SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth * પાંચ કલ્યાણક : જૈન ધર્મગ્રંથોમાં તીર્થકરના જીવનકાળમાં બનતી પાંચ અત્યંત મહત્ત્વની અને પવિત્ર ગણાતી ઘટનાઓને “પંચ કલ્યાણક' તરીકે ઓળખવામાં આવે છે. તીર્થકરનો ગર્ભમાં પ્રવેશ અને એમની માતાને આવતાં ૧૪ સ્વપ્નો તે પ્રથમ ઘટના ગણાય છે, જે ચ્યવન કલ્યાણક કહેવાય છે. બીજો પ્રસંગ તે તીર્થકરના જન્મનો ભવ્ય રીતે ઊજવાતો જન્માભિષેક-જન્મ કલ્યાણકનો છે. તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિ ત્યજીને વિકટ તપસ્વી જીવનનો સ્વીકાર તે ત્રીજો પ્રસંગ દીક્ષા કલ્યાણક છે. ચોથો પ્રસંગ તે ઘણી તપશ્ચર્યા અને ધ્યાન-સાધના પછી તીર્થકરને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન કલ્યાણક છે. એમના જીવનનો પાંચમો અને છેલ્લો પ્રસંગ તે એમનો આત્મા કર્મમાંથી પૂર્ણ રીતે મુક્ત થઈ સિદ્ધપદને પામે છે તે નિર્વાણ કલ્યાણકનો છે. આ નિર્વાણભૂમિ પર તીર્થકર ભગવાનના જીવનની દયેયપ્રાપ્તિ થાય છે અને તેઓ ભવભ્રમણના ફેરામાંથી સદાકાળ મુક્તિ પામે છે. આ સ્થાન અતિપવિત્ર અને મહિમાવંતુ ગણાય છે. ૨૪ તીર્થકરો નીચેના શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્થળોએ નિર્વાણ પામ્યા છે अष्टापदे श्री आदि जिनवर, वीर पावापुरी वलं, वासुपूज्य चंपानयर सिद्ध्या, नेम रैवत गिरि वरूं; सम्मेत शिखरे वीस जिनवर, मुक्ति पहुंच्या मुनिवर्स, चउवीस जिनवर नित्य वंदूं, सयल संघ सुखकरूं. શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા, મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીમાં, વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં અને નેમિનાથ ભગવાન ગિરનારમાં નિર્વાણ પામી મોક્ષે ગયા. બાકીના વીસ તીર્થકરો સમેતશિખરમાં નિર્વાણ પામ્યા. સકલ સંઘને આંતરિક સુખ આપનાર આ ચોવીસે તીર્થકરોને હું પૂજ્યભાવે વંદન કરું છું.” જ અષ્ટાપદ : જૈન ધર્મગ્રંથો પ્રમાણે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી ભરતદેવે રત્નજડિત મહેલ સિંહનિષદ્યા પ્રાસાદનું નિર્માણ કર્યું હતું. આ મહેલ પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી આ પર્વત માટે “અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો. * પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ : ભગવાન ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારતવર્ષમાં ઈવાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં અંતિમકુલકર નાભિના પુત્ર રૂપે ઋષભદેવનો જન્મ થયો. દરેક તીર્થકરોની માતાઓ જે મહાસ્વપ્નો જુએ છે તેવા ૧૪ વિશિષ્ટ સ્વપ્નોનાં એમનાં માતા મરુદેવીને દર્શન થયાં. સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો, તેથી ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલા આ શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું. તત્કાલીન રિવાજ અનુસાર સુનંદા અને સુમંગલા સાથે એમનાં લગ્ન થયાં. અંતિમકુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપીને ઋષભદેવને રાજા બનાવ્યા અને આમ તેઓ પૃથ્વીના પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજા ઋષભે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયું જીવન ગાળતી માનવજાતિને પરિવાર આપ્યો, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, - 105 રે. Shri Ashtapad Maha Tirth
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy