SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ શ (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) ફૂલની માળા, (૬) પૂર્ણ ચન્દ્ર, (૭) ઊગતા સૂર્યં, (૮) ધ્વજા, (૯) પૂર્ણ કુંભ, (૧૦) પદ્મસરેાવર, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવમાન, (૧૩) રત્નના ઢગલા, (૧૪) ધુમાડા વગરના અગ્નિ. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે, ઉપરના ભાગમાં ચૌદ સ્વસ પૈકી બાર સ્વમનાં ચિત્રા છે, પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં બાકી રહેલાં એ સ્વપ્ના અને ત્રિશલા માતા સુખશય્યામાં સૂતેલાં છે અને તેમના પગ અગાડી સ્ત્રી પરિચારિકા તેમની આજ્ઞાની રાહ જોતી તેમની શુશ્રુષા કરતી દેખાય છે. ચિત્ર ૮૪ઃ ગર્ભ નહિ ફરકવાથી ત્રિશલાના શૈાક, છરાની પ્રતના પાના ૩૭ ઉપરથી. ભગવાન મહાવીરે માતા પ્રત્યેની ભક્તિને લીધે વિચાર્યું, કે મારા હલનચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે; તેથી તે નિશ્ચલ થયા, જરા પણ ચલાયમાન ન થતાં નિસ્યંદ અને નિષ્કપ થયા. પેાતાનાં અંગાપાંગને એવી રીતે ગેાપવ્યાં કે માતાને જરાપણું કષ્ટ ન થાય. માતાનું હૃદય–અનહદ ચિતા. પ્રભુ નિશ્ચલ થયા એટલે એકદમ માતાને ફાળ પડી. માતાને લાગ્યું, કે ખરેખર મારી ગર્ભ કાઇ દુષ્ટ દેવે હરી લીધેા; અથવા તા અકસ્માત મૃત્યુ પામ્યા; કાં તે ચવી ગયા અને કાં તેા ગળી ગયા. એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્ભવી. મારા ગર્ભ પહેલાં જે કંપતા હતા તે હવે બિલકુલ નિષ્કપ થઈ ગયા, એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શાકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઊતરી પડ્યાં. ચિત્રમાં માતાના મુખ ઉપર શેકની અનહદ છાયા ઉતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સક્ળતા મેળવી છે. ડાબા હાથની હથેળી ઉપર સુખને ટેકવવાની તૈયારી કરી છે અને જમણેા હાથ આ શું થઈ ગયું, એવી વિસ્મયતા સૂચવવા પેાતાના વિરામાસન પર ટેકવેલા છે, સામે એક સ્ત્રીપરિચારિકા આશ્વાસનના શબ્દો કહેતી દેખાય છે. તેના ચહેરા ઉપર પણ શાકની છાયા સ્પષ્ટ દેખાય છે. મસ્તક ઉપરની છતમાં કિંમતી ચંદરવા આંધેલા છે. ચિત્ર ૮૫ઃ મહાવીર-જન્મ, જીરાની પ્રતના પાના ૩૯ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વર્ણન માટે જીએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૪નું વર્ણન. આ ચિત્રમાં માતાના પગ અગાડી ઊભેલીદાસી વધારે છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલા છપ્પન દિકુમારીકાના જન્મમહાત્સવને પ્રસંગ જોવાનો છે. પુત્રજન્મ થતાં જ છપ્પન દિકુમારીકાઓએ તે જ રાત્રિએ જન્મમહેાત્સવ કર્યાં. ચિત્રમાં ચાર દિકુમારીકાઓ બેઠેલી છે, જેમાંની વચ્ચે બેઠેલી એ કુમારીકાએ પૈકી એકના હાથમાં દર્પણ છે અને બીજીના હાથમાં નાનું સિંહાસન છે, જ્યારે બંને બાજુના છે. એ દિકુમારીકાએ પોતાના હાથમાં જન્મ-મહાત્સવની સામગ્રી લઇને બેઠેલી દેખાય છે. Plate XXII. ચિત્ર ૮૬ઃ મેરુ ઉપર જન્માભિષેક. જીરાની પ્રતના પાના ૪૦ ઉપરથી. વર્ણન માટે જીએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૨૪નું વર્ણન. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy