SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યભદ્રકરસૂરિમહારાજ થયા તેમના દ્વારા થયેલું છે અને શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ તરફથી તે ભાષાંતરની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થયેલી છે. તથા ધર્મસંગ્રહ સારોદ્ધારરૂપે શ્રાવકજીવન અને શ્રમણજીવન એમ બે ભાગમાં પ.પૂ. આચાર્યકીર્તિયશસૂરિમહારાજ દ્વારા સંપાદિત થઈને સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલ છે. તે જ આ ગ્રંથની પરમોપયોગિતા સૂચવે છે. નવીનસંસ્કરણ અંગે– પ્રસ્તુત સ્વોપજ્ઞવૃત્તિ સહિત ધર્મસંગ્રહગ્રંથની અદ્યાવધિ પુસ્તકાકારે કોઈ પણ આવૃત્તિ પ્રકાશિત થયેલ ન હોવાથી પરમપૂજ્ય પરમારાથ્યપાદ રામચંદ્ર-ભદ્રકર-કુંદકુંદસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય વર્ધમાનતપોનિધિ ૧૦૦+૭૨મી ઓળીના આરાધક ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજી મહારાજસાહેબની શુભ પ્રેરણાથી ભાગ ૧-૨માં આ નવીનસંસ્કરણ તૈયાર કરીને ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત કરવામાં આવે છે. પ્રસ્તુત પ્રકાશનમાં ભાગ-૧માં પ્રથમ અધિકારમાં ગૃહસ્થનો સામાન્યધર્મ અને દ્વિતીય અધિકારમાં ગૃહસ્થનો વિશેષધર્મ બંને મળીને કુલ ૭૦ શ્લોકોનું વિવરણ કરવામાં આવેલ છે અને ભાગ૨માં તૃતીય અધિકારમાં સાપેક્ષયતિધર્મ અને ચતુર્થ અધિકારમાં નિરપેક્ષયતિધર્મ બંને મળીને કુલ ૭૧થી ૧૫૯ શ્લોકોનું વિવરણ કરવામાં આવેલ છે અને અંતે ૧થી ૨૧ શ્લોકોમાં ગ્રંથકારશ્રીની પ્રશસ્તિ આપવામાં આવેલ છે. પ્રસ્તુત નવીનસંસ્કરણમાં ૧૦ પરિશિષ્ટો તૈયાર કરેલ હોવાથી ગ્રંથ વિશેષ સમૃદ્ધ બનેલ છે. મૂળશ્લોક, શ્લોકોનો અકારાદિકમ, સંપૂર્ણ ગ્રંથમાં આવેલા અનેક ગ્રંથોના ઉદ્ધરણરૂપ સાક્ષીપાઠોનો વિસ્તૃત અકારાદિક્રમ, ગ્રંથમાં આવતાં ગ્રંથ અને ગ્રંથકારોના નામોનો અકારાદિક્રમ, વ્યાકરણ, ન્યાયવિમર્શ આદિ પરિશિષ્ટો તૈયાર કરેલ છે. તથા અમુક ઉદ્ધરણસ્થાનો શાસ્ત્ર સંદેશમાલા અકારાદિકમગ્રંથમાંથી પ્રાપ્ત થયા તે નવા ઉમેર્યા છે જ્યાં જ્યાં અશુદ્ધપાઠો જણાયા ત્યાં ત્યાં મૂળ ગ્રંથોમાંથી તે તે સ્થાન મેળવી શુદ્ધિકરણ પણ યથશક્ય કરેલ છે. અમે આ નવીનસંસ્કરણનું સંપાદન જિનશાસન આરાધના ટ્રસ્ટથી પ્રકાશિત પ્રતોના આધારે કરેલ હોવાથી ટિપ્પણીઓ તે પ્રતો મુજબ જ આ નવીન સંસ્કરણમાં આપેલ છે. હસ્તપ્રતોનો પરિચય વગેરે “કૃતિ અને કૃતિકાર' શીર્ષક હેઠળ લખાણમાં આપેલ હોવાથી જિજ્ઞાસુઓએ તેમાં જોઈ લેવો. પ્રસ્તુત પ્રકાશનમાં યથાશક્ય શુદ્ધિકરણ માટે ઘણી કાળજી રાખેલ છે. આમ છતાં મુદ્રણાદિદોષથી કે દૃષ્ટિદોષથી કે અનાભોગથી જે કોઈ ક્ષતિઓ રહી ગયેલ હોય તેનું મિચ્છા મિ દુક્કડ આપવા પૂર્વક વાચકવર્ગ તેનું પરિમાર્જન કરીને વાંચે એવી ખાસ ભાલમણ કરું છું. ઉપકારસ્મરણ આ ધર્મસંગ્રહ ગ્રંથ પુસ્તકાકારે ભાગ-૧૨ના નવીનસંસ્કરણના પ્રકાશનમાં હું તો માત્ર D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy