SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કદ સત્ર બહુ જ આનંદ થયો; તેથી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે રવામિન્ ! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દો તે સારું. ઈન્દ્રના આગ્રહથી પ્રભુએ બાકીના કેશ રહેવા દીધા. આ રીતે ચાર મુષ્ટિ હેચ કરીને, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈને અનગારપણાને પામ્યા. તે વખતે પ્રભુએ નિર્જળ છઠ્ઠનો તપ કરેલો હતો અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થએલો હતો. ચિત્ર ઉરઃ પ્રભુ મહાવીર. જીરા(પંજાબ)ની પ્રતના પાના ૧ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન.. ચિત્ર ૭૩: અષ્ટમાંગલિક, જીરાની પ્રતના પાના ૨ ઉપરથી, અચ્છમાંગલિકની માન્યતા જેમાં બહ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાષાણુના પ્રાચીન આચાગ પટે પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહસ્થ અચ્છમાંગલિકને અક્ષતથી આલેખતા હતા. હાલમાં તે રિવાજ લગભગ નાશ પામે છે, તે પૂર્ણ પ્રતિષ્ઠા, શાંતિનાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મટા મહાત્સવ સમયે લાકડામાં કાતરેલા અહમાંગલકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરમાં અષ્ટમાંગલિકની ધાતુની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન–કેસર વગેરેથી કરવામાં આવે છે. તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અષ્ટમાંગલિકનાં પૂરેપૂરાં નામ જણનાર વર્ગ પણ સેંકડે એક ટકે ભાગ્યે જ હશે, તે પછી તે આલેખવાના હેતુઓ-ઉદ્દેશને સ્થાનમાં રાખીને તેને ઉપયોગ કરનારની તે વાત જ શું? કેઈવિરલ વ્યક્તિઓ હશે પણ ખરી, છતાં પણ આ અષ્ટમાંગલિકને આલેખવાના ઉદેશેને લગતી કલ્પના “શ્રી આચાર દિનકર' નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે, તે અતિ મહત્વની છે તેના ભાવાર્થ સાથે ટૂંકમાં અત્રે આપવી યોગ્ય ધારી છે. आत्मालोकविधौ जनोऽपि सकलस्तीनं तपो दुश्चरं दान ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सोऽयं यत्र सुखेन राजति स वै तीर्थाधिपस्यामतो निर्मेयः परमार्थवृत्तिविदुरैः सज्ञानिभिईर्पणम् ५.१ ॥ ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને–એળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુશ્ચર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાને કરતે લે છેતે મનુષ્ય જ્યાં સુખપૂર્વક શેભે–પિતાનું દર્શન કરી શકે-એવું દર્પણ પરમાર્થને સમજનાર સદ્દજ્ઞાનીઓએ તીર્થકર દેવના આગળ આલેખવું. जिनेन्द्रपादेः परिपूज्यपृष्ठरतिप्रभावैरपि संमिकृष्टम् । भद्रासनं भद्रकरं जिनेन्द्र पुरा लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥ २ ॥ ભાવાર્થ અત્યંત પ્રભાવશાળી, પૂજનીય છે તળિયાં જેમનાં, એવા જિનેશ્વરનાં ચરણે વડે સન્નિકૃષ–યુક્ત અને કલ્યાણકારી તેમ જ મંગળના શ્રેષ્ઠ પ્રોગરૂપ એવું ભદ્રાસન જિનેશ્વર ભગવાનના આગળ આલેખવું. PRIN 'The Jain Stupa and.other Antiquities of Mathura' Plate No.VII & IX by V. A. Smith. ૧૩ “મારાદિર” ૧૫૭-૧૫૮. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy