SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ योग शाखम શાસ્ત્રવિશારદ શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને શ્રદ્ધાંજલિ. प्रास्ताविक IIધા જાવડશાહે તીર્થાધિરાજ શત્રુજ્યને ઉદ્ધાર કર્યો તે પ્રસિદ્ધ છે. આવા જાવડશા જેવા ધર્મધુરંધર દાનવીરથી મહુવા એ જે પ્રસિદ્ધિ મેળવી તે કરતાં પણ સવાઈ પ્રસિદ્ધિ જેના જન્મથી મળી તે શારઅવિશારદ આચાર્ય શ્રી વિધર્મસૂરિજી છે. આ મહુવામાં વિ. સં. ૧૯૨૪ વૈ. વ. ૫ ને સોમવારે પિતા રામચંદ્ર અને માતા કમળાદેવીને ત્યાં આ ચરિત્ર નાયક મહાપુરૂનો જન્મ થયે. આ બાળકનું નામ મૂળચંદ રાખવામાં આવ્યું. તેમને બે મોટા ભાઈ અને ચાર બહેન હતી: ઓગણીસ વર્ષની ઉંમરે મૂળચંદે વિ. સં. ૧૯૪૩ ના જેઠ વદી ૫ ને દિવસે ભાવનગરમાં પ. પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ભાગવતી પ્રત્રજ્યા સ્વીકારી, અહિં તેમનું નામ ધર્મવિજ્ય રાખવામાં આવ્યું. ગુરૂમહારાજની છત્ર છાયા માત્ર છ વર્ષ રહી. વિ. સં. ૧૯૪૯ના વૈ. સુ. ૭ ના રોજ ગુરુમહારાજ સમાધિપૂર્વક કાળધમ પામ્યા. પરંતુ આ છ વર્ષના ગાળામાં ગુરુમહારાજના આશીર્વાદ એવા ફળ્યા કે ગૃહસ્થપણામાં ખાસ કાંઈ પણ અભ્યાસ વિનાના આ મુનિશ્રી ધર્મવિજયજીએ સારસ્વત ચંદ્રીકા તેમજ પ્રાકૃત ભાષાના સુંદર અભ્યાસ સાથે આગને ઠીક ઠીક અભ્યાસ કરી લીધે. ગુરૂમહારાજના સ્વર્ગગમન બાદ તેમનું વિહાર ક્ષેત્ર એકદમ વિસ્તૃત બન્યું. કાઠીઆવાડમાંથી ગુજરાત અને ગુજરાતમાંથી માળવા રાજસ્થાન બંગાળ સુધી લંબાયું. ગુજરાતમાં માંડલના ચાતુર્માસમાં ૧૦ વિદ્યાર્થીઓની સંખ્યાથી ફરતી શ્રી યશોવિજયજી જેન પાઠશાળા સ્થાપી. સાથે વિહારમાં ભણાવતા આ વિદ્યાથીઓની પૂર્વભૂમિકાથી શરૂ કરેલ આ પાઠશાળા વિ. સં. ૧૯૬૩ માં બનારસમાં સ્થિર થઈ. વિદ્યાધામ નરGિરતિકૂળ Iકા
SR No.009699
Book TitleYoga Shastram
Original Sutra AuthorN/A
AuthorSubodhsuri, Ruchaksuri
PublisherDharmbhaktipremsubodh Granthamala Prakashan Samiti
Publication Year1972
Total Pages843
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size199 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy