SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક योग शखिम प्रास्ताविक શાસ્ત્રોમાં “સત્તર વર્ષાભિ' કહી મનુષ્યપણાની પ્રાપ્તિ દુર્લભ ગણાવી છે. દેવગતિ પ્રચુર સુખસામગ્રીવાળા હોવા છતાં તેને દુર્લભ ન ગણાવી પણ મનુષ્યગતિને દુર્લભ એટલા માટે ગણાવી કે આ ગતિ પરમેચ્ચસ્થાન–મોક્ષપ્રાપ્તિ માટે અનન્ય કારણરૂપ છે. જીવને આત્મવિકાસના સર્વ પગથાર-ગુણસ્થાનકેની પ્રાપ્તિ કરવી હોય તે આ ગતિમાં થઈ શકે છે. દેવ નારકમાં ચારગુણસ્થાનક અને તિય"ચમાં પાંચ ગુણસ્થાનથી આગળ વધી શકાતું નથી. વિવેક, તપ, ત્યાગ અને આત્મન્નતિનાં સર્વ સાધને અહીં જેટલાં સુલભ છે તેટલાં સાધને બીજી ગતિમાં નથી. દેવમાં પૌગલિક સુખનું ભલે પ્રાચુયું હોય પણ તપ, ત્યાગ, મૃતપાસના અને સંયમપ્રાપ્તિ નથી. નરકમાં ક્ષેત્રજન્ય અને બીજાં પરસ્પદારિત દુઃખે એટલાં બધાં છે કે ત્યાં કંઈ આમેન્નતિને અવકાશ નથી. તિર્યંચગતિ પરાધીન જીવન અને વિવેક વિનાની છે, જેથી ત્યાં પણ આત્મવિકાસનું ઓછું સ્થાન છે. માનવભવજ એક એ ભવ છે કે જ્યાં | બધી અનુકુળતા મળવાનો સંભવ છે. ક્ષેત્ર અને સંસ્કારને લઈ માનવભવમાં પણ આત્મવિકાસ માટે અનેક જાતની પ્રતિકુળતા હોય છે. અત્યંત ઉષ્ણુ પ્રદેશ જંગલ અને ખીણ પ્રદેશ, દરિયાકાંઠા અને ટાપુઓ, આ બધામાં તે તે ક્ષેત્રને અનુસરી ખેરાક, રહેણી કહેણી અને જીવનનું એવું ઘડતર હોય છે કે જ્યાં આત્મવિકાસને કોઈ વિચાર જ ન આવે. આવા આત્મવિકાસ શૂન્ય પ્રદેશને શાસે અનાર્ય પ્રદેશ કહ્યા છે. 6િ માનવભવની પ્રાપ્તિ એ જીવને દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ પૈકી એક છે. તેમજ જે પ્રદેશમાં ધર્મ અને નીતિના સંસ્કાર હોય, જે પ્રદેશનું વાતાવરણ આત્મવિકાસ માટે અનુકુળ હોય તે આર્ય દેશ. આ આર્યદેશની પ્રાપ્તિ એ પણ જીવનમાં દુર્લભ વસ્તુની પ્રાપ્તિ પૈકીમાં એક છે. આ ભારત આર્ય દેશ છે. આ દેશના જંગલ, પર્વત, ખીણ, ગામ કે શહેર જ્યાં નજર નાંખશે ત્યાં બધે કોઈ ને કોઈપણ રીતે ધર્મ અને નીતિના સંસ્કારને આવિર્ભાવ છે. પરમાત્માની ઉપાસના, પરભવનો ભય, માનવજીવનની અનિત્યતા રરરરર-જિનવિકટ li૮il
SR No.009699
Book TitleYoga Shastram
Original Sutra AuthorN/A
AuthorSubodhsuri, Ruchaksuri
PublisherDharmbhaktipremsubodh Granthamala Prakashan Samiti
Publication Year1972
Total Pages843
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size199 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy