SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ अशुभेच्छानिरोध एव तपः, न तु शुभेच्छानिरोधः । मनुसरिष्यन्ति । ननु शास्त्रेषु तपसो लक्षणमिच्छानिरोधरूपं कथितम् । ततो यदि शिष्या गुर्विच्छाया विपरीतं वर्तेरन् तर्हि गुर्विच्छाया निरोधः स्यात् । ततस्तपोऽनुष्ठानेन गुरोनिजरा स्यात् । यदि शिष्या गुविच्छानुसारेण कार्यं कुर्युस्तहि गुविच्छाया पूरितत्वान्न तस्या निरोधः स्यात् । ततः कर्मनिर्जराऽपि गुरोर्न स्यात् । एवं शिष्याणां गुर्विच्छानुसारेण कार्यकरणे गुरोः कर्मनिर्जरालाभो न भवति, प्रत्युत शिष्याणां गुर्विच्छाविपरीतवर्त्तने गुरोः कर्मनिर्जरालाभो भवति । शिष्यैस्तु तदनुष्ठेयं येन गुरोर्लाभो भवति । तत्किमर्थं भवता गुविच्छाऽऽराधनायैतावानुपदेशो दीयते ? इति चेत् ? न, अनुपासितगुरुकुलवासस्य वचनमेतत्, यतो भवता केवलं शास्त्रशब्दार्थ एव धृतः, न तु भावार्थो ज्ञातः । अशुभेच्छाया निरोध एव तपो भवति, न तु शुभेच्छायाः । शुभेच्छा तु पूरणीयैव । अत्र शुभत्वं मोक्षमार्गानुकूलत्वमशुभत्वञ्च तद्विपरीतत्वं ज्ञेयम् । गुरोस्तु संविग्नत्वाद्गीतार्थत्वाच्च प्रायस्तन्मनसि शुभेच्छा एव प्रादुर्भवन्ति, न त्वशुभेच्छाः । ततः शिष्यैस्तासां सम्पादने गुरोरपि निर्जरैव भवति, न काऽपि हानिः । प्रत्युत शिष्यैर्गुविच्छाराधने कृते तेषां स्वेच्छानिरुन्धनेन तपो भवति । ततस्तेषामपि निर्जरा પ્રશ્ન - શાસ્ત્રોમાં ઇચ્છાનિરોધને તપ કહ્યો છે. તેથી જો શિષ્યો ગુરુની ઇચ્છાને પ્રતિકૂળ વર્તે તો ગુરુની ઇચ્છાનો નિરોધ થાય. તેથી તપ થવાથી ગુરુને કર્મનિર્જરા થાય. જો શિષ્યો ગુરુની ઇચ્છા મુજબ કાર્ય કરે તો ગુરુની ઇચ્છા પૂરી થઈ જવાથી તેનો નિરોધ ન થાય. તેથી ગુરુને કર્મનિર્જરા પણ ન થાય. આમ શિષ્યો ગુરુની ઇચ્છા મુજબ કાર્ય કરે તો ગુરુને કર્મનિર્જરાનો લાભ ન થાય, ઉલ્ટ શિષ્યો ગુરુની ઇચ્છાને પ્રતિકૂળ વર્તે તો ગુરુને કર્મનિર્જરાનો લાભ થાય. શિષ્યોની પ્રવૃત્તિ તો એવી હોવી જોઈએ કે જેનાથી ગુરુને લાભ થાય. તો પછી શા માટે તમે ગુરુની ઇચ્છાની આરાધના કરવા માટે આટલો બધો ઉપદેશ આપો છો ? જવાબ - તમે ગુરુકુલવાસને સેવ્યો નથી. તેથી જ આવું બોલો છો. કેમકે તમે માત્ર શાસ્ત્રોનો શબ્દાર્થ જ જાણ્યો છે, ભાવાર્થ નહી. અશુભ ઇચ્છાનો નિરોધ એ જ તપ છે, શુભ ઇચ્છાનો નિરોધ તપ નથી. શુભ ઇચ્છા તો પૂરી કરવી જ જોઈએ. જે ઇચ્છા મોક્ષમાર્ગને અનુકૂળ હોય તે શુભ ઇચ્છા. જે ઇચ્છા મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય તે અશુભ ઇચ્છા. ગુરુ સંવિગ્ન અને ગીતાર્થ હોવાથી તેમને પ્રાયઃ શુભ ઇચ્છાઓ જ થાય છે, અશુભ નહીં. તેથી શિષ્યો તે પૂરી કરે તો ગુરુને પણ નિર્જરા જ થાય, કોઈ નુકસાન ન થાય. ઉલ્ટ શિષ્યો ગુરુની ઇચ્છાને આરાધે તો તેમની પોતાની ઇચ્છાનો નિરોધ થવાથી તેમને તપ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy