SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद ૧QO वादोपनिषद् પણ યોગ્યતા અને ક્ષયોપશમ હોવા છતાં પ્રમાદથી ષદર્શનનું અધ્યયન ન થાય તો જરૂરથી ઘણું ગુમાવાય છે - આ વિષે અહીં ૧૯ માં શ્લોકમાં સ્વયં દિવાકરજીએ પ્રકાશ પાથર્યો છે. વૃત્તિમાં સન્મતિ તર્ક વગેરેને આધારે સ્પષ્ટતા કરી છે. ભુવનભાનવીય મહાકાવ્યના વાર્તિક ન્યાયવિશારદમાં પણ આ વિષયનું વાદસ્થળ છે. પરશાયરો ન ભણવા જોઈએ - પૂર્વપક્ષ , ભણવા જોઈએ - ઉત્તરપક્ષ એનો તાર્કિક વાર્તાલાપ છે. આ પદાર્થોના મનન દ્વારા યોગ્ય આત્માઓ નિશ્ચયસમ્યત્વની દિશામાં ગતિ કરે તથા દર્શનપ્રભાવક બની સ્વ-પરનું કલ્યાણ કરે એવી શુભેચ્છા સહ જિનાજ્ઞાવિરુદ્ધ લેખન થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. પરિશિષ્ટમ્ - ૪ પરશાઓનો અભ્યાસ સન્મતિ તર્કની છેલ્લી ગાથામાં કહ્યું છે કે મિથ્યાદર્શનસમૂહમય જિનવચનનું કલ્યાણ થાઓ. આનંદઘનજી મહારાજે પણ શ્રીનમિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે, ‘નમિ જિનવરના ચરણ ઉપાસક Nઅંગ આરાધે રે.” “ભગવાને કહ્યું એ જ સાચું આવું માને એને સમ્યક્ત કહેવાય. આ વાત સાચી છે, પણ નિશ્ચય સમ્યક્ત પામવું હોય તો ષદર્શનનો અભ્યાસ જરૂરી છે. કારણ કે પદર્શન પણ ઉપર કહ્યા મુજબ જિનવચનના અંશ છે. હા, જેમનો એ અભ્યાસ કરવાનો ક્ષયોપશમ જ નથી એમને તો માસતુસમુનિની જેમ ગીતાર્થગુરુપારતચથી જ સમ્યક્ત છે, પણ જેઓ ક્ષયોપશમસંપન્ન છે તેવા મહાત્માઓએ તો ગુર્વાજ્ઞાપૂર્વક અવશ્ય ષદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ દ્વારા જિનવચન પ્રત્યેનું બહુમાન કૂદકે ને ભૂસકે વધે છે. પરશાઓના અધ્યયન પછી જિનવયનની શ્રદ્ધા અને ‘ભગવાનને કહ્યું તે જ સાચું” આટલી માત્ર શ્રદ્ધા - આ બંને શ્રદ્ધા વચ્ચે ઘણો ઘણો તફાવત છે. એવો સ્વયં અધ્યેતાને અનુભવ થશે. - પ.પૂ.આ.દે. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી કહેતા હતાં કે “પરદર્શનના શાસ્ત્રોની પદાર્થવ્યવસ્થા ઠીક લાગે (જિનવચન કરતાં વ્યવસ્થિત લાગે) તો સમ્યક્તમાં કાંક્ષા નામનું દૂષણ લાગે છે.” માટે આ અભ્યાસ પણ જેનામાં ગુરુને યોગ્યતા દેખાય એવા આત્માએ કરવો જોઈએ. સ્વશાસ્ત્રોનું જ્ઞાન હોવું, એ જ્ઞાનની પરિણતિ - પરિપક્વતા હોવી, પણ જરૂરી છે. परस्परविप्रलापे न युगैरपि विवादसमाप्तिः, आनन्त्याद् विप्रकृतोक्तीनाम् - નીતિવાવસ્થામૃતમ્ ૨૮-૨૩ / ૧. જુઓ સમતિતર્ક ગાથા ૧૬૪ - વૃતિ.
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy