SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કપસૂત્ર છે. ઉપરની છતના ભાગમાં ચંદરવે બાંધે છે. ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર ઉમ્મરલાયક માણસે, એમ કુલ મળીને પાંચ વ્યક્તિએ દાન લેવા આવેલી દેખાય છે. ચિત્ર ૩૫ ટીમeત્સવ. ઇડરની પ્રતના પાના ૪૬ ઉપરથી.ચિત્રનું કદ રxર ઈચ છે. * વાષક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પિતાના વડિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઈએ એણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સકલ વિધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભને પદિશા સમૂખ બેસાડી તેમને અભિષેક કર્યો. પ્રભને એ રીતે સ્નાન કરાવી ગાંધકાષાયી અવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજવળ અને લક્ષમૂલ્યવાળું શ્વેતવસ્ત્ર શોભવા લાગ્યું. વક્ષસ્થળ ઉપર કિંમતી હાર ઝૂલવા લાગે. બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દપ્તિ આવવા લાગી. આવી રીતે આપણે અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગને દવા-પતાકા તથા તેરણાથી શણગારવામાં આવ્યું હતું. - પચાસ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહેબ, છત્રીસ ધનુષ્ય ઉચી, સુવર્ણમય સેંકડો ખંથી શેભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા નામની પાલખીમાં પ્રભુ (મહાવી૨) દીક્ષા લેવા નિસર્યા. . તે સમયે હેમંત ઋતુને પહેલો મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠને તપ કર્યું હતું અને વિશુદ્ધ લેસ્થાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી : ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણેથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ એકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકેએ પાલખી ઉપાડી છે. પાલખીની આગળ બે માણસો ભૂંગળ વગાડતા અને એક માણસ જેરથી નગારું વગાડતો તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસો નગારું વગાડતા દેખાય છે. - ચિત્ર રૂદઃ પંચમુષ્ટિચ અને અર્ધવરદાન. ઈડરની પ્રતના પાના ૫૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૮રરે ઈચનું છે. : ચિત્રમાં ઉપર અને નીચે એમ પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પંચમૃષ્ટિ લોચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રજ નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છને તપતો હતો જ. ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયે ત્યારે ઈન્ડે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વરુ ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશને લેચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગ્રહવાસથી નીકળીને અનગારપણા-સાધુપણાને પામ્યા. ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર તથા અશોકવૃક્ષની "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy