SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજના શિષ્યરત્ન હાલારના હીરલા, પરમપૂજય, આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય, પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુવર્યશ્રીનયભદ્રવિજયજી મહારાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય, સરળસ્વભાવી, પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની અસ્વસ્થ રહેતી તબીયતમાં પણ અત્યંત શ્રમસાધ્ય કાર્ય કરીને અમારી સંસ્થાને પુસ્તકાકારે ભાગ ૧-૨માં દશ પરિશિષ્ટોથી સમૃદ્ધ એવો આ ગ્રંથ પ્રકાશિત કરવાનો જે લાભ આપ્યો તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમ ગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ. આ ધર્મસંગ્રહ ગ્રંથ ભાગ-૧ ના નવીનસંસ્કરણના પ્રકાશન માટે પરમપૂજય સુવિશાલગચ્છાધિપતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી પરમપૂજ્ય, હાલારદેશે સદ્ધર્મરક્ષક, આચાર્યભગવંત શ્રીમદ્વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, વદ્ધમાનતપોનિધિ ૧૦૦+૭૨મી વર્લ્ડમાનતપની ઓળીના આરાધક, પરમપૂજ્ય, ગણિવર્યશ્રીનયભદ્રવિજયજી મહારાજની શુભપ્રેરણાથી શ્રી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છજૈનસંઘ અંતર્ગત શ્રીનેમિનાથનગરના શ્રાવિકા બહેનોના ઉપાશ્રયમાં થયેલી જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ધર્મસંગ્રહગ્રંથ ભાગ-૧ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. તે બદલ અમારી સંસ્થા તેમનો આભાર માને છે. આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના પ્રકાશક શ્રીદેવચંદ લાલચંદ પુસ્તકોદ્ધારસંસ્થાનો તથા શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટનો તથા કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી મુદ્રિત પ્રતો અમને પ્રાપ્ત થઈ તેમનો, નવીનસંસ્કરણના પુસ્તકાકારે પ્રકાશન માટે અને આર્થિકસહયોગ માટે પ્રેરણા કરનાર શ્રીગણિવર્યશ્રીનો, આ કાર્યના અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાએ કાળજીપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સવાળા તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમ ધર્મસંગ્રહગ્રંથનું વાચન કરીને સૌ કોઈ ભવ્યાત્માઓ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ સદ્ધર્મનું આરાધન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અષ્ટકર્મનો ક્ષય કરીને મુક્તિસુખના ભાગી બનીએ એ જ શુભભાવના !! – ભદ્રંકર પ્રકાશન D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy