SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશે” ત્યાં સુધીની તમામ હકીત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે. ૮૨ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાછરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પિતાના બન્ને હાથ જોડીને ચાવત્ તે સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે. ૮૩ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણે જ્યાં પિતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. - ૮૪ જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે સાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી શ્રમણને-કુબેરને તાબે રહેનારા તિર્થંકમાં વસનારા ઘણા લૂંભક દે ઈંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાને મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણ મહાનિધાનાની–મોટા મોટા ધનભંડારોની–હકીક્ત આ પ્રમાણે છેઃ એ ધનભંડારોને હાલ કોઈ ધણધારી રહ્યો નથી, એ ધનભંડામાં હવે કઈ વધારે કરનાર રહ્યું નથી, એ ધનભંડારે જેમનાં છે તેમનાં ગાત્રોને પણ કોઈ હવે હયાત રહ્યો જણાતું નથી તેમ તેમનાં ઘરે પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારેના સ્વામીઓને ઉચછેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારામાં હવે કોઈ વધારો કરનારાને પણું ઉચ્છેદ જ થઈ ગયેલ છે. અને એ ધનભંડારોના માલિકેનાં શેત્રોને પણ ઉચ્છેદ થઈ ગયે છે તથા તેમના ઘરનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો કયાંય ગામડાઓમાં, કયાંય અગમાં ખામાં, કયાંય નગરોમાં, કયાંય ખેડાઓમાં-ધૂળિયા ગઢવાળાં ગામોમાં, કયાંય નગરની હારમાં ન શોભે એવાં ગામોમાં, ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ બળે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાઓમાં-મર્ડમાંકયાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા અંદરોમાં-દ્રોણમુખમાં, ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણમાં, કયાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનમાં કે તાપસના મઠમાં, ક્યાંય ખળાઓમાં અને કયાંય સંનિવેશમાં–મોટા મેટા પડાવનાં સ્થાનમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારે કયાંય સિંગડાના ઘાટના રસ્તાઓમાં દટાએલા જડે છે, કયાંય તરભેટાઓમાં, કયાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચેકમાં, કયાંય ચારે બાજુ ખુલી હોય એવાં ચતુર્મુખ સ્થળમાં એટલે દેવળનાં કે છત્રીઓનાં સ્થાનમાં, મોટા મોટા ધરી ૨સ્તાઓમાં, ઉજજડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજજડ નગરની જગ્યાઓમાં, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy