SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૩૯ Plate XXXII ચિત્ર ૧૧૮ઃ ત્રિશલાની કુક્ષિમાં ગર્ભનું સંક્રમણ. પાટણ ૩ના પાના ૧૧ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૧૯: શયનગૃહમાં ત્રિશલા, પાટણ ૩ના પાના ૧૨ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૩નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં શયનમંદિરમાં ત્રિશલા માતા અર્ધજાગ્રત અવસ્થામાં સૂતેલાં છે. પગના ઉપરના ભાગમાં સૂર્ય અને ચંદ્ર બે મહાસ્વપ્ન ચીતરેલાં છે. Plate XXXIII ચિત્ર ૧ર૦ઃ ત્રિશલાને શેક અને હર્ષ. પાટણ ૩ના પાના ૨૭ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વન માટે જુઓ ચિત્ર ૮૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં માતા હથેલી ઉપર મુખ ટેકવીને શેકસાગરમાં ડૂબેલાં દેખાય છે. માતાના મસ્તક પાછળ કરતું આભામંડલ રત્નજડિત છે. માતાની પાછળ એક સ્ત્રી-પરિચારિકા ચામર વીંઝતી ઊભેલી છે અને સામે બીજી બે સ્ત્રીઓ, અનુક્રમે હાથમાં ફુલની છાબ તથા પોપટ અને વીણા હાથમાં પકડી રાખીને ત્રિશલા માતાને આશ્વાસન આપતી ઊભેલી છે. સામે ઊભેલી બંને સખીઓના મસ્તક ઉપર સુંદર ડિઝાઈનવાળા ચંદરો બાંધે છે. આ ચિત્રમાંની ચારે સ્ત્રીઓના ચહેરા શોકમગ્ન છે. આ ચિત્રનાં ચારે સ્ત્રીપાત્રાએ પહેરેલાં કિંમતી રેશમી વસ્ત્રોની જુદી જુદી ડિઝાઈને, આપણને તે સમયના ગુજરાતના કારીગરે કેવા સુંદર કાપડનું વણાટકામ તથા છાપકામ કરતા હો તેના નમૂનાઓ પૂરા પાડે છે. આ પછી ચિત્રના અનુસંધાને, ગર્ભના ફરકવાથી ત્રિશલા માતાના હર્ષને પ્રસંગ જેવાને છે. ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિજ્ઞાનના બળથી, માતાને મને ગત સંક૯૫ જાણી લીધે. પછી તેમણે પોતાના શરીરને એક ભાગ હેજ કંપા. ગર્ભ સહિસલામત છે એમ જતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. તેમના બન્ને નેત્રમાંથી ઉલાસભાવ કરવા લાગ્યો. મુખરૂપી કમલ સહસા પ્રલિત થયું અને રોમેરોમમાં આનંદને પ્રવાહ ઝરવા લાગ્યો. તેમણે પિતાની સખીઓ વગેરેને કહ્યું, કે ખરેખર, મારો ગર્ભ સહિસલામત છે. ચિત્રમાં ત્રિશલા માતા આનંદમાં આવી જઈને, ડાબા હાથમાં દર્પણ પકડીને તેમાં પોતાને ચહેરો જોતાં જોતાં, સામે ઊભી રહેલી બને સખીઓને જમણે હાથ ઊંચે રાખીને પિતાને ગર્ભ સહિસલામત છે, તેમ કહેતાં જણાય છે. આ ચિત્રમાંની ત્રણે સ્ત્રીઓનાં કપડાંની તથા માથા ઉપરના ચંદરવાના કાપડની ડિઝાઈને પણ ખાસ પ્રેક્ષણીય છે. ચિત્ર ૧૨૧ઃ જન્મ-મહોત્સવ. પાટણ ૩ના પાના. ૨૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ઈન્દ્રના મસ્તકની પાછળનું રત્નજડિત આભામંડલ તથા મસ્તકના ઠેઠ ઉપરના ભાગમાંનું રત્નજડિત છત્ર, અને પલાંઠી નીચેની મેરુ પર્વતની આકૃતિ તથા મેરુ પર્વતની જમણી બાજુએ બે હાથમાં ફૂલની માળા લઈને ડુંગર પર ચઢતે એક પુરુષ અને ડાબી બાજુએ બે હાથમાં ફૂલની છાબ લઈને ચઢતે બીજો એક પુરુષ દેખાય છે. આટલા પ્રસંગે ચિત્ર ૨૪થી આ ચિત્રમાં વધારે છે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy