SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ IIII પ્રચલાવના અભુત કલાકૃતિની આછેરી ઝલક ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર” એટલે વર્તમાનમાં ઉપલબ્ધ જૈન સાહિત્યના નજરાણાનું એક ઝળકતું કાવ્યરત્ન, તમામ સાધુ સાધ્વીજી ભગવંતોનું લાડીલું કાવ્યરત્ન, સંસ્કૃતના પ્રારંભિક અભ્યાસ પછી ભાષા ઉપર વિશેષ પ્રભુત્વ પ્રાપ્ત કરવા ‘ત્રિષષ્ટિ કાવ્ય' એ સર્વમાન્ય આધારસ્તંભ સમુ કાવ્ય છે. દશ પર્વનું સાંગોપાંગ વાંચન થતા બુદ્ધિપ્રતિભા-જ્ઞાનપ્રતિભા અને વૈરાગ્યપ્રતિભા પૂરબહારમાં ખીલી ઊઠે છે. કારણ, આ કાવ્ય બેજોડ છે. તેમાં કયો રસ નથી એ જ સવાલ છે. આ મહાકાવ્યના સ્રષ્ટા છે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. કાવ્યનો વિષય છે વિશ્વના સર્વશ્રેષ્ઠ “ત્રેસઠ” પુરૂષોના જીવનચરિત્રનો ચિતાર... કથાઓની રોચકતા સાથે વ્યવહારિક જીવન પ્રસન્નતાપૂર્વક કેમ જીવવું? તેના કિમિયા બતાવાયા છે. આધ્યાત્મિક વિકાસ સાધવાની માસ્ટર કી બતાડી છે. પરમાત્મભક્તિમાં તરબોળ કરી દે એવા ભાવવાહી શબ્દોના સાથિયા પૂરાયા છે, તો સંસાર ઉપર ફ્ટિકાર ઊભો થઈ જાય એવા વૈરાગ્યરસના ધોધ પણ કાવ્યમાં વહી રહ્યા છે. જીવનની દશા અને દિશાઓ બદલી નાંખે એવી સૂક્તિઓનાં ભંડાર ભરેલા છે. તો અજ્ઞાનતાના અંધકાર ઉલેચી જીવનમાં જ્ઞાનનો ઝગમગાટ પથરાય એવા ખજાનાનો પણ તોટો નથી. બુદ્ધિને ધારદાર બનાવે એવી તર્કસંગત વાતોથી કાવ્યની ઉપાદેયતા વધી છે તો Æયને ભીનું ભીનું કરી દે એવી આદ્ર વાતોથી કાવ્યની આકર્ષકતા વધી છે. કાવ્યકૃતિની કલાસુંદરતા તેના કર્તાના જીવનવૈભવ અને જ્ઞાનની અગાધતાને આભારી હોય છે. નવ-નવ સૈકા પૂર્વે થયેલા હેમચંદ્રાચાર્યનું નામ આજે પણ માત્ર ગુજરાતના જ નહીં પણ વિશ્વના ખૂણે-ખૂણે ગુંજી રહ્યું છે. કો'ક તેમને કલિકાલ સર્વજ્ઞ કહે છે, કોક Ocean of knowledge કહે છે, તો કોઇ સરસ્વતીનો શણગાર કહે છે. ૧૧૬૨ થી ૧૨૨૯ સુધીનો કાળ જાણે હમયુગ જ બની ગયો હતો. ill
SR No.009658
Book TitleTrishashti Shakala Purush Charitam Part 5
Original Sutra AuthorHemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages420
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size95 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy