SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૬૫ वादोपनिषद तस्योपलब्धि:- नवनवबहुमानप्रयोजिका प्राप्तिः, तदर्थं तदेतोः । परसिद्धान्ते हि द्विधोपलम्भसम्भवः, दृष्टेष्टबाधितस्येतरस्य च । आद्ये स्वदर्शनादरवृद्धिहेतुरुक्तनिश्चयः । यथोक्तम् - शिवमस्तु कुशास्त्राणां वैशेषिकषष्टितन्त्रबौद्धानाम् । दुर्विहितत्वाद्येषां भगवत्यनुरज्यते चेत: - इति। द्वितीयेऽपि तन्निश्चय एव, संवाददर्शनात् । અને તેનાથી અપૂર્વ બહુમાન જાગે એના માટે પરસિદ્ધાન્ત જાણવો જોઈએ. પ્ર.:- તમારું આ વક્તવ્ય ઉપરથી જતું રહ્યું છે. કાંઈ ફોડ પાડો તો અંદર ઉતરે. ઉ.:- જુઓ, પરસિદ્ધાન્તમાં બે પ્રકારની વસ્તુ મળી શકે, એક તો પ્રત્યક્ષ, તર્ક વગેરેથી બાધિત અને બીજી તેનાથી અબાધિત. પહેલી વસ્તુ છે - પ્રાવાનિ નવન્ત (પથરો તરે છે), જેવા એમના શાઅવાક્યો જેમને સ્વયં તેઓ પણ પ્રમાણ નથી માનતા. કારણ કે એ પ્રત્યક્ષબાધિત છે. આત્મા એકાંત નિત્ય કે એકાંત અનિત્ય છે. આવી વાતો અનુમાનથી-તર્કથી બાધિત છે. આવા વચનો જોઈને અધ્યેતાને પોતાના દર્શન પર આદરની વૃદ્ધિના કારણભૂત એવો સ્વદર્શનની તત્ત્વનિષ્ઠતાનો નિશ્ચય થાય. આવો નિશ્ચય થવાથી જ એક પરીક્ષકે કહ્યું છે કે - વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે કુશાસ્ત્રોનું કલ્યાણ થાઓ. કારણ કે એમની પ્રત્યક્ષાદિથી બાધિત કઢંગી રચના જોઈને જિનેશ્વર ભગવંતો પ્રત્યે અમારું ચિત્ત અનુરાગી થાય છે. અને જો પ્રત્યક્ષાદિથી અબાધિત વચન મળશે તો એ વચન જિનાગમનું જ હશે, હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે કે પરદર્શનીઓની પ્રત્યેક સમ્યક્ વાણી જિનપ્રવચનથી અનન્ય છે. ૧. ષોડશક T૧-૧૨ા. उपलक्षणमिदं तेनान्यान्यपि प्रयोजनानि परशास्त्राध्ययनस्याभ्यूह्यानि, यथाहुराचार्याः - चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं निच्छयसुद्धं न याणंति - इति । एतादृशप्रयोजनेनैव परसिद्धान्तविज्ञयतेत्यत्र निष्कर्षः । ननु किमत्रावधारणव्यवच्छेद्यम् ? किमस्ति कथञ्चित्तदध्ययननिषेधः? अस्तीति ब्रमः। कथमिति चेत ? अत्राह- पर स्वान्यः, पक्षः પ્રથમ દ્વાવિંશિકામાં દિવાકરજી સ્વયં પણ કહે છે કે પરદર્શનના સુભાષિતો જિનાગમસમદ્રનાં છાંટા જેવા છે. આ રીતે જિનાગમનો સંવાદ જોવાથી તેની તત્ત્વનિષ્ઠાનો નિશ્ચય જ થવાનો. આ નિશ્ચય જ એનું ફળ છે એવું નથી. આ તો ઉપલક્ષણ છે. માટે પરશાસ્ત્રનું અધ્યયન કરવાનાં બીજા પણ પ્રયોજનો જાણવા જોઈએ. જેમકે સન્મતિતર્કમાં દિવાકરજી કહે છે - જેઓ ચરણસિત્તરી-કરણસિત્તરીના ઉગ્ર આચારપાલનમાં એક્કા છે, પણ સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસમાં ઉધમ નથી કરતાં, તેઓ નિશ્ચયશુદ્ધ એવા ચરણ-કરણના સારને જાણતા નથી. આ રીતે એવા ચરણકરણસારજ્ઞાનપ્રાપ્તિ વગેરે પ્રયોજનથી જ પરસિદ્ધાંત જાણવા જોઈએ એવો નિચોડ છે. પ્ર.:- તમે એવું ગરબડિયું બોલો છો કે અમે સમજતા હોઈએ તો ય અટવાઈ જઈએ. એવા પ્રયોજનથી જ જાણવા. આવો જકાર મુકીને તમે કોની બાદબાકી કરવા માંગો છો ? શું અમુક પ્રયોજનથી તે ન જાણવા જોઈએ એવું છે ? ઉ. :- હા, કેવી રીતે ? એનો જવાબ દિવાકરજી જ પ્રકાશે છે - બીજાના દર્શનને ક્ષોભાયમાન કરવા માટે તેમની નબળી કડીઓને શોધવા માત્રની વૃત્તિથી જ તેનો અભ્યાસ કરીને એમની દુઃખતી નસ १. सन्मतितकें ।।१६४।। २. अत्रत्यं वादस्थलं न्यायविशारदे (भुवनभानवीयमहाकाव्यवार्तिके)। दृश्यतां चतुर्थ परिशिष्टम्।
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy