દુઃખ મટાડવા માટે સગર ચક્રવર્તીની આજ્ઞાથી તેના પૌત્ર ભાગીરથે દંડરત્નથી જમીન ખોદીને ગંગાના તે પ્રવાહને કુદેશમાં હસ્તિનાપુર તથા વિંધ્યાચળ અને કાશી દેશની દક્ષિણમાં થઈ કોશલદેશ (અયોધ્યા)ની પશ્ચિમથી પ્રયાગ (અહલાબાદ)ની તથા મગધદેશની ઉત્તરમાં થઈને વચ્ચે આવતી નદીઓને ભેળવી પૂર્વ સમુદ્રમાં મેળવી દીધો. ત્યારથી જે ઠેકાણે ગંગા નદી સમુદ્રને મળી છે તે સ્થાન ગંગાસાગર તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામ્યું અને ત્યારથી જટ્નના નામથી જાન્હવી તથા ભાગીરથના નામથી ભાગીરથી એવાં ગંગાનદીનાં નામો પડ્યાં. આ અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તી આદિ અનેક કરોડો મુનિરાજો મોક્ષે ગયા છે અને ભરત રાજાના અનેક વંશજો દીક્ષા લઈને અહીંથી મોક્ષે અથવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા છે. શ્રી મહાવીરસ્વામી ભગવાને પર્ષદામાં જાહેર કર્યું હતું કે માણસ પોતાની લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે તે એ જ ભવમાં મોક્ષે જાય, આ વાત સાંભળીને લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીએ (ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધરે) પોતાની લબ્ધિથી સૂર્યનાં કિરણોનો આશ્રય લઈ અષ્ટાપદ ઉપર ચડીને એ તીર્થની યાત્રા કર્યા પછી મંદિરની બહાર અશોક વૃક્ષની નીચે બેસીને ધર્મદેશના દેવા લાગ્યા. દેશના સાંભળતાં ઈન્દ્રની જેટલી ઋદ્ધિવાળા વૈશ્રમણ (કુબેર) નામના દિક્પાળ દેવના મનમાં ઉત્પન્ન થયેલ સંદેહને દૂર કરવા માટે $ 121. Ashtapad
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy