SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् - ૩૧ ૩ર. वादोपनिषद् यथा स्यात्तथा-छलेन वचनप्रवृत्ति यथा न स्यात्तथेति समासतात्पर्यम् । एवं प्रकारेण तत्त्वं वादविषयीभूतवस्तुस्वरूपं परिमीमांसेत् - मुक्ताग्रहेण मनसा पक्षपातविरहितया वृत्त्या तत्त्वजिज्ञासया कारुण्येन परप्रतिबोधेच्छया वा विचिन्तयेत् परस्परं तत्त्वविषयां विचारणां कुर्यात्, तदा न दोषः स्यात् न पूर्वोदितः सौख्याभावसंरम्भाविश्वसनीयतोद्धततानिष्ठुरतालाघवदर्पश्रेयोवञ्चनान्यतमलक्षणोऽपायो भवेत्। एतादृशपरिमीमांसायाः सौख्यादिफलत्वादित्यभिप्रायः ।।८।। જ્યાં જ્યાં વાદને ટેકો આપે એવી વાતો કરી છે ત્યાં ત્યાં ઉત્સર્ગથી તો આવી તત્ત્વપરિમીમાંસાનું જ સમર્થન કર્યું છે. એના વિના તો દિવાકરજી પણ વાદના વિરોધી જ છે. ધર્મઝનૂની વગેરે પ્રતિવાદી સામે શાસનરક્ષા માટે વાદ કરવો પડે એ વસ્તુ જુદી છે, પણ ચિત્તની નિર્મળતા વગેરે અહીં કહેલી શરતોનું તો ત્યારે ય સ્વયં પાલન કરવું જોઈએ. કારણ કે ચિરપરિણામના સ્તરે કાષાયિકભાવોની છૂટ આપે એવો કોઈ અપવાદ નથી. શિષ્ય પ્રત્યે કદાચ લાલ આંખ કરવી પડે, ત્યારે ય હૃદયમાં તો ક્ષમા ને કરુણા જ રમતા હોવા જોઈએ, એમ શુષ્કવાદી વગેરેની સાથે પુષ્ટાલંબનથી કરાતા વાદમાં પણ સમજી લેવું જોઈએ. અહીં બતાવેલ રીતથી તત્ત્વપરિમીમાંસા થાય એમાં અત્યાર સુધી કહેલા દોષો-નુકશાનો નથી થતાં અર્થાત ત્યારે સુખનો અભાવ, આવેશ, અવિશ્વસનીયતા, ઉદ્ધતતા, નિષ્ફરતા, લઘુતા, અભિમાન, કલ્યાણવંચિતતા જેવા અપાય થતાં નથી. કારણ કે આવી તત્ત્વપરિમીમાંસાથી તો સુખ, શાંતિ, વિશ્વસનીયતા, નમ્રતા, કોમળતા, મહાનતા, વિનય અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. llcII પ્ર.:- તમારી વાતો તો બહુ મજાની છે, પણ થોડો વિચાર કરીએ એટલે એ બધી વેરવિખેર થઈ જાય છે. રાજનીતિ કહે છે કે ननु क्षितीशानामसन्तोष इव वादिनां कलह एव गुणायते, अनन्तरोक्तपरिमीमांसायां तु पराजय एव स्यादिति किं तयेति चेत् ? अत्राह साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोट्योऽपि समेता वाक्पलालभुजः।।९।। अन्वयः सुगमः । एकोऽपि - असहायोऽपि किं पुनर्मिलितस्वसदृशबहुजन इत्यपिशब्दार्थः, हि यतः, अवतरणिकाप्रश्ननिषेधे हेतूपन्यासરાજા અસંતોષી હોય એ એક ગુણ છે. એને સંતોષ હોય તો એ બરબાદ થઈ જાય. એમ ચિંતન કરતાં લાગે છે કે વાદી માટે કલહ એ ગુણ છે. વનરાજ થવા તો સિંહગર્જના જ કરવી પડે. ત્યાં બકરીની બેં બેં થોડી ચાલે ? આ તમારી પરિમીમાંસા લઈને બેસે તો તો હાર જ થાય ને ? ઉ.:- દિવાકરજી સ્વયં અહીં પ્રકાશ પાડી રહ્યા છે શારાવેતા પ્રશમયુક્ત વિદ્વાન્ એકલો પણ પ્રતિજ્ઞાને સિદ્ધ કરે છે, વાણીના ભંસાને ખાનારા ભેગા થયેલા કરોડો કરોડો કલહ પણ સિદ્ધ નથી કરતાં. ll૯ll અહીં ‘હિ' નો અર્થ છે “કારણ કે”. આ શ્લોક એ પૂર્વપક્ષની વાતને નકારી કાઢવાનાં હેતુરૂપ છે. એની વાત ખોટી છે એનું કારણ રજૂ કરે છે. પોતાના જેવા ઘણાની સાથે મળીને તો સિદ્ધિ મેળવી જ શકે પણ એકલો હોય તો પણ એ સિદ્ધિ મેળવી શકે, પણ જરૂરી છે કે એનામાં નીચેની ત્રણ વિશેષતા હોય. (૧) શાસ્ત્રવેતાપણું :- જે અનુશાસન કરે - સાચી શીખ આપે, અને પ્રાણ કરે- રક્ષણ કરે એને શાસ્ત્ર કહેવાય. આવા શાસ્ત્રોના ૨. સલ્લુટાતુ છતા પર અસનુEા કિની રૂચી ૨, ૫ - / રૂ. - ‘ક્રોટિ' fસ ન કૂપવતી ૪. --મુદ્રિત - થાક્યો છે. ઈ - મુના
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy