SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે પીડામાંથી પેદા થયેલું,ધ્યાન એટલે વિચાર. આસ્વાદન-માત્ર ચાખી જેવું-એક કણીને પણ ચાખી જોવી. ઇસમિતિ-ઈર્યા એટલે ચાલવું. સમિતિ એટલે સાવધાની. અર્થાત્ ચાલવામાં કે એવી બીજી કોઈ ગતિવાળી પ્રવૃત્તિ કરતાં એવી જાતની સાવધાની રાખવી જોઈએ કે જેથી કોઈ પણ આજુબાજુના ચેતન પ્રાણીને પીડા ન પહોચે, સંચમની મર્યાદાનો ભંગ ન થાય અને પિ તાની પ્રવૃત્તિ પણ બરાબર સધાય. ઉપપાત-નરકનાં પ્રાણીઓને નારકીમાં જનમ અને દેવગતિના પ્રાણીઓને દેવગતિમાં જનમ. ઉષ્ણવિકટ-ઉફાળો આવી જાય એ રીતે ગરમ કરેલું પાણ-જેમાં દાણા વગેરેની એક પણ કરી ન હોય. ઉત્સર્પિણું--(જુઓ “આર). " ઉદિમ-પીસેલા અનાજવાળું પાણી અથવા કોઈપણ પીસેલા અનાજવાળા હાથ વગેરે જે પાણીમાં બળેલા હોય કે ધાયેલા હોય તે પાણી. જુમતિ-જે જ્ઞાનવડે મનવાળું પ્રાણી એના મનના ભાવ જાણી શકાય તેવું અનુમતિ મનઃ પર્યાયજ્ઞાન. આ જ્ઞાન થયા પછી ચાયું પણ જાય છે અને આમાં જોઈએ તેવી વિ શુદ્ધિ નથી હોતી. એષણાસમિતિ-એષણાન્તપાસ કરવી. સમિતિ એટલે સાવધાની અર્થાત્ ખાવાપીવાની કે પહેરવા એહવાની વા પિતાની પ્રવૃત્તિમાં ઉપગમાં આવે તેવી તમામ વસ્તુઓ વિશે તપાસ કરવી એટલે એવી વસ્તુઓ બનતાં કેવા કેવા પ્રકારની હિંસા, અનીતિ, જૂઠ વગેરે દૂષિત પ્રવૃત્તિએ થાય છે વા એવી વસ્તુઓ મેળવવામાં કયા કયા ચેતન પ્રાબીઓને ભારે આઘાત થાય છે, આવી તપાસ કર્યા પછી જે વરતુઆની બનાવટ પાછળ ઓછામાં એાછાં કે મુદ્દલ હિંસા વગેરે થતાં ન જણાય છે જે વસ્તુઓ મેળવતાં ઓછામાં ઓછાં હિંસા વગેરે થતાં જણાય તે વસ્તુઓનો ઉપગ કરે. કાઉસગ-ઊભા ઊભા ધ્યાન કરવાનું એક પ્રકારનું આસન. કાયગુપ્તિ-શરીરને થિરાખવું-તેના અવ ને હલાવ્યા ન કરવા તથા પાસે રહેલા કેઈપણ ચેતન પ્રાણીને લેશ પણ પીડા ન પહોંચે એ રીતે શરીરને રાખવું કે તેના બીજા હાથ પગ વગેરે અવયવોને રાખવા અને સંયમને જરાપણ બધા ન થાય એવું શરીરનું આસન ગોઠવવું. કુલકર-કુલને કરનારા-જે વખતે માનવ પ્રજામાં કુલોની-જસ્થામાં રહેવાની પ્રથા ન હતી તે વખતે શરૂશરૂમાં જેઓએ કુલેમાં રહેવાની પ્રથા પાડી તેમાં કુલકર. કા-આ શબ્દનો વૈદિક પરિભાષામાં “યજ્ઞ’ અર્થ છે પણ જેને પરિભાષામાં "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy