SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય સુગૃહિત નામધેય પ.પૂ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી રચિત શ્રીત્રિર્બાબ્ડશલાકાપુરુષરતા” મહાકાવ્ય ગ્રંથના દશ પર્વને છ ભાગમાં પ્રકાશિત કરી સંઘના ચરણે ધરતા ટ્રસ્ટ અત્યંત આનંદની અનુભૂતિ કરે છે. આ કાવ્યગ્રંથમાં ૨૪ તીર્થંકર ભગવંતો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ આમ કુલ ૬૩ શલાકાપુરુષના જીવન ચરિત્રને અતિ અદ્ભૂત શૈલીમાં આલેખવામાં આવેલ છે. શલાકાપુરુષ એટલે વિશ્વના શ્રેષ્ઠ મહાપુરુષો... આ પૂર્વે પણ ટ્રસ્ટ દ્વારા પર્વ ૨-૩-૪-૫-૬ પ્રકાશિત કરવામાં આવેલ છે. પરંતુ આ ગ્રંથની જૈન સંઘમાં અતિ જરૂરિયાત હોઈ દશે દશ પર્વને સેટ સ્વરૂપે પુનઃ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. દશે દશ પર્વનું નવું કંપોઝ કરવામાં આવેલ છે. સુંદર-ટકાઉ અને કિંમતી કાગળ ઉપર તેનું મુદ્રણ કરવામાં આવેલ છે. જેથી વર્ષો સુધી તેની જીવંતતા બની રહે. નવું કંપોઝ કરી આ ગ્રંથનું પનુઃ પ્રકાશિત કરવાનું કામ ઘણું જ કપરૂં હતું, પરંતુ પૂ. આચાર્ય ભગવંતશ્રીના શિષ્યો મુનિશ્રી રત્નબોધિવિજયજી, મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી તથા મુનિ શ્રી જિનપ્રેમવિજયજીની ચીવટપૂર્વકની મહેનતથી આ કાર્ય સરળ બન્યું છે. મુનિરાજ શ્રી પદ્મબોધિવિજયજી અને મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી પણ કેટલાક પર્વોના પ્રુફો તપાસવામાં સહાયક બન્યાં છે. ‘એમ.બાબુલાલ પ્રિન્ટરી'નાં માલિક શ્રી કીર્તિભાઈએ પણ પ્રિન્ટીંગ કાર્યમાં સખત જહેમત ઉઠાવી છે. ભવિતવ્યતાવશ અધવચ્ચે જ તેઓ દિવંગત થયા. બાકીનું કાર્ય શ્રી શ્રેણિકભાઈ તથા શ્રી ધવલભાઈએ સાંગોપાંગ પાર પાડ્યું. તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. દરેક ભાગમાં ગ્રંથમાં આવતા બોધદાયક બધા સુભાષિતોનો સંગ્રહ પણ મુનિઓએ કર્યો છે જે વાચકવર્ગને ઘણો જ ઉપયોગી થશે. આ કાવ્યના પઠન-પાઠન દ્વારા સૌ કોઈ સમ્યજ્ઞાનસંપન્ન બને, પરમાત્મભક્તિસંપન્ન બને, વૈરાગ્યસંપન્ન બને અને આત્મશુદ્ધિ કરી ‘મોક્ષ' પ્રાપ્ત કરનારા બને. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળ્યા કરે એ જ શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના..... લિ. ચંદ્રકુમારભાઈ જરીવાલા, લલીતભાઈ કોઠારી, પુંડરીકભાઈ એ. શાહ
SR No.009656
Book TitleTrishashti Shakala Purush Charitam Part 3
Original Sutra AuthorHemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages524
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy