SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth पउमावइ देवीसुअ ! सुमित्तहिमवंतपोम्मदहरूवो ! । मुणिसुव्वयतित्थेसो ! पणई अम्हाण तुम्ह सिया ।।२०।। સુમિત્ર રાજારૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્ર-હે મુનિસુવ્રત પ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. ૨૦ वप्पादेवीरोहण-गिरिरयण ! विजयनरिंदकुलदीव !। विस्सनमंसियपयकय ! नमिजिणवर ! देसु मत्तिसुहं ।।२१।। વપ્રાદેવીરૂપ વખાણની પૃથ્વીમાં વક્સમાન, વિજયરાજાના પુત્ર અને, જેમનાં ચરણકમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે એવા હે નમિપ્રભુ ! તમને નમસ્કાર કરું છું. ૨૧ अरिहा अरिट्ठनेमी, समुद्दभूवइ समुद्धरयणीसो । असिवाणि सिवासूण, हरेउ भवियाण नमिराणं ।।२२।। સમુદ્ર (વિજય)ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા હે મોક્ષગામી અરિષ્ટનેમિ ભગવંત! તમને હું નમસ્કાર કરું છું. ૨૨ पासजिणीसरदेवो, वामाणनंदणो पसंतगिरो । रायाऽससेणतणुओ, विग्घहरो होज्ज अम्हाणं ।।२३।। અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર-એવા હે પાર્શ્વનાથ ! તમને નમસ્કાર કરું છું. ૨૩ सिद्धत्थभूवतणओ, तिसलाहिययसररायहंससमो । चरमजिणेसो वीरो, अणंतमक्खयपयं देज्जा ॥२४।। સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસરૂપ અને સિદ્ધિ પ્રાપ્તિના અર્થને સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ ! તમને વંદન કરું છું. ૨૪ એવી રીતે પ્રત્યેક તીર્થકરને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત એ સિંહનિષદ્યા ચૈત્યની બહાર નીકળ્યા અને પ્રિય મિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઊતર્યા. પોતાનું મન તે પર્વતમાં મગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રનો છેડો ભરાયો હોય તેમ અયોધ્યાપતિ મંદ મંદ ગતિએ અયોધ્યા તરફ ચાલ્યા. શોકના પૂરની જેમ સૈન્યથી ઊડેલી રજ વડે દિશાઓને આકુળ કરતા-શોકાર્ત ચક્રી અયોધ્યાની સમીપે આવી પહોંચ્યા જાણે ચક્રીના સહોદર હોય તેમ તેમના દુઃખથી અત્યંત દુઃખી થયેલા નગરજનોએ સાગૃષ્ટિએ જોયેલા મહારાજાએ પોતાની વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પછી ભગવંતને સંભારી સંભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અશ્રુજળના બિંદુને વરસાવતા તેઓ પોતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્ય હરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનું જ ધ્યાન કર્યા કરે, તેમ પ્રભુરૂપી ઘન હરણ થયાથી તેમણે ઊભા રહેતા, ચાલતા, સૂતા અને જાગતા, બહાર ને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડ્યું. બીજા હેતુથી પણ પોતાની પાસે અષ્ટાપદ પર્વત તરફથી આવનારા પુરુષોને, તેઓ જાણે પૂર્વની પેઠે પ્રભુને માટે કાંઈ કહેવા આવ્યા હોય તેમ માનવા લાગ્યા. Trishashti Shalaka Purush - - 64 »
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy