SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય જગતના સંસ્કારજીવનને ઉજાસ આપનાર જો કોઈ પ્રકાશ હોય તો તે જ્ઞાનપ્રકાશ છે. અસંખ્ય સૂર્યના કે દીવાબત્તીના પ્રકાશો કરતાંય જ્ઞાનપ્રકાશના એક કિરણનું મહત્ત્વ અતિ ઘણું વધી જાય છે. સૂર્યનો કે દીવાબત્તીનો પ્રકાશ રાત્રિના અંધારાને ભલે દૂર કરી શકે, પરંતુ આત્મામાં ભરેલા અજ્ઞાનઅંધારાને તો જ્ઞાનપ્રકાશ જ ઉલેચી શકે, કે જે વિના આદરેલી અનંતની-મોક્ષની મુસાફરી કોઈ પણ પ્રાણીથી પૂરી થઈ શકતી જ નથી. ધન્ય છે તે અનંતજ્ઞાની મહાપુરુષોને, કે જેઓશ્રી તીર્થકરો તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. તેઓશ્રીએ આ જગતનાં ભાવ દારિદ્રોને નિવારવા કાજે જ જ્ઞાનનાં અમૂલ્ય દાન કરેલાં છે. આ શ્રી “ધર્મસંગ્રહ' ગ્રંથ તેનો જ એક અંશ છે. ગંર્થકર્તા ઉપાધ્યાય શ્રીમાનવિજય ગણિવર આ ગ્રંથરત્નના રચયિતા છે. પૂજ્યપાદ તપાગચ્છીય, વિશ્વવિદ્યુત, અકબરબાદશાહ પ્રતિબોધક જગદ્ગુરુ શ્રીહરસૂરીશ્વરજી મહારાજસાહેબની પાટે બાદશાહ અકબરે આપેલ ‘સવાઇહીરલા'નું બિરૂદ ધારણ કરનારા પૂ. આચાર્ય શ્રીવિજયસેન ૧. સંપાદકીય આ લખાણમાં ધર્મસંગ્રહ ભાગ-૧ ભાષાંતરમાં આપેલ “ઉબોધન’માંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સં. ૧૭૩૧માં ત. વિજયાનંદસૂરિ-શાંતિવિજયશિ.માનવિજયે અમદાવાદમાં ત્યાંના એક પ્રસિદ્ધ આગેવાન શાંતિદાસ (પ્રસિદ્ધ ઓસવાળ ઝવેરી શાંતિદાસથી ભિન્ન)ની પ્રાર્થનાથી વૃત્તિ સહિત ત્રણ અધિકારમાં ધર્મસંગ્રહ નામનો મોટો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો તેમાં શ્રાવક અને સાધુધર્મ સંબંધી ઘણી બાબતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. [થોડો ભાગ ગૂ. ભા.સા.પ્ર. જૈનવિદ્યાપ્રસાકર વર્ગ] [આ. ભદ્રકરસૂરિ મ.ના સંપૂર્ણ ગુ.અનુ. સાથે બે ભાગમાં પ્ર. જૈન વિદ્યાશાળા] મૂળ આખો ગ્રંથ બે ભાગમાં પ્ર.કે.લા. નં. ૨૬ અને ૪૫ [જિ.આ..દ્વારા ત્રણ ભાગમાં સં. મુનિચંદ્રવિ.] આ ગ્રંથનું સંશોધન શ્રીયશોવિજય ઉપાધ્યાયે કર્યું ને તેનો પ્રથમદર્શ કાંતિવિજયગણિએ લખ્યો. ઉક્ત શાંતિદાસના પિતા શ્રીમાળી વણિક નામે મતિઓ હતા કે જેમણે હંમેશા ગૃહને દાનશાલા બનાવી તીર્થરાજ આદિની યાત્રા કરી સાતે ક્ષેત્રમાં વિત્ત વાપર્યું હતું અને આ શાંતિદાસ પોતે પણ ઉદાર હતા અને તેમણે ગુજરાતમાં પડેલા દુકાળમાં કોને અન્ન, વસ્ત્ર, ઔષધ આપી જગડુશા જેવી ખ્યાતિ મેળવી હતી, વળી સાધર્મિકોમાં બહુ દાન કરી છેવટે પુત્રને પોતાનાં ઘરને કારભાર સૌપી નિવૃત્ત થઈને સિદ્ધાંત શ્રવણાદિ ધર્મ કરવામાં પ્રવૃત્ત થયા હતાં, તે સમયે આ ગ્રંથ રચવાની પ્રાર્થના કરી હતી. [જૈ.સા.સ.ઈ.નવી આવૃત્તિ પેરા ૯૬૩ પૃ. ૪૩૧]
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy