SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुविनयो दुष्करः। वेदितव्याः, तद्भेदाः सुरनृपयतिज्ञातिस्थविराधममातृपितृरूपा अष्टौ भेदाः, ते च मनोवाक्कायदानभेदैश्चतुर्भिर्गुणिता द्वात्रिंशभेदा भवन्ति ।' स तु तेषां कर्मबन्धनफलक एव न तु कर्मविनयनफलकः ।। ___ तत्वत्रयेऽपि देवविषयको विनयस्तु सुकर एव । यतोऽर्हन्प्रभुः सर्वगुणसम्पन्नः सर्वज्ञश्चास्ति । ततस्तं प्रति स्वाभाविकावेव प्रीतिभक्तिभावावुल्लसतः । सम्प्रति त्वत्र भरक्षक्षेत्रे साक्षादर्हत्प्रभुविरहे तत्प्रतिमा अपि दृष्ट्वा भाववृद्धिर्जायते । अन्यच्चाहत्प्रतिमा न कञ्चित्किञ्चिदपि वदन्ति, केवलं सस्मितप्रसन्नमुखाकृत्या प्रशमरसस्रवन्नेत्राभ्याञ्च भक्तजनमनांसि हरन्ति । इत्थमर्हति तत्प्रतिमास च विनयोऽनायाससाध्य एव । धर्मविनयस्त धर्मे प्रवृत्तिः । साऽपि भवभ्रमणखेदपराङ्मुखानां जीवानां प्रज्वलद्गृहबहिनि:सरणप्रवृत्तिरिव स्वाभाविक्येव । किन्तु गुरुविनयस्त्वतिदुष्करः । यतो गुरवः प्रायः छद्मस्था भवन्ति । शिष्यस्खलनायां ते तद्धितबुद्ध्या कदाचित्प्रेरयन्ति, कदाचित्परुषवचनैर्नोदयन्त्यपि । अन्यच्च गुरुसेवा विद्यासाधक इवाऽहर्निशमप्रमादेन सम्पादनीया । ततो गुरुविनयः प्रायः ભેદ-દેવ, રાજા, સાધુ, સ્વજન, વૃદ્ધ, અધમ, માતા, પિતા રૂપી આઠ ભેદ, તેમને મન, વચન, કાયા અને દાનરૂપી ચાર ભેદથી ગુણવાથી બત્રીશ ભેદ થાય છે.” વૈયિકોએ કરેલા વિનયથી તો તેમને કર્મનો બંધ જ થાય, તેનાથી કર્મ દૂર ન થાય. દેવ-ગુરુ-ધર્મમાં પણ દેવનો વિનય તો સહેલાઈથી થઈ શકે એવો છે. કેમકે અરિહંત પ્રભુ સર્વગુણસંપન્ન અને સર્વજ્ઞ છે. તેથી તેમના પ્રત્યે સ્વાભાવિક જ પ્રીતિ અને ભક્તિના ભાવો હૃદયમાં ઉછળે છે. હાલ આ ભરતક્ષેત્રમાં સાક્ષાત્ અરિહંતપ્રભુનો વિરહ હોવા છતા તેમની પ્રતિમાઓ જોઈને પણ ભાવોની વૃદ્ધિ થાય છે. વળી અરિહંતપ્રભુની પ્રતિમાઓ કોઈને કંઈ પણ કહેતી નથી. માત્ર સ્મિત સહિતની પ્રસન્ન મુખાકૃતિ વડે અને પ્રશમરસને ઝરતા નેત્રો વડે ભક્તજનોના મનને હરે છે. આમ અરિહંત પ્રભુનો અને તેમની પ્રતિમાઓનો વિનય બહુ પ્રયત્ન વિના થઈ શકે છે. ધર્મનો વિનય એટલે ધર્મમાં પ્રવૃત્તિ કરવી. જેમ ઘર સળગી ઉઠે ત્યારે અંદર રહેલા મનુષ્યો બહાર નીકળવાની પ્રવૃત્તિ સહજ કરતા હોય છે, તેમ ભવમાં ભમવાથી થાકી ગયેલા જીવો ધર્મમાં પણ સહજ રીતે જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ ગુરુમહારાજનો વિનય કરવો અતિદુષ્કર છે. કેમકે ગુરુ પ્રાયઃ છદ્મસ્થ હોય છે. શિષ્યની સ્કૂલના થાય તો તેના હિતની બુદ્ધિથી ગુરુ ક્યારેક પ્રેરણા કરે, ક્યારેક કઠોર વચનોથી ઠપકો પણ આપે. બીજુ, ગુરુસેવા વિદ્યાસાધકની જેમ રાતદિવસ પ્રમાદ વિના કરવાની હોય છે. તેથી ગુરુનો
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy