SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૯૪ वादोपनिषद् ___ यो ह्यनन्तरोक्तस्वछाद्मस्थ्यस्वरूपं सम्यग् जानाति, यद् एकमपि वस्त्वहं न वेद्मि तदा ममाजीवस्य च किमन्तरम् ? इत्थं च जीवत्चेनाहमसत्प्राय एव, कथञ्चिन्ममाभाव एव, ततश्च कथमहमिति संवेदनमौचित्यमञ्चति ? सजीवास्तित्वमूलकत्वात्तस्येति । स स्वस्थात्मा कदाचिदप्यहङ्कारकर्थितो न स्यादिति तात्पर्यम् । मिथ्यास्तु दुरुक्तं मम, शोधयन्तु कृतकृपा बहुश्रुताः । ઉ. :- જે વ્યક્તિ હમણા કહેલું પોતાના છદ્મસ્થપણાનું સ્વરૂપ બરાબર જાણે છે, કે એક વસ્તુ પણ હું જાણતો નથી - તો પછી મારા અને અજીવ વચ્ચે શું તફાવત રહ્યો ? જs વસ્તુ જેમ કાંઈ નથી જાણતી એમ હું પણ કાંઈ નથી જાણતો. આ રીતે - એ અપેક્ષાએ જીવ તરીકે મારું અસ્તિત્વ જ નથી. હું છું જ નહીં. તો પછી “હું” એવું સંવેદન મને કેમ શોભે ? કારણ કે આ સંવેદન તો અસ્તિત્વ હોય તો અને એ પણ પાછું જીવસહિતનું અસ્તિત્વ હોય તો જ થઈ શકે. જેમ કે પેનનું અસ્તિત્વ છે પણ એમાં જીવ નથી તો એને કદી ‘હું આવું સંવેદન થતું નથી. પુણ્ય-પાપ-પરલોક વગેરેની શ્રદ્ધા દ્વારા જીવ છે આવું જ સમજવાનું છે. હું પણ જીવ છું, કર્મોથી મારું સ્વરૂપ આચ્છાદિત છે. રત્નત્રયીની સાધના દ્વારા એ સ્વરૂપને મારે પ્રગટ કરવું છે, એમ જ વિચારવાનું છે. પણ જ્યારે અહંકાર સામે જીતવું હોય, ત્યારે અહીં જેમ સમજાવ્યું એમ ‘હું છું જ નહીં’ એમ વિચારવું જોઈએ. એક અપેક્ષાએ એ પણ સત્ય જ છે. કેવી રીતે ? એ સપષ્ટ જણાવ્યું પણ છે. આ રીતે જે સ્વસ્થ આત્મા હોય એ કદી અહંકારથી કદથિત થતો નથી. એવું અહીં તાત્પર્ય છે. ઉત્સુત્રાદિ દોષયુક્ત નિરૂપણ થયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્, इति श्रीपालनपुरमण्डनपल्लवियापार्श्वनाथसान्निध्ये श्रीश्यामलमहावीरस्वामिकृपया वेदरसाम्बरनयनेऽब्दे (वि.सं.२०६४) श्रीतपागच्छीयाचार्यदेवविजयप्रेम-भुवनभानु-पद्म हेमचन्द्रसूरीश्वरशिष्यपंन्यासकल्याणबोधिविजयगणिगुणिता વાપનિષા કૃપા કરીને બહુશ્રુતો તેનું સંશોધન કરે. ઇતિ શ્રી પાલનપુરમંડન પલ્લવિયા પાર્શ્વનાથના સાન્નિધ્ય શ્રી શામળા મહાવીરસ્વામિની કૃપાથી વિક્રમ સંવત ૨૦૬૪ માં શ્રીતપાગચ્છીય આચાર્યદેવ સિદ્ધાન્ત મહોદધિ ચારિત્રચૂડામણિ સુવિશાળગચ્છનિર્માતા શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી સમતાસાગર પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી શિષ્ય પંન્યાસકલ્યાણબોધિવિજયજીગણિગુણિતા વાદોપનિષદ્
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy