SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ શિષ્યને કહ્યું કે હવે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડવાનો છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચાખામાંથી તને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાને એમ જાણું લેજે.” એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ ત્યાં રહ્યા અને વજસેનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા. હવે વજસ્વામીની સાથે રહેનારા સાધુએ અનેક ઘર ભમતા, પણ ભિક્ષા મેળવી શકતા નહતા. એટલે ભિક્ષા વિના મુદ્દા સહન કરવામાં અશત બનેલા અને અન્નની વૃત્તિરહિત તેઓ નિરંતર ગુરુએ લાવી આપેલા વિદ્યાપિંડને ઉપયોગ કરવા લાગ્યા. એકદા ગુરુમહારાજે કહ્યું કે બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડનો ઉપભોગ કરે પડશે. માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તો હું તમને દરરોજ લાવી આપું, નહિ તે આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.” આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ બાલ્યા કેઃ “આ પિષણરુપ વિદ્યાપિંડને અને પિષવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થાઓ. હે ભગવાન! અમારા પર પ્રસાદ કરે, કે જેથી આ પિંડ (દેહ)ને પણ અમે ત્યાગ કરીએ!” પછી તે સર્વ મુનિઓને લઈને વાસ્વામીજી રાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલેક પામ્યા. સોપારાનગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષમૂલ્યવાળું અન્ન રાંધીને તેની ઈશ્વરા નામની સ્ત્રી તેમાં ઝેર ભેળવવાનો વિચાર કરી રહી હતી, તેટલામાં વાસ્વામીજીના મુખ્ય શિષ્ય શ્રીવાસેન ત્યાં આવી પહોંચ્યા ને ગુરુનું વચન સંભળાવી તેને અટકાવી, બીજે દિવસે સવારમાં–પ્રભાતમાં જ સુકાળ થ. ચિત્રમાં ઉપર વચ્ચે અને નીચે એમ ત્રણ પ્રસંગે છે; કથાનો પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિંડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વાસ્વામી બેઠા છે. સામે પાત્રમાં વેદ્યાપિંડ હોય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ માંના એકેક પાત્રમાં તેઓ વિદ્યાપિડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને ઉપરને વાસ્વામીજી તથા તેઓના શિષ્યના અનશનનો પ્રસંગ જોવાને છે, ત્યાર પછી સૌથી નીચેને ઈશ્વરી ભાવિકા વજન મુનિને હર્ષિત થઈને લક્ષમૂલ્યના ચેખાભાત વહોરાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાંલીઓ ચડાવેલી છે. વજાસેન મુનિના પાત્ર નીચે આહારને છાંટે-બિંદુ જમીન ઉપર પડીને તેના અંગે જીવોની વિરાધના થવા ન પામે તે માટે થાળ મૂકેલ છે. વજસેન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઊભેલે છે. ચિત્ર ૨૫૭ઃ સાધુ સામાચારીને એક પ્રસંગ. કાંતિવિ. ૧ના પાના ૯૧ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ચિત્ર ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું કપે નહિ તે પ્રસંગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેનો સાધુને વહેરાવવાને પ્રસંગ જેવા છે. જમણુ હાથમાં દાંડે તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઈક વહોરતા જણાય છે અને સામે ઊભેલે ગૃહસ્થ તેમને વહેરાવતો હોય એમ લાગે છે. પાસે સળગતા અગ્નિવાળા ચૂલા ઉપર ત્રણ હાંકલીઓ ચડાવેલી દેખાય છે. આ પ્રસંગ ચીતરીને જૈન સાધુ સળગતા અગ્નિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહોરી શકે નહિ તેમ બતાવવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy