SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય-નિર્દેશ મિ દર્શનને ન્યાયસિદ્ધાન્ત “સ્યાદ્વાદયા અનેકાન્તવાદ” એ એક એવી વિશાળ દષ્ટિ છે, જે વસ્તુનું ભિન્ન ભિન્ન દષ્ટિકોથીજુદી જુદી બાજુએથી અવલોકન કરે છે. આ વિસાલ અને વ્યાપક દષ્ટિના અવેલેકને એકદષ્ટિબદ્ધ વિચારો સંકુચિત (અધૂરા) પુરવાર થાય છે અને ભિન્નભિન્નદષ્ટિબિન્દુસંગત ભિન્નભિન્ન (વિરુદ્ધ દેખાતા વિચાર પણ માલામાં મૌક્તિકેની જેમ સમન્વિત બની જાય છે. અનેકાન્તવાદ, માટે જ, વસ્તુત: સમવય-કલા હાઈ સમન્વયવાદ છે, જેનું પરિણામ, અધૂરી દષ્ટિએથી ઉપજતા કલહાને શમાવી સામ્યવાદ સમવાદ-સમભાવ)ના સર્જનમાં આવે છે. કેમકે એક દષ્ટિના આધાર પર એક બાજુને મત ધરાવનાર જ્યારે સામી દષ્ટિને ખ્યાલ પામે છે ત્યારે તેને એક બાજુને જક્ક અને એ વિષે ની તકરાર મટી જાય છે. અવશ્ય, એક બીજાનાં માનસને પરસ્પર મીઠાશવાળાં બનાવવામાં વ્યાપક જ્ઞાનની જરૂર છે, અને તે, વ્યાપક દષ્ટિ પૂરું પાડે છે, જે દષ્ટિને, જેન દર્શનમાં, “અનેકાન્તદષ્ટિ' કહેવામાં આવે છે. એકાદ ઉદાહરણ લઈ કંઈક વિચાર કરીએ. એક સંપ્રદાય કહે છે કે જગકર્તા ઈશ્વર છે બીજે કહે છે કે જગકર્તા ઈશ્વર નથી અથવા ઈશ્વર જગકર્તા નથી. નિઃસહ, આ બનેમાંથી કઈ એક અસત્ય છે. પણ સમજવું જોઈએ કે આ બન્ને વાદાનું લક્ષ્ય શું છે ? ઈશ્વરકતૃત્વવાદી કહે છે કે જે તમે પાપ કરશે તે ઈશ્વર તમને દંડ દેશે, નરકમાં મોકલશે; જે તમે પુણ્ય કરશો તે તે ખુશ થશે; તમને સુખ દેશે, સ્વર્ગમાં મેકલશે. ઈશ્વર કતૃત્વ-વિધી જૈને કહેશે કે જે તમે પાપ કરશે તો અશુભ કર્મોને બાંધશે. ખાધેલા અપથ્ય ભેજનની જેમ એનું (અશુભ કર્મનું) દુઃખરૂપ ફળ તમને મળશે, તમારે બુરી ગતિમાં જવું પડશે. જે તમે પુણ્ય કરશો તે તમે શુભ કર્મનું ઉપાર્જન કરશો ખાધેલા પપ ભેજનની જેમ એ ( શુભ કર્મ) તમને સુખદાયક થશે. એક ધર્મ માણસને ઈશ્વરકર્તુત્વવાદી બનાવી જે કામ કરાવવા ચાહે છે, Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy