SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ મામાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવા, ચાકણું કરાવે અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટા, સાફસૂફ કરશો, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધ, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાએ બંધાવે, આખા નગરને લિંપા, ધોળા અને સુશોભિત બનાવો, નગરનાં ઘરની ભીંત ઉપર ગશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડા, ઘરની અંદર ચોકમાં ચંદનના કલશ મુકા, બરણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તેણે બંધાવો, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગેળ માળાઓ લટકા, પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલેના ઢગલા કરા-ફેલે વેરાવો, ફુલેના ગુચ્છા મુકા, ઠેકઠેકાણે બળતા કાળા અગર ઉત્તમ કુંદર અને તુ ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મઘમઘતું કરી મેલે-ઉચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરે -સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મધમધતું બનાવે તથા ઠેકઠેકાણે નગરમાં નટે રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દેરડીના ખેલે બતાવતા હોય, મલે કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા મૂઠિથી કુસ્તી કરતા હોય, વિદુષકે લોકોને હસાવતા હોય, ફૂદનારા પિતાની કૂદના ખેલે બતાવતા હોય, કથાપુરાણ કથાઓ કરીને જનમનોરંજન કરતા હોય, પાઠક લોકે સુભાષિત બેલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલ કરતા હોય, પંખલેકે, હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૃણી લેકે તૂણ નામનું વાજું વગાડતા હોય, વીણુર વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોડવણુ કરે અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરે અને કરાવે, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારે ધૂપ અને હજારો સાંબેલાઓને ઉંચા મૂકાવે એટલે કે યુપથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવો અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છે એમ તમે મારી પાસે આવીને જણાવે. ૯૮ ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યો છે એવા નગરગુપ્તિક એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને થાવત્ ખુશ થવાને લીધે તેમના હદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુંડયુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઉંચા મૂકવાનાં કામ સુધીના સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામ કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરમિકે જાય છે. જઈને પિતાના અને હાથ જોડીને અને માથામાં "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy