SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ : સાથે શ્રીસંઘ ચાણસમા ગયે, અને ત્યાં બિરાજમાન પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ પાસે પોતાના ગામમાં જ દીક્ષામહત્સવ ઉજવવા માટેની પોતાની ભાવના વ્યક્ત કરી તથા સમી ગામમાં પધારવા આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ પ્રમાણે સમી ગામના શ્રીસંઘની વિનંતિથી પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ સપરિવાર સમી પધાર્યા. એ જ વખતે શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું, અને સમીનાં આંગણે ખૂબજ ધામધૂમપૂર્વક દીક્ષામહત્સવ ઉજવા. સંવત્ ૧૯૫૭ ના મહા વદિ દશમના રેજ આપણું ચરિત્ર-નાયક ચારિત્ર-નાયક બન્યા, અને તેમનામાં વિદ્યમાન અનેક ગુણે ઉપરાંત ભક્તિને ગુણ વિશેષ હેવાથી તેમનું ભક્તિવિજયજી નામ રાખવામાં આવ્યું. મુક્તિપથના મહાન યાત્રિક ચરિત્ર-નાયક ખૂબજ વેગથી મુક્તિના મંગલ માગે વિહરવા લાગ્યા. તેમને આત્મા પહેલેથી વૈરાગ્ય-રંગ વડે રંગાયેલો હતે જ, તે સાથે આત્મજ્ઞાન વિકસાવવા અને જ્ઞાન સંપાદન કરવા માટે તેઓશ્રીએ કમ્મર કસી. કાશી-બનારસ જેવા વિદ્યાધામમાં તેઓશ્રીના પરમ ઉપકારી ગુરુદેવ શાસ્ત્ર-વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરી શ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી તેઓશ્રીને અપૂર્વ જ્ઞાન પ્રાપ્તિ માટે સુંદર ચાન્સ મળી આવ્યું. આવી મહાન વિભૂતિને ક્રમે ક્રમે કેવાં સુંદર નિમિત્તે મળતા જાય છે ! ચરિત્ર-નાયક પૂજ્યશ્રીની બુદ્ધિ તીવ્ર હોવાથી અને રાત-દિવસ અભ્યાસમાં તલ્લીન રહેતા હોવાથી તેઓશ્રીએ થોડા જ વખતમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વ્યાકરણ, કાવ્ય અને ન્યાયાદિ ગ્રન્થને સારી રીતે અભ્યાસ કર્યો. આગમના ગ્રન્થનું ઊંડા
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy