SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મતાને લગતા ઘણા ઘણુ પાઠભેદ થઈ ગયા છે. આ પાઠભેર સ્વભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દપ્રગાને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃત ભાષાના પ્રવેગ સાથે સંપર્ક ઓછા થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રયાગોના મૂળને સમજી શકતો ન હોવાથી શ્રીઅભયદેવાચાર્ય, શ્રીમલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગ બદલી નાખવાની આવશ્યક્તા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથનો વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જૈન આગમેની મૌલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું, જેને લીધે આજે “જૈન આગમની મલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પુરતું મર્યાદિત નથી, પરંતુ દરેકે દરેક આગમમાં અને એથી આગળ વધીને ભાગ્ય-ચૂણિગ્રંથોમાં સુદ્ધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમની મલિક ભાષાના શોધકે જૈન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિ એકત્ર કરીને અતિ ધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ એટલું જલ્સાવવું અતિ આવશ્યક માનું છું કે–ભાષા દષ્ટિએ જૈન આગમનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રીજિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ લોકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાયવર શ્રીજબૂસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની એમ તાડપત્રીય પ્રાચીન ત્રણે ય પ્રતિએ જરૂર જેવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાનભંડારની અનુયોગદ્વારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ, જેસલમેરના કિલ્લાના ઉપર્યક્ત ભંડારની અનુમાન દશમા સિકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથ અને ચૂણિગ્રંથનું પણ આ દષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિણામે ય જૈન આગની મલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશક્યપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાને નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અસ્તુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણે ય સ્થળે તે તે મલિક ભાષાપ્રયેગે રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રોગે વિદ્વાનને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયેના પાઠભેદો પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે ૨-૪ નામની પ્રતિઓ છે, તેમાં “સંકાર બહુલ પાડો છે. ભરતનાટ્યશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં સાકારઅહુલ, કા૨બહુલ, નકારબહુલ, કરબહુલ, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy