SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિણ ચાંડાલે મૂકેલું તીણું ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે. Plate LXX ચિત્ર રહ૦ઃ વીસ તીર્થંકર. કુસુમ ના પાના ૮૭ ઉપર, કલ્પસૂત્રમાં ૨૪ મહાવીરસ્વામી, ૨૩ પાર્શ્વનાથ પ્રભુ અને ૨૨ અરિષ્ટનેમિ-તેમનાથ પ્રભુના જીવનચરિત્રનું વર્ણન આવ્યા પછી ૨૧ નમિનાથ, ૨૦ મુનિસુવ્રતસ્વામી, ૧૯ મલ્લિનાથ, ૧૮ અરનાથ, ૧૭ કુંથુનાથ, ૧૬ શાંતિનાથ, ૧૫ ધર્મનાથ, ૧૪ અનંતનાથ, ૧૩ વિમલનાથ, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૧ શ્રેયાંસનાથ, ૧૦ શીતલનાથ, ૯ સુવિધિનાથ, ૮ ચંદ્રપ્રભુ, છ સુપાર્શ્વનાથ, ૬ પદ્મપ્રભુ, ૫ સુમતિનાથ, ૪ અભિનંદન સ્વામી, ૩ સંભવનાથ અને ૨ અજિતનાથ સુધી, કેટલા સમયનું અંતર પડયું, તેની સંખ્યાની નોંધ આવે છે, તેની સાથેસાથે કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતોમાં વીસ પધાસન સ્થ જિનપ્રતિમાઓની આકૃતિઓ ચીતરેલી હોય છે. એવી જ રીતે આ ચિત્રમાં પણ બે હારમાં વીસ તીર્થંકરની આકૃતિએ ચીતરેલી છે, પરંતુ આ ચિત્રમાં વિશિષ્ટતા માત્ર એટલી જ છે કે ચિત્રના ઉપરના ભાગમાં ચિત્રકારે દશ નાનાં નાનાં શિખરો ચીતરીને પંદરમા સૈકાનાં જેનાશ્રિત શિ૯૫નું કિંચિત દિગ્દર્શન કરાવ્યું છે. Plate LXXI ચિત્ર ર૭૧: ચરનની ઉત્પત્તિ. કુસુમ ના પાના ૯૯ ઉપરથી, પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુને પરિમતાલ નામના શાખપુરમાં જયારે કેવળજ્ઞાન ઉપન્ન થયું, ત્યારે એક પુરુષે આવી ભરત મહારાજાને એ વિષે વધામણી આપી અને કહ્યું કે, “મહારાજ! આપની આયુર્વશાળામાં ચરન ઉત્પન્ન થયું છે.” આવી રીતે દી વખતે બે વધામણી સાંભળવાથી ભરત મહારાજા વિચાર કરવા લાગ્યા કે, “મારે પહેલાં પિતજીની પૂજે કવી કે અકસ્મની પૂજા કરવી?” ચિત્રમાં એક બાજુ ચરન ચીતરેલું છે અને તેની નજીકમાં ઊંચા કરેલા જમણુ હાથથી ભરત મહારાજા તેની પૂજા કરતા દર્શાવેલા છે. ભરત મહારાજાના ડાબા હાથમાં તલવાર પકલી છે અને તે ની પાછળ બે ચામર ધરનારી સ્ત્રી-પરિચારિકાઓ ચામર ઉડાડતી ઊભેલી છે. આ પ્રસંગને લગત ચિત્ર કલપસત્રની સચિત્ર હસ્તપ્રતોમાં ભાગ્યે જ જોવામાં આવે’ દે ચિવ ૨૭૨ઃ જંગલને દેખા. કુસુમ.ના પાના ૧૧૨ ઉપરથી. કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રિતમાં આવું બીજું ચિત્ર મારા જેવા માં આવ્યું નથી. ચિત્રના ઉપરના ભાગમાં આકાશ તથા વાંદળાં બતાવેલાં છે અને નીચેના ભાગમાં પહાડો તથા જંગલનાં ઝાડો અને દોડતાં એ હરણે ચીતરેલાં છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહી તથા કાળે અને સિંદુરિયે, એ ત્રણ જ દ્રવ્યનો રંગ તરીકે ઉપયોગ કરે Plate LXXII ચિત્ર ર૭૩ શ્રી નેમિનાથ વડે. કાંતિવિ. ૨ના પાના ૬૩ ઉપરથી. મૂળ ચિત્રથી સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. લગ્નના દિવસે શ્રી નેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા. તેમના અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ શ્વેત હસ્તિ ઉપર બેસાડયા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy