SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १७ તેઓશ્રીની સાહિત્યરચના નીચે મુજબ . (૧) ગજસુકુમારરાસ, (૨) ન વિચારરાસ, સં. ૧૭૩૧, (૩) સિદ્ધચક્રસ્તવન, (૪) નવતત્ત્વપ્રકરણ વિવરણ, સં. ૧૭૩૫, (૫) સુમતિકુમતિસ્તવન, સં. ૧૭૨૮, (૬) ગુરુતત્ત્વપ્રકાશ (૭) ધર્મસંગ્રહ, સં. ૧૭૩૧, (૮) ચોવીશી, સં. ૧૭૨૫ આસપાસ. ગ્રંથ પરિચય ગ્રંથનું નામકરણ સૂચવે છે તેમ ધર્મ(ચરણ-કરણાનુયોગ)ને લગતી લગભગ સઘળી હકીકતોનો સંગ્રહ આ એક જ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. શૈલી : પ્રતિપાદ્ય વિષયનું નિરૂપણ કરતી મૂલ ગાથાઓ સૂત્રાત્મક શૈલીએ સંક્ષેપમાં છે. જ્યારે સ્વોપજ્ઞવૃત્તિમાં એ વિષયનું સર્વાગીણ વિવેચન કરવામાં આવ્યું છે. ભલે ગમે તેટલું લંબાણ થાય પરંતુ વિષયને સંપૂર્ણતયા આવરવાનો ગ્રંથકાર મહાપુરુષનો આશય સાકાર બન્યો છે. (ઉદાહરણરૂપે : ૬૨મી ગાથાનું વિવેચન ૮૬ પૃષ્ઠોમાં વિસ્તરેલું છે અને એ રીતે, પ્રથમ વિભાગની ૭૧ ગાથાઓનું વિવરણ આઠ હજારથી વધુ શ્લોક પ્રમાણ ટીકારૂપે આપણને મળે છે. પૂરા ગ્રંથનું પ્રમાણ ૧૪૬૦૨ શ્લોક જેટલું છે.) ગ્રંથકારનું વિપુલ જ્ઞાન પ્રતિપાદ્ય વિષયોનું વિવેચન કરતી વખતે પૂર્વાચાર્ય ભગવંતોના તે તે વિષયના અનેક ગ્રંથો ગ્રંથકારની નજર સામે છે. પોતાના નિરૂપણમાં સ્થળે સ્થળે તે તે ગ્રંથોની સાક્ષીઓ વિપુલ પ્રમાણમાં તેઓશ્રી ટાંકે છે. ઘણી વખત તો પ્રતિપાદ્ય વિષયનું વિવેચન પણ અન્ય ગ્રંથો કે ગ્રંથોની ટીકામાંથી લગભગ અક્ષરશઃ ગ્રંથકાર અવતરિત કરે છે. અને એટલે જ, યોગશાસ્ત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિવૃત્તિ અને ધર્મબિંદુવૃત્તિ વગેરે સાથે ધર્મસંગ્રહ ટીકાનું લખાણ પાનાઓનાં પાનાં સુધી અક્ષરશઃ એક સરખું જોવા મળે છે, ક્યારેક પચાસસાંઈઠ પાના જેટલું લખાણ નહિવત્ ફેરફાર સાથે સરખું હોય છે. આવા અનેક સ્થળોએ અમે ટિપ્પણમાં તે તે ગ્રંથના સમાન પાઠોની તુલના આપી છે. બીજું એકાદ ગ્રંથનો આધાર લઈ પ્રતિપાદ્ય વિષયનું વિવેચન કરી ગ્રંથકાર મહર્ષિ સંતોષ ધારણ કરતા નથી. પરંતુ ભિન્ન ભિન્ન અનેક ગ્રંથોમાં તે વિષય પર થયેલી ચર્ચાઓ, મતભેદો વગેરેનો પણ તેઓ ઉલ્લેખ આપતા રહે છે. આ સાથે, પોતાના સમયમાં ભિન્ન માન્યતા ધરાવનારાઓની સમાલોચના પણ ગ્રંથકારશ્રી અવસરે કરે જ છે અને અકાટ્ય પ્રમાણોથી એમના આચરણને શાસ્ત્રવિરુદ્ધ સાબિત પણ કરે છે. ગ્રંથની મહત્તા દે. લા. સંસ્કરણમાં એના સંપાદક પૂ. આ. શ્રી સાગરાનન્દસૂરિ મહારાજે (તે વખતે પંન્યાસપદ પર) ધર્મસંગ્રહની સંસ્કૃત પ્રસ્તાવનામાં લખ્યું છે. આજ સુધીમાં આ સંસ્થા (દ, લા. પુ. ફંડ) તથા અન્ય સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ થયેલા ગ્રંથોમાં આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy