SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થપરિચય ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષાએ સ્યાદ્વાદનો દરીયો છે. સ્યાદ્વાદી એવા પરમપુજ્ય મહોપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજ સાહેબ એના કર્તા છે અને મહાસ્યાદ્વાદી એવા મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજસાહેબ એના સંશોધનકર્તા તથાટિપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મના પ્રત્યેક અંગોનો સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય - અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે. કઈ ભૂમિકાવાળા જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે, તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગો કેટલું મહત્વ ધરાવે છે, તેનું સ્પષ્ટ વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે. ગ્રંથકારશ્રીએ ગ્રંથમાં નવું કંઈ જ કહ્યું નથી. પૂર્વ મહર્ષિઓએ જે વાતો કહી છે, તેની તે જ કહી છે. તો પણ તેની સંકલના એવી સુંદર રીતે કરી આપી છે કે આ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથી ચારે અનુયોગનો સાર સમજાઈ જાય છે. ધર્મના ચારે અંગોદાન, શીલ, તપ અને ભાવ અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ સંબંધી આવશ્યક સઘળીય આ ગ્રંથમાં માહિતી મળી રહે છે. વધારે મહત્વની વાત તો એ છે કે આગમશેલી અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય તેને સમજવા માટે આ ગ્રંથ એક અન્ય ભોમિયાની ગરજ સારે છે. પં. શ્રી ભદ્રંકરવિજયગણી [[ધર્મસંગ્રહ ભાષાંતર ભા.રની ‘ભૂમિકા'માંથી સાભાર]
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy