SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ गाथासहस्री। શ્રાવકે યથાશક્તિ ગુણહીન સાધુને ઉચિત દાન ને ગુણવાનને ભક્તિપૂર્વક દાન દેવું. પછી સમવસરણમાં વિવિધ પર્વદા કેમ બેસે ને અન્યોન્ય વિનય નળ તે કહ્યું છે. નંદીશ્વર દ્વીપના અંજનાદિ પર્વતપરના ૫૨ તથા ઇદ્રની રાજધાનીઓનાં ૩૨ મળી ૮૪ ચત્યને વંદન કરી છે. અગિયાર અંગો કાલિક છે પણ દૃષ્ટિવાદમાં વિકલ્પ છે. કાલિકકૃતનો અધ્યયનકાળ દિવસ તથા રવિના પહેલા ને છેલ્ફ્રા પ્રહર છે. ત્રાદિક કર્મના ઉદયનું કારણ છે તે લક્ષમાં રાખી શુભ ક્ષેત્રમાં શુભ દિશા સમુખ શુભ તિથિ નક્ષત્ર મુહૂર્તમાં દીક્ષા ગ્રતારો પણ આદિ કરવાં. પ્રભાસ્ત્ર (સાધારણ દ્રવ્ય), બ્રહ્મહત્યા, દરિદ્રનું ધન, ગુરુપત્તી, દેવદ્રવ્ય એ સ્વર્ગમાં રહેલાને પણ પાડે, પૃષ્ઠ ૨૮, આચાર્ય, ગ, કુલ, ગણ, સંઘ કે એનો વિનાશ ઉપસ્થિત થતાં સ્વવીયાનુરાર પરાક્રમ કરે ને નારા અટકાવે; તેમ કરતાં દોષ લાગે તેની ગુરુસમક્ષ આલોચના કરી મિચ્છામિ દુક્કડ માત્ર દેવાથી શુદ્ધ થાય, કારણ કે મોટી નિર્જરા થાય છે. જિનેશ્વરનાં અમર છત્ર કલશ આદિ ઉપકરણો નકરો આપ્યા વિના જે વાપરે તે દુ:ખી થાય, વંદનથી નીચ ગોત્ર કર્મ અપાવે, ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે ને કર્મગ્રંથિ ઢીલી કરે. ફિઢા, છોભ, ને દ્વાદશાવર્ત એ ગુવંદનના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. બીજું ય ન હોય તો નિશ્રાકૃત ચૈત્યમાં પણ સમવસરણ થાય. મોક્ષ નક્કી હોવા છતાં તીર્થકર ભગવાન પણ અલ વીર્ય ગોપડ્યા વિના સર્વત્ર સર્વથા ઉઘુક્ત રહે છે. કેવલી ને છજસ્થની પડિલેહણનો ભેદ દેખાડો છે. પૃષ્ઠ ૨૯, સંધાટક (સિધોડા)નો ગુચછો અનેક જીવવાળો ને પત્ર પ્રત્યેક જીવવાળા જાણવા, ને ફળમાં બન્ને પ્રકારે જીવો હોય. મધ, માખણ, સંધાક, ગોરસથી થયેલ વિરલ જ્ઞાત અનંતકાય, અજ્ઞાત ફળ, વંગણ ને પાંચ ઉમરા ન ખાય, ભાવતીર્થ વિવિધ રીતે સમજાવ્યું છે. ઉપશમશ્રેણિઆરૂઢને જે સમ્યકત્વ હોય તે ઉપરામિક સકવ, તેનો સમય અંતર્મુહુર્તનો છે. સંરંબ, સમારંભ ને આરંભ તે અનુકશે સંકલ્પ, સંતાપ, ને પૃથિવ્યાદિના ઉપમર્દન જાણવા, તાનમાં અભક્તિ, લોકવિરૂદ્ધતા, પ્રમત્તની છલના, ને વિદ્યાસાધનમાં વગુચ ન કરવાં, દાન, પૂજા, હોમ ને સ્વાધ્યાય ખડિત, સાંધેલા, છિન્ન, રાતા કે રેક વસ્ત્ર પહેરીને કરવાથી નિષ્ફળ થાય છે. પછી દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત કહ્યા છે ને વંદનના આઠ પ્રસંગ કહ્યા છે. પૃષ્ઠ ૩૦. સામાયિકમાં શ્રાવક, ન ચાલે તો, એક કે બે અધિક વસ્ત્ર-કાવરણ રાખે, છતાં ન ચાલે તો ત્રણ રાખે. સામાયિકમાં શ્રાવિકા કટિવસ્ત્ર-ચણિ, કંચુક તથા ઉત્તરીય (ઉપર ઓઢવાનું) એમ ત્રણું પહેરે, અપવાદે બીરનું ત્રણ પહેરે, પરંતુ પ્રતિક્રમણ સમયે ત્રણ જ રાખે, વધારેનો ત્યાગ કરે. જે સળી વિના મુખશુદ્ધિ ન કરી શકે તે કડવા દે તરા સ્વાદની સળી લે, તેથી વ્રતાદિનો ભંગ થતો નથી. અજ્ઞાની જે કર્મ ઘણા કરોડો વર્ષે ખપાવે તે ત્રણ ગુણિયુક્ત જ્ઞાની ઉછાસમાત્રમાં ખપાવે. રામવસરામાં, જિનભવનમાં, શેરડીના વનમાં, અશ્વઘાદિ ક્ષીર વૃક્ષના વનખડમાં, ગંભીર નાદવાળા કે દક્ષિણાવર્ત જળવાળા ભાગમાં દીક્ષા આપવી. તપ એવું કરવું કે જેથી મનના પરિણામ અશુભ ન થાય, જેથી ઇંદ્રિય હાનિ કે ચોરનો દાસ ન થાય, પૃષ્ઠ :૧. જિનેશ્વરોએ (એકાંતે) કશાની અનુજ્ઞા કે કશાનો નિષેધ કર્યો નથી, તેમની આજ્ઞા કાર્યમાં સત્ય હોય તે જ કરવાની છે, જે દીક્ષા માટે અસમર્થ હોય, બાલક, વૃદ્ધ, કે રોગી હોય તે નિર્જરા ઇછે તો આવશ્યયુક્ત રહે. દરીનથી ભ્રષ્ટ છતાં ચારિત્રયુwાનો સામાન્યત: રૈવેયક વિમાન સુધી ઉત્પાત થાય, ઉદિષ્ટ ભોજન કરે છે કાયનું મન કરે, દેવના મિસે ધર કરે, પ્રત્યક્ષ સચિત્ત જલ પીએ તેને સાધુ કેમ કહેવાય? સુવતી વજસ્વામિએ દ્રવ્ય-સ્તવ (પુષ્પાદિપૂજન) કરાવવાનું પણ વિધિ તરીકે કહ્યું છે, ને વાચકન ગ્રંથોમાં પણ આ સંબંધી દેશના છે. નિર્દિષ્ટ ગુણો રહિત હોવા છતાં જે ગણ સોંપે કે પ્રવતિની પદ આપે તથા જે લે તેને આણી-સંગનો દોષ થાય. ગણધર પદ શ્રીગૌતમે ને પ્રવતિનીપદ આર્ચા ચંદનાએ ધારણ કર્યા હતાં તે છતાં જાણીને અપાત્રને તે પદો જે અર્પે તે, તથા જે લે તે, તથા ધારણ કરીને વિશુદ્ધ ભાવથી પદને સર્વથા યોગ્ય ન થાય તે મહાપાપી-વિરાધક છે. આસિય, નિશીહિય, ને ઉપસંપદ સિવાયની સાતે સામાચારી પ્રયોજનના અભાવે જિનકપીને હોતી નથી. પૃષ્ઠ ૩૨. જિનકલ્પી જ ગૃહ-વંક્તિ કરી એકેકમાં પ્રતિદિન ગોચરી માટે વિચરે, તથા એક વસતિમાં સાતથી વધુ ન રહે, ને પરસ્પર સંભાષણ ન કરે. ગણી સાધુના ગુણોની સુવર્ણના ગુણો સાથે સરખામણી કરી છે. જિનકપીને એથી માંડી બાર પ્રકારની, સ્થવિરને ચૌદ પ્રકારની, ને આને પચીસ પ્રકારની ઉપાધિ હોય તે દરેક વર્ણવી છે. ૪૦ અંગુલ પરિધિવાળું ભોજન મધ્યમ ને તેથી ઓછું વધતું જધન્ય તથા ઉત્કૃષ્ટ હોય. પૃ૪ ૩૩. પાત્રસ્થાપન, ગોક, તથા પ્રતિલેખનીનું પ્રમાણ એક વંત ને ચાર અંગુલ કહી, વિવિધ ઋતુ પર પટલની સંખ્યા કહી, પ્રમાણુ બતાવી રજસ્ત્રાણ, ત્રણ કપ (બે સુતરના ને એક ઉનનો), રજોહરણ (૨૪ અંગુલ દંડને આઠ અંગુલ દસિયા મળી ફર અંગુલ), મુહપરી, માત્રક, ચોલપટ્ટો ને કમઢના પ્રમાણુ વર્ણની, પીઠ, નિરાજા, દંડક, પ્રમાર્જની, લોહઘટ્ટક, ડગલ, પિપલક (અસ્તરો), સોય, નેમિ તથા કાનકરણી ને દાંતકોરનો ઉલ્લેખ કર્યો છે. જેમ પટનું કારણ તંતુ, ને તંતુનું શું છે, તેમ મોક્ષનું કારણ જ્ઞાનદર્શન અને ચારિત્ર અને એ ત્રણેનું કારણ આહાર છે. નિશ્ચય નયના મતે ચારિત્રઘાતથી જ્ઞાન ને દર્શનનો પણ નાશ થાય છે, જયારે વ્યવહાર નયના મતે ચારિત્રઘાતથી જ્ઞાનદર્શનનો નાશ વિકલ્પ થાય, આજ્ઞામાં રહેવાથી જ ચારિત્ર હોય તેથી આપણો સંગથી સર્વનો ભંગ થાય છે. વાસ્તવિક કથન ન કરનાર મિશ્ચાદૃષ્ટિ અન્યને પણ શંકા ઉપજાવી મિથ્યાત્વને જ વધારે છે. પૂ૪ ૩૪, - ઇંધણ, અગ્નિ, અશ્વગંધ, ધુમાડો, ને વરાળના અંશોથી થતી અશુદ્ધિ ટાળી શકાય એવી નથી. અધ્યામનું મહત્વ કહ્યું છે, ભાવિ ચોવીસીના બારમા “અમમ” તીર્થકરની શીશ્ર સિદ્ધિ વર્ણવતાં તે નરકમાંથી મનુષ્યભવ પામી, પાંચમાં દેવલોકે ઉત્પન્ન થઈ, ત્યાંથી ઍવી તીર્થંકરપણે જન્મી મોક્ષે જશે–એ કહ્યું છે. વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર, ને વાચકનો એક જ અર્થ છે. ચિભેદે સમ્યકત્વના દશ ભેદ વર્ણવ્યો છે. દર્શન વિના ચારિત્ર નથી; ને દર્શન હોય તો પણ ચારિત્રની ભજન fણવી. દર્શન ને ચારિત્ર સાથે જ થાય, અથવા પહેલું દર્શન ને પછી ચરિત્ર હોય. સમ્યગદર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના કર્મ-મોક્ષ નથી, ને કર્મક્ષય વિના નિર્વાણ નથી. દિવસ કે રાત્રિના કયા પ્રહરે વિવિધ તીર્થકરો મોક્ષ પામ્યા તે કહ્યું છે. અસંયમના સત્તર ભેદ ને ભારહડપક્ષિનું સ્વરૂપ વર્ણવ્યાં છે. પૃષ્ઠ ૩૫. ઉનનો), ૨ , દંડ, મ0. "Aho Shrut Gyanam
SR No.009671
Book TitleGathasahastri
Original Sutra AuthorSamaysundar
Author
PublisherZaveri Mulchand Hirachad Bhagat Mumbai
Publication Year1940
Total Pages72
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy