SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૪૩ वादोपनिषद् वृथा पुष्टालम्बनं विनैव, नास्मिन् कश्चित्तादृशगुणगन्धोऽप्यस्ति येनासी महापुरुषत्वेनामूढः कल्प्येत, तथाऽपि स्वयं कल्पयतीति भावः, आत्मनो महापुरुषत्वेन सम्भावना - आत्मसम्भावना, आहोपुरुषिकेत्यर्थः, तयोपहतः - निर्नष्टविवेकप्रज्ञतया विस्मृतस्वकीयपारमार्थिकस्वरूपः । अथ च परिषदि विद्वभिः सकटीभूतायां वादसभायां कुण्ठितः स्वजन्य આલંબન હાજર છે અને કોઈ સાધારણ વ્યક્તિને એવો ગર્વ હોય તો એ નિષ્કારણ છે, માટે વૃથા-ફોગટ છે. (આ વાત પણ લૌકિક અપેક્ષાએ છે. લોકોત્તર અપેક્ષાએ તો બધું અભિમાન ફોગટ જ છે.) આમ વાદી પાસે એવી વિશિષ્ટ પ્રતિભા-વિદ્ધતા હોત ને અભિમાન રાખત તો સકારણ કહેવાત, પણ આની પાસે તો એવું કાંઈ છે નહી. છતાં પોતાને મહાન સમજે છે. આમ એનું અભિમાન કોઈ ગુણનો છાંટો ય ન હોવા છતાં છે. કોઈ ડાહી વ્યક્તિ અને મહાન ના સમજતી હોવા છતાં છે, માટે ફોગટ છે. આવા ફોગટ અભિમાનથી એની વિવેકપ્રજ્ઞા નષ્ટ થઈ જાય છે. પ્રજ્ઞા નષ્ટ થાય એટલે યાદશક્તિ જતી રહે અને તેથી એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો છે. આ જ હાલતમાં એ વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી વાદસભામાં આવે છે અને એની સાથે જ એનો દર્પ કુંઠિત થઈ જાય છે. દર્પના કારણે એનામાં થયેલા ફેરફારો અદૃશ્ય થઈ જાય છે. કારણ કે એનો દર્પ હવે પરચો બતાવી શકતું નથી. સીધી વાત છે ને, શિયાળ પોતાની ગુફામાં જ શૂરવીર હોય છે. મહાભારતમાં કહ્યું છે કે બે-ચાર સસલા વચ્ચે શિયાળ બેઠો હોય, સસલા તેની ખુશામત કરતાં હોય, ત્યારે તો શિયાળ પણ પોતાની જાતને સિંહ જ સમજતો હોય છે, પણ તેની આ સમજ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી એને સિંહના દર્શન ન થાય. विकारजननमन्दीभूतसामर्थ्य , दर्पः - मानो यस्येति कुण्ठितदर्पः, गोमायोः स्वदर्यवच्छेदेनैव शूरत्वात् । अशुभः - अकल्याणावहः, अपायकृदिति यावत्, वितर्कः - विरुद्रस्तर्कः, स च नीतिविरुद्ध, अस्थानप्रयुक्तत्वादिदोषदुष्टत्वात् । प्रशमविरुद्धः, कषायितचित्तोपयुक्तत्वात् । आरोग्यविरुद्धः, चित्तोपघातद्वारेणानेकरोगनिदानत्वात् । श्रीविरुद्धः, अदन्तकलहो यत्र तत्र शक्र ! वसाम्यहमिति આટલું થવા છતાં તેની શાન ઠેકાણે આવતી નથી અને અકલ્યાણકર, આપત્તિ નોતરનારા એવા અશુભ વિતર્કથી એનું હૃદય ધૃમિત બને છે. જ્યાં ધુમાડો લાગે એને ઘુમિત કહેવાય- એ જગ્યા કાળી થઈ જાય. વિતર્કથી એનું હૃદય કાળ-કલુષિત થઈ જાય છે. વિતર્ક એટલે વિરુદ્ધ દલીલ. એ ચાર રીતે વિરુદ્ધ થઈ શકે. (૧) નીતિવિરુદ્ધ :- જેમાં અન્યાય – અનુચિતતા છે. વાદના નિયમોનો ભંગ છે એ નીતિવિરુદ્ધ છે. એ ખોટા વિષયમાં પ્રસિદ્ધ સાચો તર્ક લગાડી દેવો વગેરે દોષરૂપ છે. (૨) પ્રશમવિરુદ્ધ :- એ તર્ક કરતા એના મનમાં ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો ઉત્કટ માત્રામાં સંભવિત છે.માટે એ પ્રશમવિરુદ્ધ છે, કારણ કે પ્રશમમાં તો વૈષયિકવિકલા ન હોય. માત્ર આત્મસ્વભાવની રમણતા અને જ્ઞાનની પરિપક્વતા હોય. ઉકળાટમાં એ શક્ય જ નથી. (3) આરોગ્યવિરુદ્ધ :- આવા કાવાદાવા કરનારનું મન હંમેશા ઉચાટ ને ઉદ્વેગથી ભરેલું હોય અને એ સ્થિતિ શરીર અને મનના ઘણા રોગો લાવનારી છે. (૪) શ્રીવિરુદ્ધ :- લક્ષ્મીદેવીએ એક વાર ઈન્દ્રમહારાજાને કહેલ १. मन्दः क्रियासु कुण्ठा स्याद् - अभिधान० ||३५३ ।। २. आसिंहदर्शनं शशकवृन्दमध्ये શુITનોfજ સિંદાયત તિ ભાવ: ૩. જ્ઞાનસાર ll-૧ી.
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy