SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ભાષાજ્ઞાનના વિવેક અને પૃથકકરણ પૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિના ઉપર બાળપોધરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાંગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે તેનો આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકત વ્યાકરણમાં જે પ્રયોગો અને સૂત્ર નહેાતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં ક્યાંથી આવ્યાં? તેમજ એ ભાષા ઉપર લેખકેના લિપિષ, ભાષાઓના વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેનો વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો છે, તેને સાચો જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથ આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વના બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણ ગૌણ બની ગયાં છે તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સવાંગ પૂર્ણતા છે. આ ઉપરાંત, જેન આગમના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યક્તા છે તેટલી જ જરૂરીઆત ઉત્તરોત્તર લેખકષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગએલ જૈન આગમ અને તે ઉપરના નિર્યુક્તિ-ભાગ આદિ વ્યાખ્યાગ્રંથોના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિદોષના જ્ઞાનની પણ છે. આ લિપિની મોલિકતા અને લેખકેએ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાને નિર્દેશ કરવામાં આવતો કે ભાંગાએ અથવા મગજાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકામાં દેખાડતા. એટલે એ અક્ષરકેનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળવિષય તરફ આવું છું-ઉપર જણાવેલા જામક પાઠ કે લિપિભેદજનિત વિકૃત અશુદ્ધ પાઠોના પાઠાભેદેને માટે ભાગે મેં જતા કર્યા છે. તેમ છતાં કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠ કે જેની અસંગતિ કોઈ રીતે થઈ શકતી હોય તેવા પાડે આપ્યા પણ છે. જુઓ ચૂર્ણ પત્ર ૯૦ ટિ. ૨. આ ઠેકાણે पक्कमट्रियं सं. पढ़मृत्तिकम् एक्कमट्टियं सं. एकमृत्तिकम् पक्कमिज्जयं सं. प्रक्रान्तव्यम् આ ત્રણ પાઠભેદે અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદોને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીકવાર પ્રાકૃત ભાષાભેજનિત હજાર પ્રકારના પાઠે પિકી કઈ કાઈ પાઠભેદ નેધ્યા છે. બાકી માટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉ. તરીકે-૩૬ નુt isfi , ૩૬far safસા, મંદિર, નિખારે gfજનમાં નિમ, હોદ જ રોજ રોજ ત, મોજ મોજે મોઝ મોજ મોત ઈત્યાદિ. આવા સ્વવિકાર, વ્યંજનવિકાર પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠો પિકી ક્વચિત્ કવચિત્ પાઠભે આપ્યા છે. બાકી મોટે ભાગે એવા પાઠોને જતા કરવામાં આવ્યા છે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy