SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૮૩ सुगमोऽत्रान्वयः । अहं पुरुषोऽहं पुरुष इति वचनं पुरुषवचनम्, मदन्तरेण सर्वेऽपि क्लीबाः, अहमेव गुणज्येष्ठ इत्याशयगर्भितभाषणमित्यर्थः, तस्मिन् उद्यतं सततं तत्कण्डूलतया कृतप्रयत्नं मुखं वक्त्रं येषां ते पुरुषवचनोद्यतमुखाः, तैः, काहलाः - अस्पष्टवक्तारः, बीजं चात्र मलिनाशयता, स्पष्टोक्ती हि तत्प्राकट्यप्रसङ्गभयः तथा चार्षम्पापा: सर्वत्र शङ्किताः इति । ते च जनानां सभोपस्थितलोकानां चित्तानि परप्रणेयमुग्धमनांसि तेषु विभ्रमः - मोहोद्रेकः, तस्मै કલહનો મીમાંસા નામનો પરિવર્ત કર્યો છે. ૨૪॥ ધૂર્તોની ત્રણ વિશેષતા જોઈએ – (૧) ‘હું પુરુષ છું’, ‘હું પુરુષ છું’ આવું વચન પુરુષવચન છે. એનો આશય એવો છે કે મારી સિવાય બધા નપુંસક જેવા છે બાયલા છે. હું જ ગુણોથી સર્વોપરિ છું. આવા વચનની જાણે ચળખુજલી ઉપડી હોય તેમ આવું બોલવામાં જેમનું મુખ ઉઘત છે એવા તેઓ છે. (૨) તથા જેઓ અસ્પષ્ટ બોલે છે તેવા, અસ્પષ્ટ બોલવાનું કારણ છે અંતરની કલુષિતતા, સ્પષ્ટ બોલે તો પોતાની પોલ ખુલી જવાનો ડર લાગે, કહ્યું છે ને - પાપીઓ સર્વત્ર ભયભીત હોય છે. (૩) વળી તેઓ સભામાં ઉપસ્થિત લોકોનાં જેમ દોરીએ તેમ દોરવાઈ જાય એવા મુગ્ધ મનોમાં વધુ મુંઝવણ કરવામાં હોંશિયાર એવા પિશાચ જેવા છે. પિશાચ એ વ્યંતરનિકાયના દેવો છે. કહેવાય છે કે તેઓ રમતિયાળ અને ફરવા-મશ્કરી કરવામાં શોખીન હોય છે. માણસોને છળી જાય-છેતરી જાય અને આનંદ પામે. માટે છેતરવાનું સરખાપણું હોવાથી પિશાચ જેવા કહ્યાં છે. એવા છેતરપિંડી કરનારા ધૂર્તો હોય છે, જેઓ સ્વાર્થમાં અંધ બનીને લોકોને ભરમાવી वादोपनिषद् तत्करणप्रवणतया पिशाचाः - व्यन्तरविशेषाः, छलनसादृश्यात् पिशाचा इव पिशाचा:, तैः, धूर्तेः विप्रलम्भनपरैः, स्वार्थान्धताहेतुकजनव्युद्ग्राहणव्यापादिततत्त्वसंवेदनैरित्यर्थः, धूर्वति हिनस्तीति धूर्त:, इति व्युत्पत्तेः । कलहस्य वाक्सङ्ग्रामस्य मीमांसानामपरिवर्त्तः तत्त्वविचारणाभिधाना परावृत्तिः कृतो विहितः । नीचाः कलहमिच्छन्तीति तत्प्रियत्वेऽपि तन्नामहेतुकाप्रवृत्तिदर्शनादन्यथा समीहितसिद्धिमपश्यद्भिस्तन्नामान्तरविधानेन जगद्विप्रलम्भितमित्यभिप्रायः । यद्वा मीमांसा इति नाम तदेव परिवर्त्तः संहारकरणसाम्यात् प्रलयः, स कृतो विहितः । नामान्तरवञ्चितानां कलहप्रवृत्तेः स्यादेव તત્ત્વસંવેદનનું ખૂન કરે છે. ઘૂર્તની વ્યુત્પત્તિ જ એ છે કે જે પૂર્વન = હિંસા કરે. ૮૪ એ ધૂર્તોએ વાક્સંગ્રામ-ઝગડાને મીમાંસા-તત્ત્વવિચારણા આ નામનું પરિવર્તન આપ્યું છે. નીચ લોકોને ઝગડો જ ગમતો હોય છે. માટે એ ધૂર્તોને ઝગડો પ્રિય હોવા છતાં પણ જો એમ કહે કે - ચાલો ઝગડો કરીએ, તો કોઈ સાથ ન આપે ને ઉલ્ટી બદનામી થાય. માટે બીજી કોઈ રીતે વાંછિતસિદ્ધિ એમને ન દેખાઈ એટલે તેમણે ઝગડાને લોભામણું, આકર્ષક નામ આપી દીધું- ‘તત્ત્વવિચારણા’ અને આમ કરવા દ્વારા દુનિયાને છેતરી નાંખી. બીજો અર્થ એ થઈ શકે કે એમણે મીમાંસા એ જે નામ કર્યું એ જ પરિવર્ત કર્યો. પરિવર્ત એટલે પ્રલય. આ નામથી ભરમાઈને લોકોના જીવન બરબાદ થાય, પરલોક પણ બરબાદ થાય, એ સંહાર જ છે. એ સંહારનું મૂળ પણ આ આકર્ષક નામ જ છે માટે १. मक्षिका व्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति योगिनः । । इति सम्पूर्णवृत्तम् ।
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy