SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ मोक्षं साधयितुमिच्छता गुरुविषयकाः कुविकल्पास्त्याज्याः । ३२३ ग्रन्थकारः उत्तरार्धेन कथयति – 'यदि मोक्षं साधयितुमिच्छथ तर्हि गुरुविषयकान्कुविकल्पान्मा कुरुत ।' अनेनेदमुक्तं भवति यत् यः प्रकृष्टतमां साधनां करोति परन्तु मनसि गुरुविषयकान्कुविकल्पाश्चिन्तयति स मोक्षं साधयितुं न शक्नोति । योऽन्यसाधनां हीनतरां करोति किन्तु गुरुविषयकान्कुविकल्पान्न चिन्तयति स मोक्षं साधयितुं शक्नोति । तत इदं निर्णीयते यत् गुरुविषयककुविकल्परहितसाधनया मोक्षो भवति, न त्वन्यथा । ततो मोक्षाभिलाषिणा मनसि गुरुविषयकाः कुविकल्पा न चिन्तनीयाः । कुविकल्पस्वरूपं तु पूर्वमेकविंशतितमवृत्ततद्विवरणयोरुक्तम् । ___ मोक्षो विकल्पातीतावस्थारूपः । तत्र मन एव न भवति । ततो मोक्षप्राप्त्यर्थं विकल्पाः सर्वथा हेयाः । सर्वथा मनोयोगनिरोधस्तु त्रयोदशगुणस्थानप्रान्त एव भवति । अतस्तदर्वाग् सर्वथा विकल्पनिरोधनं न शक्यम् । अतो यावन्मनोयोगनिरोधो न भवति तावत् शुभविकल्पा एव चिन्तनीयाः, कुविकल्पाः सर्वथा त्याज्याः । शुभविकल्पा जलसदृशा भवन्ति । जलं वस्त्रगतमलमपनीय स्वयमप्यपगच्छति । ततो वस्त्रं शुद्धं भवति। एवं शुभविकल्पाः कुविकल्पानुन्धन्ति, ततो स्वयमप्यपगच्छन्ति, ततश्चात्मा ગ્રંથકાર ઉત્તરાર્ધથી કહે છે, “જો મોક્ષે જવા ઇચ્છતા હો તો ગુરુસંબંધી કુવિકલ્પો ન કરો.' આનાથી એમ જણાવ્યું કે જે ઊંચી સાધના કરે છે પણ મનમાં ગુરુ સંબંધી ખરાબ વિકલ્પો કરે છે તે મોક્ષે જઈ શકતો નથી. જેની બીજી સાધના ઓછી હોય પણ જે મનમાં ગુરુ સંબંધી કુવિકલ્પો ન કરતો હોય તે મોક્ષે જઈ શકે છે. તેથી આ નક્કી થયું કે ગુરુ સંબંધી કુવિકલ્પો વિનાની સાધનાથી મોક્ષ થાય છે, અન્યથા નહીં. તેથી મોક્ષની ઇચ્છાવાળાએ મનમાં ગુરુસંબંધી કુવિકલ્પો ન કરવા. કુવિકલ્પોનું સ્વરૂપ તો પૂર્વે ૨૧મા શ્લોકના વિવરણમાં કહ્યું છે. મોક્ષ એ વિકલ્પો રહિત અવસ્થા છે. ત્યાં મન જ નથી હોતું. તેથી મોક્ષ પામવા માટે વિકલ્પો સર્વથા ત્યજવા. સંપૂર્ણ રીતે મનોયોગનો નિરોધ તો તેરમાં ગુણઠાણાના અંતે જ થાય છે. તેની પૂર્વે સર્વથા વિકલ્પોને અટકાવવા શક્ય નથી. માટે જ્યાં સુધી મનોયોગનો નિરોધ ન થાય ત્યાં સુધી શુભ વિચારોમાં જ રમવું, ખરાબ વિચારો સર્વથા ત્યજવા. શુભવિચારો પાણી જેવા છે. પાણી વસ્ત્રના મેલને દૂર કરીને પોતે પણ જતું રહે છે. પછી વસ્ત્ર શુદ્ધ થાય છે. આમ શુભવિચારો ખરાબ વિચારોને અટકાવે છે. પછી પોતે પણ જતા રહે છે. તેથી આત્મા વિશુદ્ધ થાય છે. ખરાબવિચારોનો નિરોધ કરવો
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy